________________
આપણે અહીં જ ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભણું પુરોહિતના બે લાડીલા પુત્રને કર્મબંધનું સ્વરૂપ સમજાયું છે. માતા-પિતાને પુત્રો પ્રત્યે ખૂબ મેહ છે. બંધુઓ ! આઠ કર્મમાં પ્રધાનકર્મ હોય તે મેહનીય છે. મેહનીય કર્મનાં બે ભેદ છે. દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મેહનીય કર્મ સમ્યગદર્શન પ્રાપ્ત કરવામાં બાધ કરે છે અને ચારિત્ર મોહનીય કર્મ વીતરાગતાને હણે છે.
જ્યાં સુધી વિષય-કષાયે તરફથી વૃત્તિ વળે નહીં ત્યાં સુધી સમતાભાવ આવી શકતે નથી. જ્યાં સુધી જીવે પરપદાર્થમાં સુખ માન્યું છે અને તત્વને સમજે નથી ત્યાં સુધી સમકિત પ્રાપ્ત કરી શકતું નથી. જ્યાં સુધી સમકિત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એક પણ ચારિત્ર આવતું નથી. યથાખ્યાત ચારિત્ર અકષાયીને હેય. પાણીની લીટી જેટલા ય ક્રોધ ન હેય. સંજવલને ક્રોધ જ્યાં સુધી હશે ત્યાં સુધી વીતરાગતા પ્રગટશે નહિ.
દર્શન મેહનીય કર્મ જીવને ભ્રમ ઉત્પન્ન કરાવે છે. જેમાં સુખ નથી તેમાં સુખબુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, શરીર, વૈભવ, લક્ષમી, આબરૂ આ બધું ટકે તે હું ટકું એમ પરાધીન પણે જીવન જીવનારે અજ્ઞાની જીવ સમ્યગૃભાવમાં ટકી શક્તિ નથી. મન-વચન અને શરીરથી અલગ તત્ત્વ તે આત્મતત્વ છે. પર તરફથી દષ્ટિ ઉઠાવી સ્વ તરફ મીટ માંડવાની છે.
ક્ષાયક સમ્યક્ત્વ એ મેક્ષ મંઝીલનું પાન છે. ક્ષાયક સમક્તિ આવ્યા પછી પાછું જતું નથી. એ સમ્યકત્વ જીવને સત્ય સ્થિતિનું યથાર્થ ભાન કરાવે છે. આવા દેહ તે જીવે અનંતી વાર ધારણ કર્યા અને મૂક્યા. શું દેહભાવે તને મેક્ષ મળવાને છે ? દેહાધ્યાસ ટળશે તે મેક્ષ મળશે. આવું જેને ભાન થાય છે તે જ આત્મા ઉત્થાનને માગે પ્રયાણ કરી શકે છે.
દેહના નાશથી કંઈ આત્માને નાશ થવાને નથી. આત્મા અનાદિ કાળને છે. અને અનંતકાળ રહેવાને છે. કોઈ પણ સ્થિતિમાં આત્મા પલટાતું નથી ? એના પર્યાય જ પલટાય છે.
આત્મા પ્રત્યે નિત્ય છે, પણ પર્યાયે પલટાય,
બાલાદિક વય ત્રણનું, જ્ઞાન એકને થાય.” આત્માને ત્રણે કાળમાં નાશ થવાને નથી. એ સત રૂપથી રહેલે જ છે. તત્વાર્થ સૂત્રમાં પણ ઉમાસ્વાતિ આચાર્યએ કહ્યું છે કે “વFrટું ચય વ્ય યુક્ત સત” આત્મા શાશ્વત, યુવ, નિત્ય, ત્રણે કાળે ટકવાવાળો છે. ઉત્પાદ-વ્યય અને પ્રયુક્ત ગુણવાળે છે. એવી ત્રિપદી ભગવાન મહાવીર સ્વામીએ ગણધરોને આપી. એ ત્રિપદીને અર્થ