________________
છ મહિનામાં જ ટાઈફોડ થયે. ખૂબ દવા કરી પણ તાવ નોર્મલ ન થયો અને એને પતિ મરણ પામ્યા. બાઈ નાની ઉંમરમાં વિધવા થઈ. ભરયુવાનીમાં વિધવાપણું વટાવવું મુશ્કેલ છે. માતા પિતાને ખૂબ આઘાત લાગે. યુવાન-વિધવા પુત્રી ઘેર આવી. પુત્રીને જોઈ માતા-પિતાનું હૃદય ચીરાઈ જાય છે. હવે આ પુત્રીને કયા માર્ગે વાળવી કે જેથી પુત્રીનું શિયળ સચવાઈ રહે, તેની તેના મા-બાપને ચિંતા થવા લાગી. યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવા માટે સંત સમાગમ એ અતિ હિતકારી છે. પણ અત્યારે તે વિધવા થાય એટલે ઉપાશ્રયે જવાનું બંધ કરી દે ખૂણે પળાવવામાં આવે છે. જેના અંતરમાં ઊંડો આઘાત લાગ્યું હોય, પતિને વિયેગ સાલતે હોય અને જે ઉપાશ્રયમાં લઈ જવાય તે સંતે પાસેથી વીતરાગવાણી સાંભળી એનું મન શાંત થશે. જ્યારે રાવણનું મૃત્યુ થયું અને એના શરીરની અંતિમક્રિયા કર્યા પછી બીજે દિવસે ગામમાં એક મુનિને કેવળજ્ઞાન થાય છે તે સમયે રામ-લક્ષ્મણ વિભીષણ બધા મંદોદરીને કહે છે ભાભી ! ચાલે, ગામમાં સંતને કેવળજ્ઞાન મહોત્સવ કરવા દે આવ્યાં છે અને આપ કેવળી ભગવંતની વાણી સાંભળવા ચાલે. રાવણુ જેવા મહાન રાજાની રાણી મંદોદરી વિધવા થઈ અને બીજે જ દિવસે તે સંતના દર્શન કરવા માટે ગઈ હતી.
સંત સમાગમ કરવાથી હાલાને વિગ ભૂલી જવાય છે. અને સાચી સમજણ આવે છે કે મેં જેમાં સુખ માન્યું હતું તે વાસ્તવિક સુખ નથી. બીજાની પાસેથી સાંભળવા કરતાં જાત અનુભવ માણસને જાગૃતિમાં લાવે છે. માટે આવું કંઈ બને ત્યારે એને ઉપાશ્રયે લાવીને સાધુ-સાધ્વીઓને પરિચય કરાવે, વીતરાગ વાણું સંભળાવવી. અહીં કંઈ મેવા-મિષ્ટાન્ન જમી લેવાના નથી. અહીં તે વિષય કષાયને કાપનાર, ભરદરિયામાંથી કુશળ નાવિક જેમ નકાને સલામત રાખી ક્ષેમકુશળ સામે કિનારે લઈ જાય છે તેમ શાસનના નેતા સદ્ગુરૂઓ વિષયેના આવર્તથી બચાવી સબંધનાં દાન કરે છે. આ વિધવા થયેલી પુત્રીના માતા પિતાએ એક જ વિચાર કર્યો કે દુનિયાને જેમ કહેવું હોય તેમ ભલે કહે પણ આપણે પુત્રીને ઉપાશ્રયે લઈ જવી. આ પુત્રીનું જીવન સુધારવા એના માતા-પિતા એને સંતેને પરિચય કરાવે છે. સંત સમાગમ મનુષ્યનું જીવન પલટાવે છે.
પારસમણિ એર સંતમે, બડે અંતર જાણ,
વે લેહ કે સેના કરે, તે કરે આપ સમાન.” સંત સતીઓના પરિચય કરવાથી આ પુત્રી વિયેગનું દુઃખ ભૂલી જાય છે. એનું મન વ્રત-નિયમ-તપ અને સ્વાધ્યાયમાં લાગી જાય છે. શાસ્ત્ર સિદ્ધાંતનું વાંચન કરે છે. પરિણમે એના દિલમાં વૈરાગ્ય ભાવના જાગે છે. બે-પાંચ સખીઓ સાથે જ્ઞાન–ધ્યાનમાં મસ્ત રહે છે. એક વખત ગામમાં પવિત્ર આચાર્ય ગુરૂ પધાર્યા છે. તે પિતાની બે ચાર