________________
હ૦૫
પ્રોત્સાહન આપી રહી છે અને તેમાં પણ તમારી વૈજ્ઞાનિક શોધખેળ વાયુ વેગે આગળ વધી રહી છે. દિવસે દિવસે અવનવી શેધ કરીને જગતને આંજી રહી છે. અહીંયા બેઠા હજારો માઈલેની વાતે અને સમાચાર તમે જાણી શકો છો. થોડા જ કલાકોમાં માનવી સેંકડે માઈલ દૂર પહોંચી શકે છે. આવા અનેક સાધન આજે વધી રહ્યાં છે. ત્યારે તમને એમ થાય છે કે આપણે ઘણું કરી રહ્યાં છીએ. પરંતુ જરા વિચાર કરશે તો સમજાશે કે જેટલા પ્રમાણમાં વૈજ્ઞાનિક શેખેળ વધી તેટલા પ્રમાણમાં વિકાસ નથી વધ્યો પણ વિનાશ વધ્યું છે. મોજશેખનાં સાધને વધવાથી માણસ કમજોર, હાડપિંજર જેવો બની ગયું છે. અને આબ, એટમ બની શોધખોળ થતાં મનુષ્ય કેટલા ભયમાં મૂકાઈ ગયાં છે !
ભારતમાં ચારે તરફ પશ્ચિમની હવા ફેલાઈ છે. પરિણામે માણસ આર્ય મટી અનાર્ય બની ગયું છે. અને પિતાના અમૂલ્ય જીવનને એળે ગુમાવે છે. આપણા સર્વજ્ઞ ભગવંતે હજારો વર્ષો પહેલાં જે જે સમજાવી ગયાં છે તે જ વાતને આજે વેજ્ઞાનિકે પૂરવાર કરે છે. દેવ વિમાનોની વાત શાસ્ત્રમાં સાંભળતાં ત્યારે લોકો એમ બેલતાં કે આ તો ઠંડા પહોરનાં ગપ્પાં છે પણ અત્યારે તમને એ પ્રત્યક્ષ દેખાય છે ને? અને સમજાય છે ને કે ભગવંતે એ જે કહ્યું છે તે તદૃન સત્ય છે.
આ બધું જોઈને જાણીને શાસ્ત્રો ઉપર તમને શ્રદ્ધા થવી જોઈએ. તેને બદલે દિવસે દિવસે શ્રદ્ધાના પાયા ડગમગ થઈ રહ્યાં છે એ અફસોસની વાત છે. બંધુઓ! તમે કંઈક સમજે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું છે છતાં તે અપૂર્ણ છે. જ્યારે આપણુ ભગવંતે પૂર્ણ હતાં. વિજ્ઞાનવાદીઓને ઘડીએ ઘડીએ તેમનાં સિદ્ધાંતોમાં પરિવર્તન કરવું પડે છે. ત્યાં જ સમજી શકાય છે કે તેઓ અધૂરા છે. પણ સર્વજ્ઞ ભગવંતના સિદ્ધાંતે ત્રણે કાળમાં ફરવાનાં નથી. તમારા વિચારમાં પરિવર્તન થયું પણ ભગવંતના સિદ્ધાંતમાં પરિવર્તન થયું નથી. એ ઉપરથી પણ સમજાય છે કે સર્વજ્ઞ પૂર્ણ છે અને વૈજ્ઞાનિકો અપૂર્ણ છે.
ભગવંતએ જે જગત એના જ્ઞાનમાં જોયું છે તેને ભાગ પણ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી. પૃથ્વી ગોળ છે, પૃથ્વીને નકશો આવો છે એમ અપૂર્ણ વૈજ્ઞાનિકોએ ભૂગોળ શાસ્ત્રમાં જેટલાં દેશ અને જેટલી દુનિયા શોધી છે તે જૈનશાની દૃષ્ટિએ સમુદ્રમાં બિંદુ સમાન છે છતાં તમને વિજ્ઞાન ઉપર કેટલી શ્રદ્ધા છે? પણ એના અણુઅણુમાં હિંસા જ ભરેલી છે. પહેલાના સમયમાં જે લોકો યુદ્ધમાં જતા હતાં તેમનું જ મોત થતું હતું પણ આજે તે બેબની શોધ થતાં ગામનાં ગામ સાફ થઈ જાય છે. આ બધું જ થવાનું મુખ્ય કારણ હોય તે જીવનું અજ્ઞાન છે.
આજે આટલી શોધખોળ થયા છતાં જ્યાં જુઓ ત્યાં દુનિયામાં સુખ કે શાંતિને છાંટો દેખાતા નથી. જ્યાં જોઈએ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ દેખાય છે. જે તમારે સુખ
શા. ૩૯ :