________________
સાધુ સમુદાય ભેગા કરીને જ જઈશ. જુઓ તે ખરા! નયસારને વિવેક કે છે! તેને સંત પ્રત્યે કેટલી ભક્તિ છે! સંત બેલ્યા હે નયસાર ! અટવીમાં ભૂલા પડેલા એવા મને તે દ્રવ્ય માર્ગ બતાવ્યો, પણ હું તને સંસાર રૂપી અટવીમાંથી બહાર નીકળવાને ભાવમાર્ગ બતાવું. ત્યાં મુનિએ નયસારને બંધ આપે. નયસાર બધ સાંભળીને આનંદ પામે. શ્રદ્ધાવાન બન્યા અને ત્યાં સમ્યફદર્શન પ્રાપ્ત થવાથી ભવની ગણતરીમાં આવી ગયે. સમકિત પામ્યા વિના ત્રણે કાળે ભવને અંત નથી.
નયસારને આવું અમૂલ્ય સમ્યકત્વ રત્ન-પ્રાપ્ત થયું. તે ભવમાં આયુષ્ય પૂર્ણ કરી તેઓ બીજા ભવમાં પ્રથમ દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને ત્રીજા ભવમાં નાભિરાજા અને મરૂદેવી માતાના પુત્ર રાષભદેવ અને તેમના પુત્ર ભરત ચક્રવતિના પુત્ર મરીચિકુમાર તરીકે ઉત્પન્ન થયા. પછી ભગવાનના છવ્વીસમા ભવ સુધી પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું. છવ્વીસમા ભવે દેશમાં પ્રાણત દેવલોકે પુત્તર વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી આવીને સત્તાવીસમા ભવે માહણકુંડ નગરમાં રાષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદા બ્રાહાણીની કુંખે ઉત્પન્ન થયા. દેવાનંદ બ્રાહ્મણીએ ત્યાં ચૌદ સ્વપ્ન જોયા. તેની કુક્ષિમાં ભગવાન સાડી ખાસી રાત્રિ રહ્યા. શક્રેન્દ્રને અવધિજ્ઞાનને ઉપગ મૂકી દેતાં ખબર પડી કે ભગવાન દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા છે. શક્રેન્દ્ર વિચાર કર્યો કે તિર્થંકરને આત્મા ક્ષત્રિયકુળ સિવાય બીજા કુળમાં ઉત્પન્ન ન થવું જોઈએ. અને ભગવાન તે બ્રાહ્મણીની કુંખે ઉત્પન થયા છે તે એક આશ્ચર્ય છે. તરત જ શકે હરણગમેલી દેવને બોલાવીને આજ્ઞા કરી કે માહણકુંડ નગરને વિષે રાષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદાની કુક્ષિમાં ભગવાન મહાવીર સ્વામીને આત્મા જે ગર્ભપણે રહેલે છે તેનું સાહારણ કરીને ક્ષત્રિયકુંડ નગરને વિષે સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલાદેવી રાણીની કુંખે મૂકે. અને એમના ગર્ભમાં પુત્રીપણે જે ગર્ભ છે તેને દેવાનંદાના ગર્ભમાં મૂકો. આમ બનવાનું કારણ આગલા ભવમાં દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણી હતાં. અને ત્રિશલાદેવીને રનને દાબડો દેવાનંદાએ ચોરી લીધે હતું. તેથી આ ભવમાં તેના રત્નના દાબડા કરતાં પણ અધિક વહાલા ગર્ભનું સાહારણ થયું.
શકેન્દ્રની આજ્ઞા પ્રમાણે હરણગમણી દેવે ગર્ભ હેરફેર કરી દીધે, એટલે દેવાનંદાને જે ચૌદ સ્વપ્નો આવ્યા હતા તે એક પછી એક નીકળીને જવા લાગ્યા અને ત્રિશલાદેવી મહારાણ શય્યામાં સૂતા હતા તે સમયે તેમને અનુક્રમે તે ચૌદ સ્વપ્ન આવવા લાગ્યા. ચૌદ સ્વપ્ના જોઈને ત્રિશલાદેવી જાગ્યા. જાગીને સિંદ્ધાર્થ રાજા પાસે જઈને રાણીએ ચૌદ સ્વપ્નની વાત કરી.
મહારાજા સિદ્ધાર્થ ચૌદ સ્વપ્નની વાત સાંભળી હૃદયમાં અવધારીને કહે છે કે ત્રિશલાદેવી ! તમે રત્નકુક્ષિણ છે. તમારી કુંખે ત્રિલોકીનાથ પધાર્યા છે, કારણ કે