________________
૩૪૩
સાંભળવાથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન થાય, પ્રત્યા ખ્યાનથી સંયમ થાય, સંયમથી અનાશ્રવી – આશ્રવ રહિત થવાય. તેનાથી તપ થાય અને તે તપથી કર્મની નિર્જરા થાય અને છેવટે એગ નિરોધ કરી શાશ્વત સ્થાન મોક્ષને પ્રાપ્ત કરાવે છે. બેલે, સંત સમાગમ કેટલે લાભદાયી છે! આજે તે પર્યુષણ પર્વ અને મહાવીર જન્મ હોવાથી ઉપાશ્રય અને ચેક માનવ મેદનીથી ભરચક દેખાય છે. બંધુઓ! પર્યુષણ પૂરતો જ આ ધર્મ નથી. આત્માએ દરરોજ ધર્મની ભાવના રાખવી જોઈએ. તમે ટ્રેઈનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણી વખત જોવામાં આવતું હશે કે મુસલમાન ગમે તે સ્થળે હોય પણ તે પિતાને નિત્ય-નિયમ - નમાજ પઢવાનું ભૂલતું નથી. તે તમારે પણ દરરોજ એક સામયિક કરવી, શાસ્ત્રનું વાંચન કરવું, સંતના દર્શન કરવા. આ એકાદ નિયમ તો હશે ને!
નયસારને સંતના દર્શન થવાથી હર્ષને પાર નથી. સંતને પ્રાર્થના કરે છે કે આપ પધારે! અમે અમારા માટે ઘણી રઈ બનાવી છે. આપના માટે ઘણી રસોઈ બનાવી નથી અર્થાત્ આપના માટે કંઈ જ બનાવ્યું નથી. આપ એમાંથી કંઈક લઈને અમને પાવન કરે. દાતાર ઉચ્ચ ભાવનાવાળો છે તેમજ ઉચ્ચકેટીને આત્મા છે. અને લેનાર : પણ શુદ્ધ અને પવિત્ર આત્મા છે. મુનિએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને નિર્દોષ આહારપાણી વહેર્યા. બંધુઓ! સાધુને આહાર પાણી સામા લઈ જઈને વહેરાવાય નહીં. તમે સાધુના દર્શને જાવ ત્યારે વિચાર કરે કે બજારમાંથી પડીકું લેતા જઈએ. આપણે ખાઈશું અને મહારાજને વહેરાવીશું. આ આહાર સાધુ લે નહિ. નયસાર મુનિને વહેરાવે છે પણ મનમાં એવું અભિમાન નથી કરતે કે હું છું તે મહારાજને શાતા ઉપજાવું છું. તેમ સાધુ પશુ આહાર વિહારવા માટે લાચારી બતાવતા નથી. કે અહો! તમે પુણ્યવાન છે, તમે દાતાર છે, તમે સંતની સેવા કરવાવાળા છે. તમારું કલ્યાણ થશે. એક પણ શબ્દ સાધુ બેલે નહીં. સાધુને કઈ સત્કાર કરે તે આશિષ ન આપે. તેમજ કોઈ તિરરકાર કરે, કોઈ અપમાન કરે, કેઈ હેલણા-નિંદા કરે તે તેને શ્રાપ ન આપે.
સંત આહાર પાણી કરી વિહાર કરવા તૈયાર થાય છે ત્યારે નયસાર કહે છે . પ્રભુ! આપ આ માર્ગના અજાણ્યા છે. હું આ માર્ગને જાણકાર છું. ચાલે, હું આપને ટૂંકે માર્ગ બતાવું. નયસાર જાતે જ સંતને માર્ગ બતાવવા ચાલ્યું. તમે તમારી દુકાનમાં બેઠા હો તે સમયે તમને કોઈ સંત પૂછે કે ભાઈ! મારે અમુક સ્થળે જવું છે તે તમે એમ ન કહેશે કે અહીંથી સીધા જાવ અને થોડે ગયા પછી ડાબે હાથે વળી જજો. તમે જ માર્ગ બતાવવા જજો. નયસાર અને સંત ચાલ્યા જાય છે. હું ચાલ્યા ત્યાં ગામ દેખાયું. એટલે મુનિ કહે છે ભાઈ! આ ગામ નજીક દેખાય છે. હવે હું ગામમાં જઈશ. નયસાર કહે છે ના, સાહેબ, હું આપને છેક ગામમાં આપના