________________
૩૪૧
પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ ગૌચરી નીકળવું જ પડે. મુનિ રાજ અભિગ્રહ પૂરો કરવા માટે નીકળે છે. પચાસ દિવસ થઈ ગયા. મુનિના અભિગ્રહ પૂર્ણ થતા નથી ત્યારે ઉદેપુરના મહારાજાને ચિંતા થઇ. પહેલાનાં સમયમાં જૈન ધર્મ વિષ્ણુક પૂરતા ન હતા. રાજા મહારાજાએ પણ વ્યાખ્યાન સાંભળવા આવતા હતાં. રાજાને થયું કે મારા ગામમાં આવા પવિત્ર સંત સૂકાઇ જાય છે. એમના શે। અભિગ્રહ હશે? અત્યારની જેમ ઈશારા કરીને સમજાવતા ન હતાં. દૃઢ નિશ્ચયી હતાં. કુદરતને કરવું અને એક દિવસ એવું બની ગયું કે મહારાજાને જે ખાસ હાથી છે તે ગાંડા બન્યા છે અને આખા ગામમાં ઢડે છે. ગામમાં દાંડી પીટાય છે કે જે બહાર હાય તે ઘરમાં પેસી જો. રાજાના હાથી ગાંડા બન્યા છે. સૌ લેાકો નાસભાગ કરે છે. સંત પણ અભિગ્રહ પૂર્ણ કરવા ગૌચરી માટે નીકળ્યાં છે. ઢાકા સૌ પાતાપેાતાના મકાનમાં, દુકાનમાં જ્યાં હતા ત્યાં પૂરાઈ ગયા. તહેવારના દિવસ હતા એટલે કંદોઈએ મીઠાઈના થાળ બહાર કાઢીને મૂકેલા. એને થયુ કે નકામા ખગાડ થશે માટે અંદર લઈ લઉં. બધી મીઠાઈ દુકાનમાં લઈ લેવા જાય છે. લેકે કહે છે ભાઈ! આ હાથી દોડતા આવે છે, તુ' મરી જઇશ. હાથી ઢાડતા આવે છે પણ જયાં કંદોઈની દુકાન આવી ત્યાં શાંત પડી ગયા. પેાતાની દુકાન પાસે આવીને હાથી શાંત થયા એટલે કઢાઈએ હાથીની સૂંઢમાં એ મેલૈયા લાડુ આપ્યા. તે લઈ ને હાથી ધીમે ધીમે મુનિ પાસે આવ્યેા. સંત દૃઢ હતાં, હાથીને સૂંઢમાં લાડવા લઈને આવતા જોયા પણ એમ નહિ કે લાવ ઝોળી . સાચા સંત એમ જીવે કે એની ભાવના છે કે નહિ! દેનારની ભાવના ન હેાય તે આહાર લેવાય નહિ. હાથી સંતની પાસે ગયા અને સૂંઢ લ'ખાવી ઝેળી તરફ. સ ંતે ઝાળી ધરી અને હાથીએ ખ'ને લાડવા વહેારાવી દીધા. એકાવનમે દિવસે અભિગ્રહ પૂર્ણ થયા. આવા કઠોર અભિગ્રહા પણ પૂરા થયાં છે.
નયસાર અતિથિની શોધમાં નીકળે છે. ત્યાં પેાતાના ગુરૂથી છૂટા પડેલા, તાપથી આકુળ વ્યાકુળ થયેલા એક સંતને ત્યાં જીવે છે. સંતને માગ જડતા નથી. ગરમી ખૂબ છે. જીવનની આશા છૂટી ગઈ છે એટલે મુનિ ભૂમિનુ પશ્લેિષણ કરી ઇરિયાવહી કરે છે. અને ત્યાં સાગારી સંથારો કરવાના નિણ ય કરે છે. આ સમયે નયસારની નજર મુનિ ઉંપર પડે છે. મુનિને જોતાં જ તેના સાડા ત્રણ ક્રાડ રામરાય હર્ષોલ્લાસથી વિકસિત થઈ ગયા. અહા ! મારા સદ્દભાગ્ય છે કે આવી અટવીમાં પણ આવા મહાન તપસ્વી, ચારિત્ર સપન્ન, નિષ્પરિગ્રહી એવા મહામુનિના મને દર્શન થયા. તૃષાના પરિષદ્ધથી મુનિના ક સૂકાઈ રહ્યો હતા, આંખે અંધારા આવતાં હતાં. કોઈ માર્ગ સૂઝતા નથી. એટલે મુનિ વિચાર કરે છે કે હવે હું એક વૃક્ષ નીચે બેસી સાગારી સંથારા કરુ. જો કોઈ માગ બતાવનાર મળશે તેા મારા સાધુ સમુદાય ભેગા થઈ જઈશ. જો નહીં મળે તે સથા શરીરને વાસરાવીને આત્માની સાધના કરીશ. આમ વિચાર કરી વૃક્ષ નીચે બેસવાની તૈયારી કરે છે તે પહેલાં નયસાર ત્યાં પહેાંચી ગયા.