________________
૦૪
,
પર આવે છે. તે દિવસે જે તમે ન ચે તે પંદરના ધરના દિવસે તે ચેતી જાવ. તે દિવસે પણ ન જાગ્યા તે આજે તે અવશ્ય જાગવાની જરૂર છે. આજે દરેકના દિલમાં અનેરો આનંદ છે. આજે સવારે તે ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય હતે. પણ મેઘરાજા પધાર્યા તેથી આનંદમાં ઓટ આવી ગઈ છતાં બપોરને સમય હોવા છતાં તમે બધા સાંભળવાની જિજ્ઞાસાથી આવીને બેસી ગયાં છે તે અઠ્ઠાઈધરના પર્વને આનંદ અત્યારે જ માનવાને રહ્યો.
આજે તમે બધાં અહીં એકત્ર શા માટે થયાં છે ? તેને વિચાર કરવાની જરૂર છે. માણસ કઈ પણ ઠેકાણે કાંઈને કાંઈ પ્રયજન વિના જ નથી. તમને કંઈ ખરીદ કરવાનું મન થાય તે જ બજારમાં જાય છે. બજારમાં તે ગયા. ઘણી ચીજો બજારમાં મળે છે. જેને લેવા માટે મન લલચાય છે. પણ જો તમારી પાસે પૈસા જ નહીં હોય તે કેવી રીતે વસ્તુ ખરીદ કરી શકશે ! આજે તે જ્યાં જુઓ ત્યાં તમે પૈસાને પ્રાધાન્ય આપ્યું છે. એક સામાન્ય ચીજ ખરીદવી હોય તે નાણાં વગર મળતી નથી અને તમારે ઉચ્ચ સ્થાનમાં જવું છે. જે તમારે મોક્ષનાં મોતી મેળવવાં હોય તે તમારી પાસે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ રૂપી નાણાંની અવશ્ય જરૂર છે.
આ પવિત્ર દિવસોમાં તપ કરવાનું મન થાય છે. આજે નાના બાળકોએ પણ ઉપવાસ કર્યા છે. જેને જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં દરેકે તપશ્ચર્યા કરવી જોઈએ. કારણ કે તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. “તાના નિર્જરા રાતપ દ્વારા મહાન પુરૂષે કર્મને ખપાવીને મોક્ષમાં ગયાં છે. ભગવાન મહાવીર સ્વામીએ કમને કાટ ઉખેડવા કેવી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી ! મેલા કપડાને સાફ કરવા માટે સાબુ અને પાણીની જરૂર છે. સેનાના દાગીના સાફ કરવા માટે તેજાબની જરૂર છે. મશીનરી સાફ કરવા પેટ્રોલની જરૂર છે. તેમ આત્માને વિશુદ્ધ બનાવવામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની જરૂર છે. શારીરિક દર્દ થયું હોય તે તમે ડૉકટર પાસે જાય છે. ડૉકટર બરાબર તપાસી નિદાન કરીને દવા આપે પણ જો તમે દવા જ નહીં પડે તે રોગ કયાંથી જવાનું છે? ઔષધિનું પાન કર્યા વિના શારીરિક રંગ જ નથી. તે આત્માને અનાદિ કાળથી આઠ કર્મોને રેગ લાગુ પડે છે. તે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ રૂપી ઔષધિનું સેવન કર્યા વિના ક્યાંથી જશે ! આઠ કર્મમાં ચાર ઘાતી કર્મ છે. અને ચાર અઘાતી કમ છે. તેમાં ઘાતી કર્મ ઉપર ઘા કરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ તીક્ષણ શસ્ત્રો છે. તે શસ્ત્રો લઈને કર્મો ઉપર આપણે વિજય મેળવવાને છે.
બીજા પ્રકારે ભગવંતે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી પંચશીલ ધર્મ બતાવે છે. તેમાં સૌથી પ્રથમ સ્થાન અહિંસાનું છે. આજે જ્યાં જોઈએ ત્યાં હિંસાનું સામ્રાજ્ય સ્થપાયું છે. આજની સરકાર પણ હિંસક શસ્ત્રોનું સર્જન કરવામાં