________________
૩૧૮
તમને કઈ પૂછે કે તમને જન્મનું દુઃખ થયું છે? તે તમે કહેશો કે ના, અમને જન્મ સમયે કંઈ જ દુઃખ થયું નથી. અને કદાચ થયું હોય તે અમને ખબર પણ નથી. જેમ દદી હોસ્પિટલમાં દાખલ થાય અને એને ઓપરેશન માટે ઓપરેશન થીયેટરમાં લઈ જઈને ટેબલ ઉપર સૂવાડવામાં આવે છે. પણ જ્યાં સુધી એને કલેરફેર્મ આદિ દવાઓથી બેભાન કરવામાં ન આવે ત્યાં સુધી તે શસ્ત્રો જોઈને ગભરાઈ જાય છે. પણ
જ્યાં કલેરફેર્મ સૂંઘાડયું, બેભાન થઈ ગયા, પછી એનું પેટ ચીરી નાંખવામાં આવે તો પણ એને ખબર પડતી નથી. જ્યાં સુધી કરેફર્મને કેફ છે ત્યાં સુધી એને પૂછવામાં આવે કે ભાઈ! તને કંઈ દર્દ થાય છે! તો કહેશે કે ના, મને કંઇજ દર્દ થતું નથી. મને ઓપરેશન કર્યું તેની પણ ખબર પડી નથી. જેમ કલેરફેર્મના નશાથી દર્દ હોવા છતાં દર્દીની ખબર પડતી નથી તેમ તમે પણ મેહ રૂપી કલોરોફોર્મ સંઘ છે તેથી સંસારના અપાર દુઃખની ખબર પડતી નથી. જન્મનું દુઃખ તે જરૂર થયું છે પણ અવ્યક્તપણથી આપણને જન્મનું દુઃખ સમજાતું નથી. જ્યાં સુધી જન્મનું દુઃખ દૂર થયું નથી ત્યાં સુધી તમારે માટે સંસારની સગડી ઉભી જ છે. જન્મ છે તે મરણ છે જ. જન્મ અને મરણ છે તો જરાનું દુઃખ પણ છે જ. જન્મનું દુઃખ અવ્યક્તપણથી જણાતું નથી, પણ જરા એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ જાણ્યા પછી જાગો છે ખરા?
તમને જગાડવા માટે કુદરતી રીતે પાંચ પ્રકારની ચેતવણી અપાય છે. પણ ભૌતિક પદાર્થની ભૂતાવળમાં ભૂત થઈને ભમતે માનવી જાગૃત થતો નથી. મેહના ઘેનથી નેબતને અવાજ એને સંભળાતો નથી.
પહેલી ચેતવણી કાળા મટીને ધેળાં થયાં. પહેલાના સમયમાં રાજા મહારાજાઓના માથામાં એક વાળ ધૂળ થાય ત્યાં રાજપાટ છોડીને આત્મસાધના કરવા તૈયાર થઈ જતા હતા, પણ મેડન યુગમાં માનવી ધેળાના કાળા બનાવવા કલપ આદિ દ્રને ઉપયોગ કરે છે અને ધેળાના કાળા બનાવે છે. અને તે માને છે કે હજુ તે કાળા જ છે. ધળા આવ્યા નથી. જેમ જેમ માનવ વૃદ્ધ થતું જાય છે તેમ તેમ લાલસા વધતી જાય છે અને પરને માનીને બેસી ગયું છે. એને હજુ ભવ બંધનના ફેરા ખટક્યા નથી. જેને એ બંધન બંધન રૂપે લાગે તે જરૂર તોડવાને પુરૂષાર્થ કરે છે. પણ જેને બંધન ખટકતું નથી એ તે નવા બંધને ઉભાં કરે છે.
એક ડોશીમાના દિકરાને ચોરી કરવાની આદત પડી હતી. ચેરી કરતાં તે એક વખત પકડાઈ ગયે, જેલમાં ગયે અને જેલમાં કાળી મજુરી કરવી પડી. જેમ ગાડે બળદ
ડે તેમ બળદની જેમ ગાડીઓ ખેંચી બાર મહિને જેલમાંથી છૂટે છે. ત્યારે પંદર દિવસ તે સરખો ચાલે પણ પછી પાછો હતે તે ને તે થઈ ગયે, એટલે ચેરી કરવા લાગ્યો. ત્યારે એની માતા કહે છે કે લાડિલા દિકરા ! જેલમાં કષ્ટો વેઠીને આવ્યું છે, એ દુખે