________________
૩૬૦
સુખે ખાઈને સંપથી કુટુંબ રહેતું હોય છે. પણ જયાં પૈસા વધ્યા ત્યાં રંગ-રાગ વધ્યા, અભિમાન વધ્યું, નાટક-સિનેમા વધ્યા, ફેશને અને વ્યસન વધ્યાં, કુસંપ વધે છે માટે જ જ્ઞાની કહે છે કે સંતોષી જ સાચે સુખી છે.
ન્યાય, નીતિ અને પ્રમાણિકપણાથી મેળવેલે પૈસે જ સુખ આપી શકે છે. જ્યાં અન્યાય, અનીતિ, અધર્મ અને અપ્રમાણિકતા હોય છે ત્યાં દુઃખને જ નિવાસ હોય છે. અનીતિને પૈસો માણસની બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. અનીતિથી મેળવેલા પૈસાથી ખરીદેલા અનાજના કણ નીતિવાન માણસના પેટમાં જાય છે તે મનમાં પણ અસ્થિરતા જન્માવે છે. દા. ત. પુણીયા શ્રાવકની પત્નીએ પાડેશને ઘેરથી આવેલી વાનગી પણીયા શ્રાવકના ભાણામાં પીરસી. એણે ખાધી પરિણામે પુણીયા શ્રાવકનું મન સામાયિકમાં સ્થિર રહી શકયું નહિ. આટલું થે અનાજ પેટમાં જાય છે તે પણ મનમાં અસ્થિરતા જન્માવે છે તે અન્યાય, અનીતિ અને કાળા બજારથી મેળવેલ લમીથી તે સુખ કેવી રીતે મળી શકે? જીવનમાં નિઃસ્વાર્થ પ્રેમ, વિનય, વિવેક, સંતેષ અને સંયમ વિના ભૌતિક સંપત્તિ સાચું સુખ કયાંથી આપી શકે ! એટલે જ આજે વિજ્ઞાને અનેક સુખ સગવડનાં સાધને આપેલાં હોવા છતાં માનવીના જીવનમાં સુખ જોવામાં આવતું નથી. તેનાં મન ઉપર ગમગીનતા દેખાતી હોય છે. બહારથી ભલે તે સુખી દેખાતો હોય પરંતુ અંદરમાં તે વેદના ભરી હોય છે.
આજના યુગમાં અસંતોષની માત્રા ધર્મના અવલંબનને અભાવે પણ વધી ગયેલ છે. લાખોપતિ, કરોડપતિ અને અબજોપતિ બને તે પણ તેથી તેને સંતેષ થવાને નથી. મોટો દેશ સમૃદ્ધ હોવા છતાં પણ તેમને એટલેથી સંતોષ નથી. અન્ય દેશમાં પિતાનું સ્થાન જમાવવા માટે અનેક જાતના પ્રયને તેઓ કરી રહ્યાં છે. આ રીતે વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય જીવનમાં સર્વ સ્થળે અસંતોષની માત્રા જોવામાં આવે છે. તેનું કારણ છે મનેનિગ્રહને અભાવ ધર્મમય જીવન વિના ઈચ્છાઓ પર, મન પર કાબૂ આવે શક્ય નથી.
મનને વાંદરાની ઉપમા આપવામાં આવી છે. વાંદરે વધુ ચંચળ ગણાય છે. પણ મન તે તેથી અનેકગણું ચંચળ છે. તેના ઉપર જે તમે કાબૂ નહિ મેળવે તે તે તમને
ક્યાં ઢસડી જશે ? તે કહી શકાય નહિ. તેને વશ કરવા માટે જ સંયમ અને સંતોષની જરૂર છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે –
सुवण्ण-रुप्पस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुध्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ।
ઉ. સૂ, અ-૯ ગાથા ૪૮