________________
હેય, જેમ કે શ્રાવકેએ અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. સાધુ-સાધ્વીઓએ બે વખત આવશ્યક (સૂત્ર) કરવું જ જોઈએ. સાધુને ત્રણ પછેડી રાખવી કલ્પે છે. સાધ્વીને ચાર પછેડી રાખવી કપે છે. કારણ કે સાધુ કરતાં સાધ્વીને શરીરની મર્યાદા વધુ સાચવવાની હોય છે. સાધુને શેષકાળમાં ૨૯ દિવસ અને સાધ્વીજીને શેષકાળમાં ૫૮ દિવસ રહેવું ક૯પે. માંદગી અથવા શરીરના કારણ સિવાય સાધુ-સાધ્વીને મર્યાદાથી વધુ સમય રહેવું કપે નહિ. પહેલાં રાષભદેવ ભગવાન અને ચરમ તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીન સંતને સ્થિતિકલ્પવાળા કહેવાય. વચ્ચેના બીજા તિર્થંકરથી માંડીને ત્રેવીસમાં તિર્થંકરના સાધુઓ અસ્થિતિ કલ્પવાળા છે. તેમને જ્યારે પાપ લાગે ત્યારે પ્રતિક્રમણ કરે. તેમને અમારી જેમ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું જ પડે તેમ નથી. એમને તે ચાર મહાગ્રત હોય છે. અને ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને પંચમહાવ્રતનું પાલન કરવાનું હોય છે, કારણ કે
पुरिमा उज्जुजडा उ, वक जडा उ पच्छिमा ।
મણિમાં ઝુપન્ના ૩, તેમાં ઉમે ટુ #g | ઉ. અ. ૨૩-૨૬ પહેલા રાષભદેવ પ્રભુના પરિવારના સાધુ પ્રકૃતિના જડ અને સરળ હતાં, તેમને એક વખત કહે તે સમજતાં ન હતાં, પણ પાછાં સરળ હતાં. એક વખત અષભદેવ પ્રભુના સંત ગૌચરી ગયા. ગૌચરી કરીને આવતાં વાર લાગી ત્યારે ગુરૂ પૂછે છે કે સંતે ! આજે આટલી વાર કેમ લાગી ! ત્યારે સંતે કહે છે રસ્તામાં નટ રમતાં હતાં તે જોવા ઉભા રહ્યાં. જેવું હતું તેવું કહી દીધું. ત્યારે ગુરૂએ કહ્યું ભાઈ! સંસાર છોડી સાધુ બન્યા, હવે નટ નાટક આપણાથી ન જોવાય. તરત જ ભૂલ કબૂલ કરી લીધી. બીજી વખત ગૌચરી ગયાં ત્યારે રસ્તામાં નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યાં. ફરીને ગુરૂએ પ્રશ્ન કર્યો કે આટલી વાર કેમ લાગી ! તે કહે છે ગુરૂદેવ ! નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યા હતાં, ત્યારે ગુરૂએ કહ્યું ભાઈ! નટની રમત ન જવાય તે એનાથી નટડીને નાચ જવાય ? ત્યારે કહે છે ગુરૂદેવ ! આપે તે નટની ના પાડી હતી પણ નટડીની ના પાડી ન હતી. આવી જડતા હતી પણ જડતાની સાથે સરળતા પણ હતી. તેથી કહે ગુરૂદેવ, હવે ભૂલ નહિ કરીએ.
વચલા બાવીસ તિર્થંકરના અંતે પ્રકૃતિના સરળ અને પ્રજ્ઞાવંત હતા. એટલે એમને કંઈ કહેવું પડતું નહોતું. જ્યારે ગ્રેવીસમા તિર્થંકરને સંતાને એવા આપણે તે વક અને જડ છીએ, ભગવાનની આજ્ઞાથી વિપરીત વર્તન કરનારા છીએ. પહેલા તિર્થ કરના પરિવારને ગુરૂએ કહ્યું કે ભાઈ ! આપણાથી નાટક ન લેવાય તે એમણે ભૂલ કબૂલ કરી લીધી, પણ અત્યારના શિષ્યો તે એમ જ કહી દે કે તમારે અમને પહેલેથી જ કહેવું હતું ને ? તમે અમને એવું કયાં કહ્યું હતું કે નટ-નટડીનું નાટક ન જેવાય! - આ કારણથી વીસમા તિર્થંકરના સાધુઓ વાંકા ને જડ કહેવાય છે.