________________
૩૭ ટાપટીપમાં માણસ પોતાની માણસાઈ સમજે છે. આને શું ન જમાને, નવી રેશની કે ઘોર અંધારું કહેવું ! જે વિદ્યા ભણ્યા પછી જીવનમાં વિનય – વિવેક આવે તે જ સાચું ભણતર છે.
રોજ લૂખું સૂકું ખાવાથી સુમનની માતા બિમાર પડી. કામ થતું નથી. શરીર થરથર ધ્રુજે છે. ચાલવાની શક્તિ નથી. પાસે પૈસે પણ નથી. એટલે બીજા ડોકટર મફત દવા આપે નહિ. એટલે પિતાને છોકરા ડોકટર છે એની પાસે જાઉં, એમ વિચાર કરી બાટલી લઈને માંડ એની મા સુમનના દવાખાને પહોંચી. ડેકટર સમજી ગયે કે મા આવી છે એની ફરજ હતી કે માને જલદી તપાસી લઉં અને દવા આપી દઉં. એ ભણેલો ન હતો, ભાન ભૂલેલે હતો. એને આ વિવેક ક્યાંથી જાગે? બિચારી માતા દદીઓની બાજુમાં બેસી ગઈ. કમસર દદીઓને તપાસતાં માતાને વારો આવ્યું. માતાને તપાસી દવાની બાટલી ભરી આપી. બીજાને જેમ બીલ આપતે તેમ માતાને પણ બીલ આપ્યું. ત્યારે માતાને થયું કે દિકરે મને ભૂલી ગય લાગે છે. ધીમેથી કહે છે બેટા, હું બીજી કોઈ નથી પણ તારી મા છું. દિકરે ક્યાં નહતે જાણત? એણે જાણી જોઈને બીલ માંગ્યું હતું. ગમે તે હે, મને દવાના પૈસા આપી દે.
સુમનની માતા વિચારના ચક્કરમાં પડી ગઈ. દિકરાએ દવાનું બીલ માંગ્યું, ત્યાં એનું હૈયું ખળભળી ઉઠયું. માતાએ કહ્યું ડૉકટર ! ઘેર જઈને દવાનું બીલ મોકલી આપું છું, એમ કહીને ચાલતી થઈ. માતા ઘેર જઈ પછેડે ઓઢી છૂટી પિકે રડી. હૈયું હળવું કરી એક લાંબા કાગળ ઉપર એણે બીલ તૈયાર કર્યું. એમાં નીચે પ્રમાણે લખ્યું. હે મારા વહાલસોયા પુત્ર !
તને નવ માસ ગર્ભમાં રાખે તેને રૂ. ૧૦,૦૦૦) તથા અનેક કષ્ટ સહન કરી તેને જન્મ આપે તેના રૂ. ૧૦,૦૦૦), તને નાનેથી મેટે કર્યો, ન્હવડાવ્ય, ધવડા, દૂધપાન કરાવ્યું, મજુરી કરી, દળણું દળી તને ભણાવ્યો તેના રૂ. ૧૦,૦૦૦) તારી દવાના પૈસા કાપી મારું બીલ જલદી મોકલી આપજે.
લી. તારી રાંકડી મા.
આટલું લખી બીલ સુમન ડેકટરને મોકલી આપ્યું. ૉકટરનું દિલ દ્રવી ઉઠયુંઆ બીલ વાંચતા જ સુમનનું દિલ કંપી ઉઠયું. આંખમાં આંસુ આવી ગયા. અકે અધમ! કે પાપી ! જે માતાને મારા ઉપર અનંત ઉપકાર છે, એની પાસે દવાના પૈસા માંગતાં પણ મને લજજા ન આવી ! ધિક્કાર છે મને ! મારી કેળવણી ધૂળમાં મળી. મારા જેવા કુલાંગાર પુત્રો ખરેખર આ દુનિયામાં ભારભૂત છે. પત્નીને નચાવ્ય નાચે. જે માતાએ પારાવાર મહેનત-મજૂરી કરી
શા. ૪૩.