________________
દેતી નથી. ક્યારની શું કટ કટ કરે છે? ભિખારણ કરગરે છે ત્યારે ફેકટરની પત્ની એને એ જોરથી ધક્કો મારે છે કે બિચારી પડી જાય છે. એનું માથું ફૂટી જાય છે.
બંધુઓ! આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસ છે. આ દિવસોમાં તમારા દિલ કરૂ ણાથી છલકાઈ જવા જોઈએ. મુસલમાનો ગમે તેવા પાપી હશે પણ એ રમઝાન માસમાં પાપ નહિ કરે. જહું નહિ બેલે, ખ્રિસ્તી લેકે નાતાલમાં પાપ નહિ કરે. વૈષ્ણવે શ્રાવણ માસમાં ધર્મકરણી વિશેષ પ્રમાણમાં કરે છે. મુસ્લીમને મન રમઝાન, ખ્રિસ્તીને મન નાતાલ, અને વૈષ્ણવોને શ્રાવણ માસ એ ધર્મના ધારી દિવસ છે. તેમ જેનેને મન પર્યુષણ પર્વ એ ધર્મના ધારી દિવસ છે. લોકોમાં એવી પ્રતીતિ છે કે જેના પયુંષણું એટલે એ દિવસમાં જૈને તરફથી કોઈને ત્રાસ ઉપજે નહિ. પર્યુષણમાં એની પાસે જઈએ તે આપણે ગુન્હો પણ માફ થઈ જશે. થોડું કરજ હશે તો પણ માફ કરી દેશે.
તમે તમારી આ છાપને લૂછશો નહિ. આ વર્ષે મેઘરાજા ખૂબ વરસી ગયા છે. વરસાદ જે ચેમાસામાં વરસે તે જ તેની કિંમત છે. ચોમાસા પછી વરસે તે માવઠું કહેવાય. એની બહુ કિંમત નહિ. તેમ તમારી જૈનત્વની અત્યારે જ કિંમત છે. વધુ નહિ તે આઠ દિવસ તમારે આંગણે આવેલા ભિખારીને તિરસ્કાર ન કરે એટલું તે જરૂર કરજો.
માતાજીને મીઠો ઠપકો:–ડેકટરની પત્નીએ ભિખારણ બાઈને ધક્કો માર્યો વૃદ્ધ માતાજીથી સહન ન થયું. એટલે કહે છે બેટા અરૂણા! તમને તમારા માતા-પિતાએ લાંબે હાથ કરીને આપવાનું પણ શીખવાડ્યું છે કે નહિ! તમારે પુણદય છે. એ બિચારી એના કર્મોદયે ગરીબ બની છે. એટલે માંગવા આવી છે. તમે શા માટે એને તિરસ્કાર કરે છે ! બસ માજીના આટલા શબ્દોએ દાટ વાળ્ય. વહુ ગોદડું ઓઢીને પલંગમાં પિઢી ગયા. ડોકટર ઘરે જમવા આવ્યું. પત્નીને પલંગમાં સૂતેલી જોઈ પૂછે છે કેમ! તમને આજે શું થયું છે? ડોકટરને મન એની પત્ની એ જ પરમેશ્વર હતી. પત્ની આગની જવાળાની જેમ ભભૂકી ઉઠી. અને બોલી. બસ, હવે તે એમ જ થાય છે કે જાણે ઘાસલેટ છાંટીને બળી મરું ! મારા જીવનને અંત લાવી દઉં! સુમન કહે છે. પણ છે શું? બસ તમારી મા ત્યાં હું નહિ. કાં... હું ત્યાં તમારી મા નહિ. રેજ તમારી મા મને કેટલું દુઃખ દે છે! હું તમને કહેતી નથી. આજે તે તમારી મા મારા મા-બાપ સુધી પહોંચી ગઈ. મારે હવે જીવવું નથી. દેવ, દેવી નચાવે તેમ નાચતો હતે. એની આંખમાં આંસુ જોઈ ડોકટરનું હૈયું પીગળી ગયું. પણ એને ખબર ન હતી કે સ્ત્રીઓનાં ચરિત્ર કેવાં હોય છે. માતાને કઈ દિવસ પૂછયું હોત તે ખબર પડત. પણ એ ભણેલા ગણેલા ડોકટરને માતાનું મુખ જોવાની પણ કયાં કુરસદ હતી !