________________
૩ર૯ પહેલાં ન અપાયાં હોય તેટલા પ્રમાણમાં દાતાઓ આજે દાન આપી રહેલ છે તે કેમ કહી શકાય કે આજના યુગે ધર્મના પાયા ઉપર પ્રગતિ નથી કરી ! આ પ્રશ્નને જવાબ એ છે કે આજના યુગે ઉપરની બાબતમાં પ્રગતિ કરી છે, એ ખરું, પરંતુ તે પ્રગતિમાં ધર્મ રહેલું નથી. પણ ધર્મને આભાસ માત્ર રહે છે. આજના યુગે ધર્મને અને ધર્મસ્થાનકને કેદખાના રૂપ ગણ્યા છે. તેથી જીવનમાં ધર્મને બદલે અસત્ય, અનીતિ, અપ્રમાણિક્તા વિગેરે જોવામાં આવે છે. આ કારણે આજના યુગમાં અનેક જાતની ભૌતિક સુખ સગવડો હોવા છતાં કોઈના જીવનમાં વાસ્તવિક સુખ જોવામાં આવતું નથી. તમને સમજાય છે કે ધર્મ વિના કેઈ સુખ મળવાનું નથી!
આજે દરેક દેશ વિશ્વશાંતિની વાત કરે છે. પરંતુ પિતાની આંતરિક નીતિ તે બીજા દેશમાં પિતાનું સ્થાન જમાવવાની જ છે. વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ માનવીને ભય પણ વધતું જાય છે. અણુબની શેાધે દરેકને ભયભીત કરી દીધાં છે. આ રીતે વિજ્ઞાન એ ધર્મનું એક અંગ બનવાને બદલે વિનાશક અંગ બનતું જાય છે. અને તે જ કારણે તેનાથી સુખ મળ્યું છે તેના કરતાં દુઃખ વિશેષ પ્રમાણમાં વધતું જાય છે.
બંધુઓ ! આજે માણસેને પરસ્પરને વ્યવહાર પણ અધર્મમય દેખાય છે. એકબીજાની વાત ઉપર કેઈને ભરોસો હેતું નથી. બે સગા ભાઈઓને પણ એક બીજા ઉપર આ જમાનામાં વિશ્વાસ નથી તે બીજાની તે વાત જ ક્યાં કરવી ! ધંધાની પ્રવૃત્તિમાં પણ ધર્મ અધર્મની વાત ભૂલાઈ ગઈ છે. આજના યુગનું સૂત્ર છે કે જેમાં પૈસા વધુ મળતા હોય તે ધંધે કરે” પછી ભલેને તે ધંધે ગમે તેટલે હિંસક અને અનીતિમય કેમ ન હોય !
ધર્મને બાજુમાં મૂકી દીધું છે એનું પરિણામ એ આવ્યું છે કે વાસ્તવિક સુખ પણ બાજુમાં મૂકાઈ ગયું છે. ભલે તે રાષ્ટ્રપતિ હય, કોઠાધિપતિ હય, અમલદાર હોય કે મેટો પદવીધારી હોય પણ ધર્મમય જીવન નહીં હોવાથી તેઓ સાચું સુખ અનુભવી શકતા નથી. એક વાત છે. સુખ સગવડના સાધનને તમે સુખ કહેતા હે તે તેવું સુખ તે અવશ્ય મેળવી શકે છે. પણ સુખને અર્થ મનની શાંતિ, પરસ્પર પ્રેમ અને આત્મિક સુખ કરતા હે તો તેવું સુખ જીવનની દરેક પ્રવૃત્તિનું ચણતર ધર્મરૂપી પાયા પર કર્યા વિના મળવું શક્ય નથી. બીજી રીતે કહીએ તે ધર્મ કહે છે કે તમે બીજાને સુખ આપશે તે જ તમે સુખ પ્રાપ્ત કરી શકશે. માટે તમે સુખ ઇચ્છતા છે તે બીજાને સુખ ઉપજે તેવી પ્રવૃત્તિ કરે, તે સિવાય લક્ષમી વડે, સુખ સગવડનાં સાધન વડે “સુખ મેળવવાનો પ્રયત્ન કરે તે ઝાંઝવાના નીર સમાન વ્યર્થ છે. પરદેશમાં જઈને લાખો રૂપિયાની કમાણી કરનાર પણ સુખે ઉંઘી શકતા નથી. પૈસાથી સુખ સગવડના સાધનો વસાવી શકાય, ખાઈ પીને મોજ કરી શકાય, પણ આત્માને આનંદ લૂંટાઈ જાય છે. અશાંતિ ઉભી થાય છે. પૈસાના અભાવમાં માણસ સાદાઈથી રહેતા હોય છે.
શા. ૪૨