________________
તું ભૂલી ગયે કે પાછે હજુ ચોરી કરતે ફરે છે? ત્યારે દિકરો કહે છે માતા! મને જેલમાં જવું ગમતું નથી પણ ચેરી કરવાની આદત પડી છે તે છેડવી ગમતી નથી. તેમ ભગવંત રૂપી આપણે માતા કહે છે કે મારા લાડીલા સુપુત્ર ! શું તમને આ સંસારની જેલ નથી સાલતી કે હજુ ઈદ્રિય જન્ય વિષય સુખમાં ડૂખ્યા છે ? ત્યારે વીરના સંતાનો બેલે છે કે અમારે તો સંસારના સુખો પણ જોઈએ છે અને મુક્તિના મેવા પણ જોઈએ છે. તે બંધુઓ, મેંમાં પાણીને કોગળો ભરી રાખે છે અને કાકા પણ બલવું છે, એ કેમ બને? કાકા બોલવું હોય તે કોગળા કાઢી નાંખવું પડશે. તેમ જ બંધનમાંથી મુક્તિ જોઈતી હોય તે ભેગ-વિષયેનો ત્યાગ કરવો પડશે.
વિચાર કરો. જ્યાં જન્મ લીધો ત્યાં મૃત્યુનું સટીફીકેટ લઈને આવ્યાં છે. અમર થવાના નથી. આયુષ્યની દોરી તૂટી પછી જીવવાના ખરા? તમને રોકવા કોઈ સમર્થ બની શકશે નહીં છતાં પણ તમે કેમ ચેતતા નથી! વીતરાગની વાણી તમારા અંતરમાં કેમ ઉતરતી નથી? જેમ મગને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા. સવાર પડતાં તપેલીમાં મૂકી નીચે અગ્નિ સળગાવી બાફયા અને થાળીમાં લઈને જમવા બેઠા ત્યારે પેલે કરડું મગ દાંત નીચે આવીને અવાજ કરીને કહે છે કે દે! મને પાણીમાં પલાળે, મને બાફી નાંખ્યો તે પણ હું તે બંદો એ ને એ જ છું.
પુષ્કરાવને મુશળધાર વરસાદ વરસે તે પણ મળશેલી પથ્થર તે કરે ને કોરે જ રહી જાય છે. તેમ અજ્ઞાની છ પુષ્પરાવર્તના મૂશળધાર વરસાદની જેમ પ્રભુની વાણી એકધારી વરસે છે પણ કોરે ને કોરે જ રહી જાય છે. પણ જેનું હૃદય કેમળ હોય છે તે આત્મા જલ્દી પલળી જાય છે.
પાષાણુ જેવા હૃદયને પીગળાવવાના આ પવિત્ર દિવસ છે. જેને એમ લાગ્યું છે કે આ પવિત્ર દિવસોમાં કંઈક કરવા જેવું છે, તેઓ તે આરાધનામાં જોડાઈ ગયા છે. અમારું સતી મંડળ પણ તપશ્ચર્યાના તેજથી ઝળકી ઉઠયું છે. દરેકને શાતા રહેશે તે આગળ વધવાના ભાવ છે. માણસ બધું કરી શકે છે પણ તપ સાથે બાથ બીડી શકતો નથી. તમે ધારે તે જાવજીવ બ્રહ્મચર્યનાં પ્રત્યાખ્યાન લઈ શકો. પણ કેઈએમ વિચાર કરે કે મારે જાવજીવ સુધી ઉપવાસ કરવા છે તો એ નહિ કરી શકે. તપ કરે સહેલ નથી. પૂર્વે અંતરાય તેડી હોય તે જ કરી શકે છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ છે. તેમાં પણું પર્યુષણ પર્વના દિવસમાં તપની ભરતી આવે છે.
વીર વાણીને ચમત્કારઃ શાસ્ત્રોમાં મહાન પુરૂષના તપનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વાંચતાં આપણું કાળજું કંપી જાય છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી રામાનુગ્રામ વિચરતાં વિચરતાં કાકદી નગરીમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળવા માટે જિતશત્રુ રાજા જાય છે. જ્યાં રાજા જાય ત્યાં પ્રજાની તે વાત જ શી પૂછવી !