________________
ઉરેદ એને મારી નાખું. તકની રાહ જોઈ રજપૂત લપાઈને બેઠે છે. અને શું બોલે છે તે સાંભળે છે.
બધા માણસને ઉપદેશ આપત આપતે સંન્યાસી વચમાં બેલે છે કે “અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચલી કે જુત્ત કે માર” આ સાંભળી રજપૂતના કાન ચમક્યાં. અત્યારે તે કઈ સ્ત્રી નથી. છતાં આ સંન્યાસી આમ કેમ બેલે છે ! થેડી વાર થઈ અને બધા ભક્તો ઉઠીને ચાલ્યાં ગયા તે પણ સંન્યાસી એ પ્રમાણે બેલવા લાગે. ત્યારે રજપૂતને થયું કે આ સંન્યાસી આમ બેલ્યા જ કરે છે માટે નક્કી આમાં કંઈક રહસ્ય છે, નહિતર વારંવાર આમ બેલે નહિ. મારે એકદમ સાહસ કરી અકાર્ય કરવું યે ગ્ય નથી. રજપૂત એકદમ સંન્યાસી પાસે આવી ચરણમાં નમીને પૂછે છે બાપજી! આપ આગલી ને સારી કહો છે, પાછલીને સારી કહે છે અને વચલીને ખરાબ કહે છે એનું રહસ્ય શું છે? આપ કૃપા કરીને મને સમજાવે.
સંન્યાસી કહે છે ભાઈ! આ ઉત્તમ માનવભવ મેળવ્યા પછી સાર્થક કરવાને છે. છાશમાંથી માખણની જેમ તત્વમાંથી સાર કાઢતાં શીખવું જોઈએ. ભાઈ! પહેલી બાલ્યાવસ્થા છે તે નિર્દોષ હોય છે. બાલ્યાવસ્થામાં બાળકને દુનિયાનું ભાન હેતું નથી. કેઈને પ્રત્યે વેર-ઝેર હેતાં નથી. બાલ્યકાળમાં કોઈ જાતને બેજે કે ચિંતા હોતી નથી એટલે આનંદથી રહેવાનું. તેથી તે સારી છે. પાછલી સારી કહેવાનું કારણ ઈન્દ્રિયેના ઘેડા શિથિલ થઈ જવાથી ઈછા થવા છતાં પાપ કરી શકતું નથી. ઈન્દ્રિયેનું પિષણ કરી શકાતું નથી. માટે આગલી-પાછલી અવસ્થાઓમાં પાપ અતિ અલ્પ થાય છે. તે દૃષ્ટિથી મેં સારી કહી છે.
યુવાની ઉફાન છે, આંધળી છે, નિરંકુશ છે જે યુવાની દિવાની છે તે એક દિન જવાની છે. હવા ભરેલા દડા જેવી છે. દડામાં વધુ હવા ભરવામાં આવે તે ફાટી જાય તેમ શક્તિ અને મદ આવતાં યુવાની દિવાની બને છે. વધુ પાપ યુવાનીમાં જ થાય છે. ઈન્દ્રિયેના ઘડા બેકાબૂ હોય છે તેથી પાપ કરવા જલ્દી પ્રેરાય છે. જે તેને જુત્તા મારીને વશ કરવામાં ન આવે તે તે ઘડા આત્માને દુર્ગતિના ખાડામાં ફેંકી દે છે. માટે વચલીને તપ અને સંયમથી બંધનમાં રાખવાની છે. જુવાની જ એવી જાજરમાન છે કે
જ્યાં ધર્મ પણ કરી શકાય અને કર્મ પણ કરી શકાય. જે અવસ્થા રાગના દિવસની છે તે જ અવસ્થા તપ-ત્યાગની આરાધનાના દિવસોની છે. માટે યુવાનીમાં જાગૃત બની આત્માનું સાધી લે.
સંન્યાસીની વાત સાંભળી રજપૂત કહે છે, હે ગીરાજ આપની વાણીમાં તે ગુઢ રહસ્ય સમાયેલું છે. જે આને ખુલાસો ન થયે હેત તે આ તલવાર દ્વારા મેં આપના દેહને નાશ કર્યો હેત. આ તલવાર આપના રૂધિરથી રક્તવણું બની ગઈ હતી અને વગર વિચાર્યું કામ કરનારની જેમ મારે પણ પસ્તાવાને વખત આવત. મને