________________
ઉત્કૃષ્ટ ભાવથી માયાથી દાન દેનારી નાગેશ્રી નરકમાં ગઈ. એને માટે એક કહેવત છે કે “માનમાં મંડાણી, દાનમાં દંડાણી અને જગતમાં ભંડાણી.”
બંધુએ ! તમે આ વાતને ખૂબ ધ્યાનપૂર્વક સમજજો. ધર્મક્રિયાઓ કરવા છતાં પણ અધોગતિ ન થાય, આત્મકલ્યાણ ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખજે. સર્વ જીવને તમારા આત્મા સમાન ગણજો. તમારું સુખ ચાહતા પહેલાં બીજા જીનું સુખ ઈચ્છો. અનુકંપા એ સમકિતનું લક્ષણ છે. જૈનના દિકરાના હૈયામાં કરૂણ હેવી જ જોઈએ.
જૈન કુળમાં જન્મ લેવાથી તમારું કલ્યાણ નહિ થાય. પણ જિનના વચનને અનુસરશે તે જ તમે સાચા જૈન છે. બાકી તે જન છે. બંધુઓ ! નાગેશ્રીએ માનને ખાતર જે કર્મ બાંધ્યું છે તે એવું ભયંકર બાંધ્યું છે કે તેને નરકની શૈ રૌ વેદના જોગવવા જવું પડયું. જીવ ઘણીવાર હસતાં હસતાં કર્મ બાંધે છે અને તેને જોતાં રેતાં ભોગવવાં પડે છે. એક વાર બાંધેલું કર્મ વિપાકમાં ઓછામાં ઓછું દસગણું થાય છે. અને તીવ્ર પરિણામથી બાંધેલું હોય તે કેટકેટી ગણું થાય છે. માટે તીવ્ર પરિણામથી જીવે કર્મો નહિ બાંધવા જોઈએ. બંધકાળ કરતાં કર્મને ઉદયકાળ ભયંકર હોય છે. અને બાંધેલા અમુક નિકાચિત કર્મ તે જીવને ભેગવવા જ પડે છે. માટે કર્મોના વિપાકને વિચાર કરીને પણ નવાં કર્મ બાંધતાં અટકી જવું જોઈએ.
બંધુઓ ! બાંધેલા કર્મ તરત ઉદયમાં આવી જાય છે તે એકાંતે નિયમ નથી. દરેક કર્મોને અબાધાકાળ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે. મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટા કેટી સાગરોપમની છે. તે તેને અબાધાકાળ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષને સમજવાને છે. જ્ઞાનાવરણીય વગેરે અમુક કર્મોની સ્થિતિ ત્રીસ કોડા ક્રોડી સાગરોપમની છે. ને તે કમેને અબાધાકાળ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષને છે. તેમ જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તને છે. એટલે કે તેટલે અબાધાકાળ પસાર થયા પછી તે તે કર્મો ઉદયમાં આવે છે. ઝાડ વાવે ને તરત ફળ મળી જાય તેમ બનતું નથી પણ કાળે કરીને ફળ આવે છે તેમ કમ પણ કાળે કરીને ઉદયમાં આવે છે. કર્મ બાંધ્યા પછી ઉદયમાં ન આવે ત્યાં સુધી વચ્ચે જે કાળ તે અબાધાકાળ છે. સાતમી નરકનું કોઈ જીવે અત્યારે આયુષ્ય બાંધ્યું હોય તે તેને અત્યારે અહીં નરકનું દુઃખ ભોગવવું ન પડે. તે કમ ઉદયમાં આવે ત્યારે જ ભેગવવું પડે છે.
બંધુઓ ! નાગેશ્રી બ્રાહ્મણએ ધમ રૂચી અણગારને માનને ખાતર માયા સહિત છવઘાતક એવી કડવી તુંબડીને આહાર વહોરાવ્યું તે તેને નરકના ભયંકર દુઃખે વેઠવા જવું પડયું. માટે કરેલાં કર્મ તે જીવને અવશ્ય જોગવવા જ પડે છે. આ પર્યુષણ પર્વ કર્મ તેડવાના પવિત્ર દિવસે છે, માટે આ મંગલકારી દિવસમાં જેટલી બને તેટલી