________________
- નાગેશ્રી પાસે હદયની મીઠાશ ન હતી. એની જીભમાં મીઠાશ હતી. એણે સંતને સંત રૂપે પીછાણ્યાં નહિ એણે માન્યું કે ઠીક થયું. આ અણુતેડે ઉકરડો આવી ગયે. એણે આવા પવિત્ર મુનિને ઉકરડા રૂપે જોયા. નાગેશ્રીના હદયમાં રહેલી કપટ ભાવનને સરળ પ્રકૃતિવાળા મુનિ પીછાણી શકયા નહિ. મુખ્ય વાત એ હતી કે નાગેશ્રી ભૂલ કરીને પિતાની ભૂલને છૂપાવવા માંગતી હતી. એની ભૂલ બહાર બતાવવા માંગતી ન હતી. તે દિવસે એના ઘેર એના દિયરે દેરાણીઓ જમવા આવવાનાં હતાં એટલે તેણે તેલ મસાલાથી ભરપૂર તુંબડીનું શાક બનાવ્યું હતું. પણ એ તુંબડી કડવી હતી તે એને પછી ખબર પડી. હવે એ શાક નાંખી દેવું પડ્યું એમ કઈ જાણી જાય તે એની દેરાણીઓ મજાક કરે. એ એને ગમતું ન હતું. અને ફેંકી દેવું પણ ગમતું ન હતું. એટલે એણે એ જ વિચાર કર્યો કે આ મુનિ તો ગમે તેમ થશે તે કોઈને કહેવા જવાના નથી. ઉકરડામાં કઈ વિષ્ટા નાંખે કે સુગંધી પદાર્થો નાંખે, હીરાકણીઓ નાંખે કે કાચના ટુકડા નાંખે તે પણ તે પચાવી લે છે. એ કઈને કંઈ જ કહેતા નથી.
પુરી રમે મુળી વેજ્ઞા” મુનિ પણ પૃથ્વીની જેમ સહનશીલ હોય છે. તે તે પણ કોઈને કંઈ કહેશે નહિ.
પિતાની ભૂલ છૂપાવવા ખાતર એણે એટલે વિચાર ન કર્યો કે આ પવિત્ર મુનિનું શું થશે? એણે એ ન વિચાર્યું કે આપણાથી જે શાક ન ખવાય તે તપસ્વી મુનિને કેમ અપાય! એ તે એમ જ માનીને બેઠી કે હાલી ચાલીને આંગણે આવ્યા અને મેં આપ્યું તેમાં દોષ શાને? મારો બગાડ થતો અટકી ગયે? અને બીજું મારી ભૂલ થઈ છે એ વાતની કોઈને જાણ નહિ થાય. એવી ભાવનાપૂર્વક કડવી તુંબડીનું શાક મહામુનિને આપ્યું. બંધુઓ ! જીવ માનને ખાતર કેવું અઘોર પાપ કરી બેસે છે ! માન એ મીઠું ઝેર છે. તમે કદી આવી ભૂલ ન કરશે.
મુનિરાજને તે નિયમ હતું કે પાત્રમાં જે મળે તેનાથી મારે પારણું કરવું. એક પાત્રમાં ભિક્ષા મળી ગઈ. તે લઈને ધર્મરૂચી અણગાર ગુરૂની પાસે આવે છે. ગુરૂ ખૂબ જ જ્ઞાની અને ગંભીર છે. આહાર તરફ દૃષ્ટિ પડતાં જ સમજી ગયાં અને બેલી ઉઠયા; સાધક ! આ આહાર વાપરવા લાયક નથી. જો તમે આરોગશો તે તમારે વિનાશ થશે. માટે જ્યાં નિર્જીવ ભૂમિ હોય અને જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ત્યાં જઈને આ આહાર તમે પરડવી આવ. આ જગ્યાએ જે તમે હો તે શું થાય? એક વહુને અઠ્ઠાઈનું પારણું છે એને જે સાસુ કંઈ કામ ચીધે તે એમ થઈ જાય કે સાસુજી બીજી વહને કામ બતાવતા નથી અને મારે અઠ્ઠાઇનું પારણું છે, છતાં મને જ કામ ચીધે છે. પણ જે વિનયવાન હોય તો એમ જ વિચાર કરે કે મારે કેટલા સદ્ભાગ્ય છે કે મને મારા સાસુ કામ બતાવે છે. વિનયવાન ધર્મરૂચી અણગાર ગુરૂઆજ્ઞાને તહત કરીને ગામ છોડી