________________
{ ૩૦૩
આઠ છે અને પર્યુષણ પર્વના દિવસે પણ આઠ છે. આત્માને કર્મથી મુક્ત કરવા તરફ તમે વેગ ઉપાડો. જૂઠલ શ્રીવક ચિતામાં જલી ગયા પણ સમતાભાવ ગુમાવ્યા નહિ આપણે માટે પણ તારૂપી ભઠ્ઠીમાં આપણુ આત્માને તપાવી શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાને આ સોનેરી સમય છે. જે દિવસની આપણે એક મહિનાથી રાહ જોઈએ છીએ તે દિવસ તે કાલે આવી જશે. જે પર્યુષણ પર્વમાં નહિ જાગો તે તમારે અમૂલ્ય અવસર ચાલે જશે. પયુંષણ તે આવીને જશે અને તમે હતા તેવા ને તેવા જ રહી જશે. એ આઠ દિવસમાં પણ છેલ્લે સંવત્સરીને દિવસ ખૂબ મહત્વનું છે. આગળના સાત દિવસમાં આત્મામાં રહેલા રાગ-દ્વેષ-ઈર્ષા–માનમાયા આદિ દુર્ગણોને દૂર કરવાનાં છે. જેમ દિવાળી આવે છે ત્યારે બહેને ઘરના ખૂણે ખૂણેથી બાવા ને જાળા વાળી ઝૂડીને સાફ કરે છે. આંગણામાં સુંદર રંગોળી પૂરે છે. તેમ સંવત્સરી પર્વ એ પણ આત્માની દિવાળી છે. અંતરના ઉંડાણમાં રહેલાં ક્રોધાદિ કષાયના બાવા ને જાળા સાફ કરીને તપ-ત્યાગના રંગે વડે આત્માને રંગવાને છે. તપ રૂપી અગ્નિ વડે કર્મરૂપી ઇંધનેને બાળવાના છે. માટે આવતી કાલે તપશ્ચર્યામાં જોડાવા બરાબર તૈયાર થજે. કાલથી પર્વાધિરાજ થરૂ થાય છે. વધુ વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.......૪૨
અઠ્ઠાઈ ધર
શ્રાવણ વદ ૧૩ને શનિવાર તા. ૨૯-૮-૭૦
અનંત જ્ઞાની, અનંત દર્શની, સર્વ જીવેને શાંતિનો માર્ગ બતાવનાર, શાસ્ત્રકાર ભગવંતે જગતના જીવેને માટે સિંદ્ધાંત રૂ૫ વાણીની પ્રરૂપણ કરી. એ વાણીને જે જીવે અંતરમાં ઉતારે છે તે ભવ સાગરને તરી જાય છે.
જે દિવસની આપણે ઘણું દિવસથી રાહ જોતા હતાં, જેના માટે અત્યંત ઉત્સુકતા રાખતા હતા, જેને યાદ કરતાં તમારું દિલ હર્ષથી નાચી ઉઠતું હતું તે પવિત્ર મંગલકારી પર્યુષણ પર્વને આજે પહેલે દિવસ છે. આજના દિવસને આપણે અઠ્ઠાઈ ધર તરીકે ઓળખીએ છીએ. ધર પાંચ છે. મહિનાનું ધર, પંદરનું ધર, અઠ્ઠાઈ ધર, કલ્પધર અને તેલાધર. એક મહિના અગાઉથી સંવત્સરી પર્વની ચેતવણી આપવા માટે મહિનાનું