________________
કરૂણદેવીને સખ્ત ફરમાન થઈ ગયું. રાજાની રાણી જેણે કોઈ દિવસ કામ કર્યું નથી એ મજુરી કેવી કરી શકે? હવે એને ખ્યાલ આવ્યો કે મેં સત્તાના મદમાં આવીને ગરીબોના દુઃખેની દરકાર ન કરી. પણ દુઃખ કેમ વેઠાય છે? એની મને હવે ખબર પડી. રાણીજીને ત્રણ દિવસમાં કામ કરવાથી હાથે ચાંદા પડી ગયા. આંખમાંથી બેર બેર જેવડા આંસુ સરી પડે છે. ખરેખર ! કરૂણદેવી તે કરૂણાને પાત્ર બની ગઈ. ગામના લકોને પણ રાણીની ખૂબ દયા આવી. ગામમાં હાહાકાર મચી ગયે. ગામના મુખ્ય માણસો રાજા સાહેબને કહે છે બાપુ! રાણીજી તે મરણતુલ્ય બની ગયાં છે. આપ હવે માફ કરે. રાજા ના પાડે છે. ગુન્હાની શિક્ષા બાબર ભે ગવવી જોઈએ. છેવટે ઝુંપડાવાળા બધા જ માણસો રાજા પાસે આવીને કહે છે બાપુ! આપ હવે માફ કરે અને રાણી સાહેબને બોલાવી લે. આપે ન્યાય કર્યો છે જેથી અમારા ઝુંપડાં બની ચૂકયા છે. પણ કોશલ નરેશ ના પાડે છે. છેવટે ઝૂંપડાવાળા લકે સત્યાગ્રહ કરીને બેસી જાય છે. આપ રાણીસાહેબના ગુન્હાને માફ નહિ કરે, ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહિ. છેવટે રાજા કરૂણદેવીને બોલાવે છે. ફરીને આવી ભૂલ નહીં કરવા માટે કબૂલ કરાવે છે. હવે કરૂણદેવીને દુખીના દુઃખને ખ્યાલ આવ્યો. અને સાચી કરૂણદેવી બની ગઈ. રાજા ગરીબોને ઝૂંપડા બનાવી આપે છે.
બંધુઓ ! કહેવાનો આશય એ છે કે સત્તાના મદમાં આવીને કોઇના હિતાહિતને વિચાર કરતા નથી, પણ જ્યારે દુખ ભેગવવા પડે છે ત્યારે જ ખબર પડે છે. કમ કેઈને છોડતું નથી.
વ્યાખ્યાન નં. ૪૩
પર્યુષણ પર્વ – ૨ શ્રાવણ વદ ૧૪ ને રવિવાર તા. ૩૦-૮-૭૦
આજે પાવનકારી પર્યુષણ પર્વનો બીજો દિવસ છે. આત્મામાં જે પરભાવની ખરાબીઓ અને અનિષ્ટો ભરેલાં છે તેને વિસર્જન કરવા માટે આ પર્યુષણ પર્વ પવિત્ર પ્રેરણું લઈને આવ્યું છે.
બંધુઓ ! આ પાવનકારી પર્વ આપણને આત્મજાગૃતિને સંદેશ આપવા માટે