________________
૩છે
ગરીબ માણસે પિતાના સ્થાને આવ્યાં. પિતાનાં આશ્રયસ્થાન સમાન–પ્રાણસમા ઝૂંપડાં જલી ગયાં છે. ગરીબને મન એની ઝૂંપડી એ મહેલ છે. એના સામાન સહિત ઝૂંપડાં બળી ગયા તેથી તેમને કેવું દુઃખ લાગે? આ નિરાધાર બેઠેલા બધા જ માણસે કરૂણ વિલાપ કરે છે. હવે શું કરવું? આપણાં ઝૂંપડાં કોણે જલાવ્યાં? કઈ ડાહ્યો માણસ એમને કહે છે ભાઈ! એ તે રાજાની રાણીને ઠંડી લાગી. એ ઠંડી ઉડાડવા તમારા . ઝૂંપડાં જલાવી દીધા. હવે આમ રડીને શું કરશે? તમે રાજા પાસે જઈને ફરીયાદ કરે.
આ ૭૦ માણસેને કાફલ ભેગો થઈને કરૂણ સ્વરે રૂદન કરત રાજાની પાસે આવે છે. રૂદન સાંભળી રાજા પૂછે છે તમે બધા કેમ રડો છો? કોશલનરેશ ખૂબ ન્યાયી અને પ્રજાપ્રિય રાજા હતા. તેના રાજ્યમાં ગરીબ અને ધનવાન સર્વને સરખે ન્યાય મળતું હતે. ગરીબ લોકો કહે છે બાપજી! અમારા ગરીબના ઝૂંપડા જલી ગયા, અમે નિરાધાર બની ગયાં. રાજા કહે છે શી રીતે બળી ગયાં? ત્યારે કહે છે આપનાં રાણીસાહેબ નદીએ સ્નાન કરવા માટે ગયાં હતાં. એમને ઠંડી લાગી. એ ઠંડી ઉડાડવા રાણી સાહેબે અમારા ઝૂંપડાની તાપણી કરી. અમે બધાં બેહાલ બની ગયાં. હવે અમે ક્યાં જઈને રહીએ? તરત જ રાજાએ કરૂણાદેવીને બોલાવી. અને પૂછ્યું રાણીજી ! તમે ગરીબનાં ઝૂંપડાં જલાવ્યા હતાં. તે કહે, હા. શા માટે ? મને ખૂબ ઠંડી લાગતી હતી. અહે ! રાણીજી ! તમને સહેજ ઠંડી લાગી તે સહન કરી શક્યાં નહિ. તમે તે મહેલમાં બેસી ગયાં છે, ત્યારે આ ગરીબો બિચારા નિરાધાર થઈ ગયા, એમનું શું થશે? તમે એટલે પણ વિચાર ન કર્યો? રાજાના કડક શબ્દો સાંભળી કરૂણદેવી થરથર ધ્રુજવા લાગી. રાજા કહે છે જાવ, આ રાણીના દાગીના અને સારાં વસ્ત્રો ઉતારી લે અને સામાન્ય વસ્ત્ર પહે રાવી દે. અને રાણીને કોશલનરેશે સાફ સંભળાવી દીધું કે તમે જાતે મજુરી કરી ગરીબના જેટલાં ઝૂંપડાં બાળી મૂક્યા છે તેટલા બનાવી આપ, પછી જ મહારાણી પદે આવી શકશે.
રાણીને ભીખારણ જેવાં વસ્ત્રો પહેરાવી કાઢી મૂકી. બંધુઓ ! આનું નામ ન્યાય. તમારે ન્યાય આવે છે? તમને તે મોટા લેકોની શરમ પડે છે. ગરીબની દાદ તો કોઈ સાંભળતું જ નથી. આજે જ્યાં જોઈએ ત્યાં દાદાગીરી વધી છે. નીતિ અને ન્યાયને દેશનિકાલ થઈ ગયા છે. બીજાને માટે ન્યાય-નીતિની વાત કરાય છે પણ ઘરમાં આવે ત્યારે બધું જ ચલાવી લેવાય છે.
કૃષ્ણ મહારાજાએ ઢંઢેરો પીટાવ્યો કે આ સેનાની દ્વારકા એક દિવસ બળી જવાની છે માટે જેને દીક્ષા લેવી હોય તે લઈ લે. જે ભગવાન નેમનાથના શરણે જશે તે બચી જશે. ત્યારે સત્યભામા, રૂક્ષમણી આદિ પટ્ટરાણીઓ કહે છે સ્વામીનાથ! આ ઘર ઉપદેશ છે કે પર ઉપદેશ? ત્યારે કૃષ્ણ મહારાજા કહે છે પર ઉપદેશ જ નથી પણ જેને દીક્ષા લેવી હોય તેને મારી આજ્ઞા છે.