________________
૩૦
અને શાંતિ જોઈતી હોય તે વિજ્ઞાનવાદ છોડી ભગવાન મહાવીરે બતાવેલી અહિંસાને જીવનમાં અપનાવો. “સર્વ ભૂતેષુ ” દરેક આત્માઓ પિતાના આત્મા સમાન છે એવી ભાવના કેળવે તમને સુખ જેમ પ્રિય છે તેમ જગતના દરેક પ્રાણીઓને સુખ પ્રિય છે. આચારંગ સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે “સદસિ વિથ ચિં” બીજાને દુઃખ આપવાથી આપણને દુઃખ મળે છે. સુખ આપવાથી સુખ મળે છે. જો તમે કોઈના દુઃખમાં સહાયક બનશો તે કઈ તમારા દુઃખમાં સહાયક બનશે. બીજાનું દુઃખ જોઈ તમારું હૃદય દ્રવી જવું જોઈએ. સાચે શ્રાવક બીજાનું દુઃખ જોઈ શકતા નથી. જેના જીવનમાં અનુકંપા હોય છે એ જ અહિંસાવ્રતનું પાલન કરી શકે છે. ?
સ્વદયામાં પદયા સમાયેલી છે. જ્યારે જીવ પાપ કરે છે ત્યારે એને ભાન રહેતું નથી. એ પાપનાં ફળ બીજા ભવમાં ભેગવવા પડે છે. એટલે જીવને ભાન થતું નથી પણ આ ભવમાં કઈ માણસે કેઈનું ખૂન કરી નાંખ્યું. પછી એને ડર લાગે છે કે હું પકડાઈ જઈશ તે મારે જેલમાં જવું પડશે અને કષ્ટો સહન કરવા પડશે. એટલે ગુન્હાની સજા ભોગવવાના ભયથી પણ પાપ કરતા અટકે છે. એવો ભય લાગવાથી પણ માણસનું જીવન કેઈક વખત પલટાઈ જાય છે. એક કરૂણદેવીનું દૃષ્ટાંત છે. તે પહેલાં કેવી ઉન્માદ હતી પણ પછી કેવી સુધરી જાય છે!
- કેશલદેશના રાજાની રાણીનું નામ કરૂણદેવી હતું. પણ એના અંતરમાં કરૂણા ન હતી. જિન શાસનમાં નામ કે રૂપની કિંમત નથી. પણ ગુણની કિંમત છે. કોશલ નરેશની રાણી કરૂણાદેવીને એક દિવસ નદીમાં સ્નાન કરવા જવાનું મન થયું એટલે રાજાને વાત કરી. રાજાની આજ્ઞા લઈને જળક્રીડા કરવા નદી કિનારે જવા તૈયાર થઈ. આ તે રાણીસાહેબ જવાનાં એટલે ગામમાં જાહેરાત કરવામાં આવી કે અમુક સમય સુધી કેઈએ નદીએ જવું નહિ. એટલે નદીએથી સૌ માણસો ચાલ્યા ગયા. રાણી એની દાસીઓ સહિત નદી કિનારે આવે છે. નદીમાં સ્નાન કરી બહાર નીકળ્યા એટલે રાણીને ઠંડી લાગવા માંડી. શરીર થરથર ધ્રુજવા લાગ્યું. દાસીને કહે છે મને ખૂબ ઠંડી લાગે છે. તમે તાપણી કરે. દાસી કહે છે બા સાહેબ! આ તે નદીને કિનારે છે. ક્યાંય સૂકું લાકડું દેખાતું નથી. કયાંથી તાપણી કરું? બીજી દાસી કહે છે આ બધા ઝૂંપડા છે, તેમાંથી એક ઝુંપડું જલાવી દે તે તાપણી થશે. અને બા સાહેબની ઠંડી ઉડી જશે. કરૂણદેવી કહે છે જલ્દી ઝૂંપડું જલાવી દો. અને મારી ઠંડી ઉડાડે. જુઓ આ એની કરૂણા! એને એના મહારાણીના પદને ઘમંડ હતો. સત્તાની ખુમારી હતી એટલે ઓર્ડર કર્યો કે જલ્દી દીવાસળી ચાંપી દે,મને ખૂબ ઠંડી લાગે છે. ત્રીજી દાસી કહે છે રાણીસાહેબ! આપ ગાડીમાં બેસી જશે તે પા ક્લાકમાં મહેલમાં પહોંચી જવાશે અને આપની ઠંડી ઉડી જશે. પણ આ નિરાધાર ગરીબના ઝૂંપડા જલી જશે તે એમને કેટલી ઠંડી લાગશે? તેઓ કેટલી મુશ્કેલીમાં