________________
આત્મામાં મમત્વબુદ્ધિ પેદા થાય છે. કોઈ વસ્તુને જેવી તે પાપ નથી કારણ કે જ્ઞાતા અને દષ્ટા એ તે આત્માનું સ્વરૂપ છે. શ્રી આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે “જે મારાં રે વિનાયા ને વિનાયા રે ગાયા ” આત્મા પોતે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. પણ જોવાની સાથે જે રાગદષ્ટિ હોય તો જ બંધનનું કારણ બને છે. આત્માની જ્ઞાનશક્તિ કહે છે કે આ વસ્તુને સ્વભાવ આવે છે પણ રાગદષ્ટિ કહે છે કે આ બહુ સુંદર છે. ત્યારે બીજી તરફથી ભવૃત્તિ બોલી ઉઠશે કે તને બહુ સુંદર લાગે છે. તે લઈ લે. બસ. આ લઈ લેવાની વૃત્તિ જ પાપની જનની છે. લઈ લેવાની વૃત્તિ કરાવનાર રાગ જ છે.
દુઃખકારક નહિ વરતુ, વ્યક્તિ, દુખકારક છે મમતા રાગ,
બંધન છે આસક્તિ કાજે, જગત પ્રભુને સુંદર બાગ.” રાગની ભાવના આત્મામાં છે કે પદાર્થમાં ! કોઈ વસ્તુ કે વ્યક્તિ એ દુઃખનું કારણ નથી. પણ એના ઉપરની આસક્તિ એ જ દુઃખકારક છે. આસક્તિના કારણે જ જીવ બંધાય છે. આત્માની શક્તિ અનંત છે. એ ધારે તે મમતાના બંધન તેડી શકે છે. પણ એ શક્તિઓ ઉપર આવરણ આવી ગયું છે. ભ્રમરમાં એવી શક્તિ છે કે તે કરમાં કઠોર લાકડાને છેદીને પિતાનું ઘર બનાવી શકે છે પણ તે જ ભ્રમર જ્યારે કમળની કમળ પાંદડીઓમાં કેદ થઈ જાય છે ત્યારે એને ભેદીને એ બહાર નીકળી શકતો નથી. આનું કારણ શું? એ કમળની પાંદડીઓ લાકડાંથી પણ અધિક કઠેર છે? ના. કમળ તે કમળ છે. ભ્રમર ધારે તે એને ભેદી શકે પણ એના ઉપરને રાગ છે તેથી એમાં કેદ થવું પડે છે.
બંધુઓ ! માણસને રાગ રડાવે છે અને રાગ હસાવે છે. તમે યાદ રાખજે કે જ્યાં સુધી રાગ દશા છે ત્યાં સુધી અશાંતિ કાયમ રહેવાની છે. લેઢામાં જ્યાં સુધી અગ્નિ છે ત્યાં સુધી એના ઉપર હથોડાના ઘા પડતા રહેશે. તેમ જ્યાં સુધી આત્મામાં રાગ અને દ્વેષના તોફાન છે ત્યાં સુધી સુખ અને દુઃખના વાદળો આવવાનાં જ છે. આશા અને તૃષ્ણાના સેનેરી તાર રાગ પાસે છે તેના કારણે જીવ હસે છે અને એ આશા અને તૃષ્ણાના તાર અધવચ તૂટી જાય તે જીવ રડે છે.
માતાને એના સંતાન પ્રત્યે કેટલે રાગ હોય છે! જ્યારે બાળક બહુ પજવે છે ત્યારે માતા બાળક ઉપર ગુસ્સે થઈને મારે છે અને કહે છે કે તું અહીંથી ચાલ્યા જા. પણ એ જ બાળક ફરવા ગયા અને કલાક મેડે આવે તો માતા કેટલી ચિંતા કરે છે કે મારા પુત્ર ક્યાં ગયે હશે? હજુ કેમ આવ્યું નહિ હોય! ઘડીકમાં તે બહાર જશે અને ઘડીકમાં તે અંદર આવશે, પણ એને કેટલી અધિરાઈ