________________
નથી. માટે અમને તે હવે આ સંસાર કાંટાળી વાડ જેવું લાગે છે. માટે અમને દીક્ષા લેવાની આજ્ઞા આપ. હવે પિતા તેમને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન
નં. ૪૧
શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર, તા. ૨૮-૮-૭૦
અનંત જ્ઞાની, કાલેકને પ્રકાશિત કરનાર અનંત જ્ઞાન અને દર્શનના કારક શ્રી વિર ભગવાનની વાણી તરસ્યાને જેમ પાણી અને આધિવ્યાધિ અને ઉપાધિથી પીડાતા માનવને સાચી શાંતિ પ્રદાન કરનારી છે. ભગવંતે કહ્યું છે કે હે આત્માઓ! પ્રાણીમાત્રને ચાર અંગે મળવા મહાન દુર્લભ છે.
"चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो ।
માણુ યુ સદા, સંજ્ઞમમિ ૨ વારિર્ચ | ઉ. અ. ૩-૧ મનુષ્યને આ ચાર વસ્તુઓ મળવી દુર્લભ છે. મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, સમ્યક્રશ્રદ્ધા અને સંયમ માર્ગમાં પુરૂષાર્થ. આ ચાર દુર્લભ વસ્તુઓમાં મનુષ્યત્વને પ્રથમ મૂકવામાં આવ્યું છે. તેનું કારણ એ જ છે કે મનુષ્ય દેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ મળવું મુશ્કેલ છે. માનવદેહ મળે પણ જે મનુષ્યત્વ પ્રાપ્ત ન થાય તો માનવ માનવ મટીને દાનવ બની જાય છે. આજે મનુષ્યની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે બીજી બાજુ માનવતા ઘટતી જાય છે. મનુષ્યોની સંખ્યા વધે છે કે ઘટે છે તે વસ્તુ મહત્વની નથી પણ મહત્વની વાત તો એ છે કે જ્યારે માનવતાનું પ્રમાણ વધે છે ત્યારે જ દુનિયામાં સુખ અને શાંતિનું સ્થાપન થાય છે.
કઈ માનતું હોય કે ભૌતિક સાધનો દ્વારા શાંતિ મેળવી શકાશે. અણુબ જેવી પ્રચંડ સામગ્રી દ્વારા સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાશે. એ ભ્રમ છે. કેઈમાનતું હોય કે કારખાનાઓના વિકાસમાં સુખ-શાંતિ ભરેલા છે તે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. સુખ-શાંતિ બાહ્યસમૃદ્ધિની વૃદ્ધિમાં રહેલા નથી. જે એમાં જ સુખ અને શાંતિ હેત તે મોટા ચમરબંધી રાજાઓ એ સમૃદ્ધિને છોડીને ત્યાગ માર્ગ અપનાવતા નહિ. મહાન-પુરૂષે ત્યાગના પંથે ગયા છે મોટે ત્યાગ માર્ગમાં જ સુખ અને શાંતિ રહેલા છે.
માનવદેહ એ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ નીચે બેઠેલે માનવી ઈચ્છિત વસ્તુ