________________
કઈ વાંક ગુનો છે જ નહિ. તું તે ગુણવાન છે. પણ હવે મને એમ થયું કે તું મારે ઘેર કયાં સુધી નેકરી કરીશ? તું આ રૂપિયા લઈને વેપાર કર. અને મારા જે શેઠ બન એવી મારી ભાવના છે. જે તારી ઈચ્છા હોય તે અહીં જ હું તને દુકાન નંખાવી આપું. રવિક કહે છે, તો હું મારા ગામમાં જ ચાલ્યા જઈશ. શેઠે આશ્વાસન આપતાં કહ્યું દિકરા ! હું તને છૂટો કરતે જ નથી. તું કઈ વાતે મૂંઝાઈશ નહિ. તારે પૈસાની જરૂર પડે તે જરૂરથી આવજે. હું તને મદદ કરવા તૈયાર છું.
રવિક પિતાના ગામમાં જઈ વેપાર કરે છે. પિતે ખૂબ હોંશિયાર છે. વળી પુણ્યને યોગ છે. એટલે તે પણ ધનવાન બને છે. આ વાતને વર્ષો વીતી ગયાં. આ પુત્રી પણ ધર્મધ્યાન કરે છે. એક વખત શ્રાવિકાબહેનેની મંડળી સાથે ગામેગામ સંત-સતીજીઓના દર્શનાર્થે તે નીકળે છે. ગામે ગામ દર્શન કરતાં કરતાં જે ગામમાં રવિક રહેતો હતો તે ગામમાં આવે છે. બાઈ ઉપાશ્રયમાં સામાયિક લઈને બેઠી છે. રવિક પણ દર્શનાર્થે ઉપાશ્રયમાં આવ્યો છે. ત્યાં આ બાઈને જઈ એટલે એ તરત જ ઓળખી ગયે કે આ તે મારા શેઠની દિકરી છે. બાઈને સામાયિક પૂર્ણ થઈ એટલે રવિક કહે છે બહેન ! તમે આવ્યા છે? તમારે આપણા ઘેર જ આવવું જોઈએ. આપણે ઘેર ચાલે. બાઈ કહે છે ભાઈ! હું મંડળની સાથે આવી છું અને સાંજે જ અમારે જવાનું છે. માટે હું આવી શકીશ નહિ. રવિક કહે છે, જે તમે ઘરે નહિ આવે તો તમારા ભાભીને બેઠું લાગશે. મારા ઘેર તમારે આવવું જ પડશે. ખૂબ આગ્રહ થવાથી બાઈ એના ઘેર જાય છે. બનવાજોગ એવું જ બની ગયું કે એ જ દિવસે રવિકની પત્નીના પિયરથી તાર આવ્યું કે એની માતા સીરીયસ છે, માટે જલ્દી મોકલી આપો. ત્યારે રવિક કહે છે કે બહેન! તમે આવ્યા છે ને આવ્યા છે. તમે તે મારી સગી બહેન જ છે. તમારા ભાભીને પિયર જવું પડે તેમ છે તે તમે અઠવાડિયું શેકાઈ જાવ તે સારું થાય.
બનવાકાળ આગળ માણસ ભાન ભૂલી જાય છે. આચાર્ય મહારાજે કહ્યું હતું કે રવિકથી ચેતતા રહેજે એ વાતનું વિસ્મરણ થઈ ગયું અને એને આગ્રહ થવાથી ત્યાં બાઈ રોકાઈ ગઈ. રવિની પત્ની પિયર ગઈ. હવે બંને એકલા પડ્યાં. ભગવાને કહ્યું છે, બ્રહ્મચર્યનું પાલન કરનારને માટે એકાંતવાસ બહુ બૂરો છે. કયારે માણસની દૃષ્ટિમાં વિકાર જાગે છે તે કહી શકાતું નથી. તેમાં પણ ભરયુવાનીમાં તે પૂછવાની વાત જ કયાં રહી? દશવૈકાલીક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે
हत्थ पाय पडिच्छिन्नं, कण्णनास विगप्पियं । अवि वाससय नारिं, बभयारी विवज्जए ॥
દ. સૂ. અ. ૮ ગાથા. ૧૬ શા. ૩૮