________________
સખીઓને સાથે લઈને ગુરૂદેવ પાસે જઈને વિનયપૂર્વક કહે છે-ગુરુદેવ! મને સંયમ લેવાની તીવ્ર ભાવના જાગી છે. આપ દીક્ષા લેવાની મને આજ્ઞા આપે. ત્યારે આચાર્યદેવ કહે છે બહેન! દીક્ષા લેવાની ઉતાવળ ન કરે. પાત્રતા કેળવે. પાત્રતા વિના વસ્તુ મળે નહિ. ધમધોકાર પેઢી ચાલતી હોય તે જ દિકરી બરાબર પેઢી સંભાળી શકે તે હોંશિયાર હોય તેને જ તમે પેઢી ઉપર બેસાડો ને! તેમ જેને ભગવાનની પેઢીને વારસદાર બનાવ હોય તેનામાં કેટલી પાત્રતા હોવી જોઈએ ! એની પરીક્ષા કરનાર આચાર્ય પણ ગંભીર રહેવા જોઈએ.
ગુરૂ કહે છે બહેન! પાત્રતા કેળવે. વિષય, કષાય ઉપર વિજય મેળવે. બીજું, તમારા પિતાની પેઢી ઉપર પચાસ માણસો કામ કરે છે તેમાં મુખ્ય મેનેજર રવિક નામને માણસ છે તેનાથી તમારે ચેતતા રહેવું. ગુરૂના શબ્દો સાંભળી બાઈનું મોટું વીલું થઈ ગયું કે અહે ! હું આટલું બધું પવિત્ર જીવન ગાળું છું, આટલા વખતથી વૈરાગ્યભાવમાં ઝૂલું છું. હજુ મારામાં શું ખામી હશે? મારા કેવા પાપને ઉદય કે મને ગુરૂએ કહ્યું કે પાત્રતા કેળવે. જો કે ગુરૂ કહે તે સત્ય જ હોય. પણ મનમાં ખૂબ દુખ થયું. એને આનંદ ઓસરી ગયે. મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. દિકરીને ઉદાસ જોઈ માતાપિતા પૂછે છે બેટા! તું તે અમારે મન દિકરે જ છે. આજે તારું મુખ ઉદાસ કેમ દેખાય છે? તને શું ઓછું આવ્યું! જે હોય તે જલ્દી કહે. ત્યારે પુત્રી કહે છે બાપુજી! મને બીજું કંઈ જ દુઃખ નથી. પણ આજે ગુરૂદેવ પાસે મેં મારા અંતરની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. ત્યારે મને મહારાજે દીક્ષા લેવાની ના પાડી નથી પણ એમ કહ્યું કે લાયકાત કેળવે. એનું મને દુઃખ થયું છે. બીજું બાપુજી! હું આપને એક વિનંતી કરું છું કે આપણી પેઢીને મેનેજર જે રવિક નામને માણસ છે તેને રજા આપી દે. એણે એમ ન કહ્યું કે મહારાજે આમ કહ્યું છે. એટલે બાપુ કહે છે બેટા! મારે પુત્ર છે નહિ. એ રવિક આપણે ત્યાં વિશ વર્ષથી કામ કરે છે. એ તે મને દિકરા જે વહાલે છે. વખારમાં કેટલે માલ છે, એને શું ભાવ છે, બધી જ કળાને એ જાણકાર છે. વળી એ ખાનદાન છે. એ આપણે ઘેર આવતું નથી. અને વિશ્વાસુ માણસ છે માટે એને શા માટે રજા આપવી જોઈએ? દિકરી ખૂબ રડી પડી. રડતી રડતી કહે છે બાપુજી! હું સમજુ છું કે રવિ પેઢીને વિશ્વાસુ માણસ છે. એ ખાનદાન માણસ છે. છતાં મારી આટલી વિનંતીને સ્વીકાર કરી એને રજા આપો.
પુત્રીને શાંત કરવા શેઠે રવિકને ઘેર બોલાવ્યા. એને પાસે બેસાડીને ચાલીસ હજાર રૂપિયા હાથમાં આપીને કહ્યું બેટા! આજથી હું તને મારી પેઢી ઉપરથી છૂટે કરું છું. આ સાંભળી રવિકની આંખમાં આંસુ આવી ગયા. બાપુજી! મારે શું વાંક છે? મને એકાએક શા માટે છૂટો કરે છે? શેઠે શાંતિપૂર્વક મીઠા વચનથી કહ્યું બેટા! તારે