________________
સાંભળે તે જ સત્ય વસ્તુનું ભાન થાય. છેડવા ગ્ય છોડવાને અને આકરવા યોગ્ય વસ્તુને આદરવાને વિવેક જાગે. પણ હજુ મૂળમાં જ સડા છે, જેથી સત્ય વસ્તુનું ભાન કયાંથી થાય! અત્યાર સુધી બેભાન રહ્યા, હવે ધર્મ તરફ દૃષ્ટિ કરે. જે ભગવંતોએ રાગ-દ્વેષને સર્વથા નાશ કરી દીધો છે એવા સમભાવી પુરૂષની વાણી સર્વ જી માટે સરખી છે. એમની વાણી હિતકારી છે.
“જિસ ગીને રાગ-દ્વેષકા જડસે કર ડાલા હૈ નાશ, જિસકે કુછ ભી સ્વાર્થ નહીં હૈ, નહીં મમત્વભાવ ભી પાસ ઉસ ઉપકારી પરમાથી કા, કહા ધર્મ હૈ સત્ય મહાન,
કમ રેગક નાશક હૈ વહ, હૈ હિતકારી પચ્ય સમાન” આજે તમે ગમે તેટલું સાંભળતા પણ જે કાનને ગમે છે તે જ તમે સાંભળો છે. એ તો અહીં બેઠા ત્યાં સુધી જ આનંદ. પછી તે હતા તેવા ને તેવા જ. તમે ડોકટરને ત્યાં જાય છે ત્યારે તમે ડોકટરને એમ કહે છે કે મને ભાવે તે ખાવા દો! અને જીભને ભાવે તે ખાવાથી રોગ મટે ખરે? જેમ ડેકટર પાસે પથ્ય પાળીને યોગ્ય દવા કરવાનું કહેવું જરૂરી છે તેવી જ રીતે વીતરાગ ભગવંત તો આ દૂર્વાસ સંસાર રૂપી વિકારને મટાડનાર મહાન ચિકિત્સક-કુશળ ડોકટર છે. તેમની વાણીમાં તમને કેમ વિશ્વાસ થતું નથી? આ જીવ રાગ-દ્વેષની વાત સાંભળીને કર્મ બાંધે છે. પરિણામે એ કર્મના બંધનમાં વધારે ને વધારે જકડાતો જાય છે. માટે તમે ધર્મમાં તત્પર બનો.
| દેવભદ્ર અને યશભદ્ર બંને કુમારો બાલવયમાં દીક્ષા લેવા તત્પર બન્યાં છે. તેઓ કહે છેઃ હે પિતા ! માનવ જિંદગી ટૂંકી છે. તેમાં પણ ધર્મ કરવાને સમય બહુ ઘેડે છે, છેડા સમયમાં પણ અંતરાયે ખૂબ નડે છે. યુવાવસ્થામાં પણ આપણને કંઈ જ રોગ નહિ આવે એની શી ખાત્રી માટે અમને તમે દીક્ષા લેવાની આજ્ઞા આપો. બંધુઓ! જેને ચારિત્ર લેવાની જિજ્ઞાસા જાગે તેને સૌથી પ્રથમ માતા-પિતા પાસે આજ્ઞા માંગવી પડે. ત્યાર પછી ગુરૂ પરીક્ષા કરે. ત્યારે ચારિત્ર અંગીકાર કરી શકાય. આ કંઈ આઠ આનાનું માટલું ખરીદવાનું નથી. અમારા બહેને માટીને ઘડે ખરીદવા જાય છે તે પણ ટકોરા મારીને લે છે. તે શિષ્ય બનાવવા એ કંઈ તમારા રાજકોટ સંઘની કમીટિ મેમ્બર બનાવવાનું નથી પણ સમાજને શિરોમણી બનાવવાનું છે એટલે જેમ તેમ દીક્ષા દઈ શકાય નહિ. સાધુને શિષ્ય નહિ હોય તે કંઈ વંશ જવાને નથી પણ શિષ્ય બનાવતાં પહેલાં એની યેગ્યતા જેવી જોઈએ.
એક ધનવાન શેઠની એકની એક પુત્રી છે. એ પુત્રીને ખૂબ કરિયાવર કરીને ધામ ધુમથી સારા શ્રીમંતને ઘેર પરણાવે છે. સારા શ્રીમંતને ઘેર દિકરી આપવાથી માતાપિતાને સંતોષ થયે. પણ કુદરતની કળા ન્યારી છે. એ છેકરીના પતિને પરણ્યા પછી