________________
૨૯૧
પૂજ્યશ્રીએ જીવનમાં ઘણાં મહાન કાર્યો કર્યો છે. જૈનશાળા, કન્યાશાળા, શ્રાવકશાળા આગ્નિ સંસ્થાઓ જ્યાં ન હતી, ત્યાં ઉભી કરાવી અને તેને વિકસાવવાના ઉપદેશ આપી સેવાનું મૂળ સમજાવતા. તે ઉપરાંત તેઓએ ડગમગતા જૈનેાને સ્થિર કરવાનુ' તથા જૈનેતરાને પ્રેમથી જૈન ધમી` બનાવવાનું ઉમદા કામ કર્યુ છે. પૂજ્યશ્રીએ મુખઈમાં ચાર ચાતુર્માંસ કર્યાં છે. સૌથી પ્રથમ ૧૯૭૫નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું.
સંવત ૧૯૮૭ની સાલમાં અજમેરનાં બૃદસ'મેલનમાં તેમને આમંત્રણ મળેલું. પેાતાના શિષ્યા સાથે જઈને તેમણે પેાતાનું સ્થાન શૈાભાળ્યું. તેમના જેવી જ મહાન વિભૂતિના તેમને સમાગમ થયા. તે પૂજ્ય શ્રી અમેલખઋષીજી. તેમણે તેમની પાસેથી શ્રી લવજીસ્વામીના જીવનના ઇતિહાસ જાણી લીધા. અહીં તેમની જિજ્ઞાસાવૃત્તિ પ્રકાશે છે. તેમને ગાંડલ સંપ્રદાયના પૂ. શ્રી જશાજી મહારાજનો સમાગમ થયા. આ યેવૃદ્ધ જ્ઞાની પાસેથી આપણા પૂજ્યશ્રીએ પેાતાની જિજ્ઞાસાવૃત્તિ દાખવી ઘણું ઘણું મેળવી લીધું. પૂજ્યશ્રીના શિષ્ય સમુદાયમાં મહાન વિભૂતિ અને પહેલા શિષ્ય શ્રી મા. બ્ર. પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ જે રત્ન સમાન હતાં. અને હુંમેશા દૈદિપ્યમાન રહ્યા. ગુરૂ અને શિષ્ય અને રાજપૂત, પછી પૂછવુ' જ શું? એ મહાન જીવન જીવી આપણને સૌને એક જ પ્રેરણા આપી ગયાં છે. પૂજ્યશ્રી વયેવૃદ્ધ, અનુભવી, માહેાશ, વિચક્ષણ, વિદ્વાન, શાંત, ગંભીર હતાં. પેાતાના સુચારિત્રની જ્યાત પ્રસરાવી ૫૧ વર્ષની દીક્ષા પર્યાય પછી આશરે ૭૫ વર્ષની ઉ ́મરે સંવત ૧૯૯૫ના વૈશાખ વદ્દી ૧૦ ને શનિવારના ઉમદા પ્રભાતે પેાતાનું આત્મ કલ્યાણ કરતાં કરતાં આપણને સૌને છેાડી ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલી નીકળ્યા.
હસતે મુખડે મૃત્યુને ભેટચા, પૂજ્ય પ્રતાપી ગુરૂજી, નમન કરતાં નયન ભીનાં છે, વિયેાગ સાથે છે ગુરૂજી, પ્રેરણાની એ જવલંત ચૈાત, કયારે ગઈ મૂઝાઈ ! અમ સૌ ખાળકોની મિલ્કત, ક્યારે ગઈ લૂંટાઈ !
સંપ, સેવા અને પુરુષાથ એ જ એમના જીવન ઉપદેશ હતા. નવીન સાહસ, નવું ખળ, નવી જાગૃતિ, નવું વિધાન, નવીન-દોરવણી. આ સપૂજ્યશ્રીના સુધારક અને ક્રાંતિમય હૈયે વસેલું હતું. પૂજ્યશ્રીના જીવનમાંથી કાઈ પણ ગુણુ અપનાવીએ તે જ તેમની પુણ્યતિથિ ઉજવી સાÖક ગણાય.
પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજના સ્વર્ગવાસ થયા પછી સ ́વત ૧૯૯૫માં મા. બ્ર. પૂ. રત્નચ`દ્રજી મહારાજ સાહેબ આચાય પદ્મવી ઉપર આવ્યા. અને પૂ. ગુરૂદેવ સંવત ૨૦૦૪ના સ્વર્ગવાસ થતાં આચાય પદવી ઉપર પૂ. ગુલાખચંદ્રજી મહારાજ આવ્યા. તેઓ મહાન