________________
૯૦
છગનલાલજી મહારાજ સાહેબ ખભાતનાં વતની હતાં. આ રાણા રજપૂતના પિતાશ્રીનુ નામ અવલસ'ગ અને માતાનું નામ રેવાકુંવરબાઈ હતું. તેમને એક બહેન હતા. તેમના પિતાશ્રી નવાષી રાજ્યમાં નોકરી કરતા હતાં. પેાતે શ્રી ક્ષત્રિય વૈષ્ણવ હતા. તેમને જૈન મિત્રના સંગ થાતાં ઉપાશ્રયે આવવા લાગ્યા. તેમના આત્મા એવા હળુકમી હતા કે એક જ વખતના પરિચયથી વૈરાગ્યના રંગે રંગાયા. આત્મ કલ્યાણની ભાવના જાગૃત થઈ અને હળુકમી આત્મા જાગી ઊઠયો. પણ એમના કાકા–કાકીએ દીક્ષા નહીં આપવા માટે એમને પરાણે સંસારની ધૂંસરીમાં જકડાવવા લગ્ન કરાવ્યા પણ જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે તેમનું મન કેાઈ હિસાબે સંસારમાં ચાંટયુ નહી અને તેઓ ખંભાત નિવાસી જૈન મિત્રની સાથે નાસી છૂટયા. અને તેમને શ્રી વેણીરામજી મહારાજના સમાગમ થયા. અને મહારાજની પાસે પેાતાની વાતની રજૂઆત કરી. મહારાજે કહ્યું કે ભાઈ! જૈન ધર્મના કાયદા અનુસાર રજા વગર દીક્ષા ન અપાય. છેવટે કાકા કાકીએ ઘણી શેાધ કરતાં પત્તો મેળવી પેાતાના ઘેર લઈ આવ્યા. પણ વૈરાગી કદી છૂપા રહેતા નથી. તેમણે કાકા કાકીને કહ્યું કે મારી એક ક્ષણ પણ જાય છે તે લાખેણી જાય છે. તમે લેાકેા મને શક છે! શા માટે? શું મારું મૃત્યુ આવશે તેને તમે રાકી શકવાના છે ? આપ મારા આત્માનુ બગાડો નહીં. આપણા કુળનું સદ્ભાગ્ય છે કે મને આત્મ કલ્યાણના પંથ જડયા છે. હવે મને જલ્દી જવા દે. ક્ષાત્ર તેજના દૈદિપ્યમાન શબ્દોએ અદ્ભુત અસર કરી. આખરે પત્નીએ અને કુટુ'એ રજા આપી. સંવત ૧૯૪૪ના પાષ સુદ ૧૦ના દિને ખંભાત સ'પ્રદાયના પૂ. હષચંદ્રજી સ્વામી પાસે સુરત મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સાધનાના ૫થે એક મહાન ચેાગી આત્મ કલ્યાણ સાધવા ચાલી નીકળ્યેા. દીક્ષા બાદ પૂ. ગુરૂદેવને તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવને પાંચ વર્ષના અંતે વિયાગ પડચા, સહન શક્તિના ભંડાર, જૈન ધમના ચાદ્ધા શ્રી છગનલાલજી મહારાજ સાહેમ પૂ. શ્રી ભાણજીરખજી મહારાજ તથા પૂ. ગીરધરલાલજી મહારાજ સાથે વિચર્યાં. અને સંવત ૧૯૮૩માં પૂજ્ય પદ્મવીને ભાર પૂજ્યશ્રીના માથે આવી પડયો. પૂ. છગનલાલજી મહારાજની ગંભીરતા, વિદ્વતા, કાય' કુશળતા તથા પ્રભાવશાળી વ્યક્તિત્વના પ્રભાવે જેમ સૂર્ય-ચંદ્ર પ્રકાશે છે તેમ ભવ્ય જીવાએ તેમની છત્રછાયા નીચે આશ્રય લીધે. અને અનેક જીવા ધર્મ પામ્યા. પૂ. ગુરૂદેવની પ્રભાવશાળી, એજસભરી વાણીથી તેમને મહાન વિભૂતિ રત્ન શ્રી પૂ. રત્નચંદ્રજી મહારાજ, તપસ્વી શ્રી છેટાલાલજી મહારાજ, મહાન વિભૂતિ આત્મારામજી મહારાજ, સેવાભાવી (ખાડાજી) ખીમચંદ્રજી મહારાજ, તથા મહાન તપસ્વી ફુલચ’દજી મહારાજ જેવા મહાન શિષ્યા થયા. મહાન પૂજ્યશ્રીનાં શિષ્યા પણ મહાન જ હતાં. અત્યારે વિદ્યમાન વિચરતાં મહાન વૈરાગી પૂ. કાંતીઋષીજી મહારાજ સાહેબ આદિ ઠાણાઓ પણ પૂ. છગનલાલજી મહારાજ સાહેબના જ શિષ્યા છે. પૂ. ગુરૂદેવના જેવા પ્રભાવ હતા તેવા જ પ્રભાવ આજે તેઓ શાસન પર પાડી રહ્યાં છે.