________________
નહિ થાય કારણ કે તે નિર્જીવ વસ્તુ છે. પણ જે કઈ માણસે પાછળથી ધક્કો માર્યો હોય તો તેના ઉપર આપણને તરત જ દ્વેષ આવી જશે. માટે શ્રેષ સચેતન વરતુ ઉપર જ થાય છે. જ્યારે રાગ બંને ઉપર થાય છે. એટલે રાગ કનક પ્રત્યે હોય તેટલે જ કાન્તા પ્રત્યે હોય છે. માટે ક્ષેત્રની અપેક્ષાએ પણ રાગ ભયંકર છે.
ટી. બી. કેન્સર આદિ રોગથી હજારે માણસે રિબાઈ રહ્યાં છે, છતાં પણ એ દર્દોથી તે અમુક સંખ્યામાં માણસો રિબાય છે પણ રાગના રોગથી આખા જગતના છે રિબાઈ રહ્યાં છે. દેવકમાં રહેલા દેવેને પણ રાગને રોગ લાગુ પડે છે. ફક્ત જ્ઞાન દશામાં મસ્ત એવા મહાન પુરૂષને જ રાગને રોગ નથી. મહાન પુરૂષોએ સરાગીના સુખ કરતાં પણ વિરાગીના સુખને અનંતગણું શ્રેષ્ઠ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયના તીવ્ર આસક્તિપૂર્વકના ભાગમાંથી જે સુખ સરાગી પ્રાપ્ત કરે છે તેના કરતાં વિરાગી વગર પ્રયાસે અનંતગણું સુખ મેળવે છે. સંસારી મનુષ્ય ઈન્દ્રિયજન્ય ક્ષણિક સુખ પ્રાપ્ત કરવા માટે રાત-દિવસ દોડધામ કરે છે. આકાશ પાતાળ એક કરે છે. ઈન્દ્રિયેના વિકારોનું પિષણ કરવા માટે દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્યની પ્રાપ્તિ કરવા માટે વ્હાલા કુટુંબ-પરિવારને છોડીને વિદેશની સફર કરવી પડે છે. ત્યાં અનેક કષ્ટ સહન કરવાં પડે છે. ભૂખ-તરસ વેઠવા પડે છે. કંજુસને ઘેર નેકરી કરવી પડે છે. થોડા પૈસાના બદલામાં ઘણું કામ કરવું પડે છે. આટલાં બધાં કષ્ટો સહન કરવા છતાં સરાગી જે સુખ પામે છે તેના કરતાં વિરાગી આત્મા વિના પ્રયાસે અનંત કોટી ગણું સુખ મેળવે છે. સરાગીને જે કર્યો સહન કરવા પડે છે. તેમાંના કષ્ટો વિરાગીને સહન કરવા પડતા નથી. સરાગીને કર્મબંધન છે જ્યારે વિરાગી કમ તેડે છે.
દેવાનુપ્રિયે! અમે જ તમારી પાસે તપશ્ચર્યાની બંસરી બજાવીએ છીએ. ત૫ એ પણ આત્માના સુખ માટે જ કરવાનું છે. ચાર મહાસતીજીઓને તપશ્ચર્યા ચાલે છે તે શા માટે તપ કરે છે? એમણે સંસારનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો છે. સાવદ્યપાપને ત્યાગ કર્યો છે. આવતાં કર્મોને સંવર દ્વારા રોકી દીધા છે. પણ આત્મા ઉપર જે અનાદિકાળનાં કર્મોને મેલ સેંટી ગયે છે એને સાફ કરવા માટે તેઓ તપ કરે છે. જૈન દર્શનમાં તપનું સ્થાન અતિ મહત્વનું છે. તપશ્ચર્યા કરવાથી અહિંસાનું પણ પાલન થાય છે. તપથી અનેક પ્રકારના લાભ થાય છે.
જેટલા દિવસ મનુષ્ય ઉપવાસ કરે છે તેટલા દિવસ તેના નિમિત્તે એકેન્દ્રિય જીવેનું છેદન-ભેદન થતું અટકી જાય છે. ઈન્દ્રિયેના ઘેડા બેફામ બનીને વિષય તરફ દોડે છે. તે પણ તપશ્ચર્યા કરવાથી બંધ થઈ જાય છે. ઈન્દ્રિય વિષ તરફ જતી નથી. તપ કર્યો હશે તે રેડિયે સાંભળવું ગમશે નહિ. નાટક-પિકચર જોવા પણ નહિ ગમે. તપ હશે તેટલા દિવસ આહાર બંધ થશે તેની સાથે નિહાર પણ બંધ થઈ જશે. તેથી