________________
૨૮૬
અને સંસાર તરફની અરૂચિ થઈ છે. એવા બે પુત્રો “તાર્થ વાક્ય મં ચાંદુ” એના પિતાજી પાસે આવીને શું કહે છે?
" असासयं दडु इमं विहारं, बहु अंतरायं न य दीहमाउं । तम्हा गिर्हसि न रई लभामो, आमन्तयामो चरिस्सामु मोणं ॥"
ઉ. સૂ. ૧૪ ગાથા ૭ આ બાળકો કહે છે હે પિતા ! આ મનુષ્ય જન્મરૂપી નિવાસ સ્થાન અશાશ્વત છે. જેમને મેક્ષની અભિલાષા થઈ છે તેઓને દેવ અને મનુષ્ય સંબંધી કામભેગો પ્રત્યે દુગંછા ઉત્પન્ન થાય છે અને જન્મ-જરા અને મરણના ફેરાનો ત્રાસ છૂટે છે. અને આ સંસાર એમને કારાવાસ જેવું લાગે છે.
બંધુઓ ! જેને આ સંસાર અસાર સમજાય છે તેવા આત્માઓ બાહ્ય અને આત્યંતર ભાવથી નિગ્રંથ બનવાના મનોરથ સેવતા હોય છે. સંસાર તરફથી નિર્વેદ એ સમકિતનું ત્રીજું લક્ષણ છે. કારાગૃહમાં રહેતા માણસને ગમે તેવી સગવડ આપવામાં આવે છતાં તે તેમાંથી છૂટવાની જ ઈચ્છા રાખતે હેય છે. તેમ સમ્યગદષ્ટિ આત્મા પણ સંસારમાં ભલે ચકવતિના સુખ ભગવતે હેય તે પણ તેમાંથી છૂટવાને જઈએ છે. ભવ પ્રત્યેને અંતરથી ખેદ થવો તેનું નામ જ નિવેદ. ભવ પ્રત્યે નિર્વેદ પામી ગયાં તેવા મહાન પુરૂષને સંસારમાં દુઃખ જોગવતાં આત્માઓને જોઈને અનુકંપા આવે છે. અનુકંપા એ પણ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. તેમાં દુઃખી તરફની અનુકંપા તે દ્રવ્ય અનુકંપા અને દોષિતની જે અનુકંપા તે ભાવ અનુકંપા. તમને કેઈ ગરીબ માણસને જોઈને દયા આવી જાય છે પણ ધર્મહીન મનુષ્યની દયા આવે છે? ચક્રવર્તિ જે ચક્રવતિ પણ જે ધર્મહીન હોય તો તે દયાને પાત્ર છે.
ભૌતિક ભેગમાં ડૂબેલા ધર્મહીન ચક્રવતિને જોઈને સમ્યગૃષ્ટિને વિચાર આવે કે આ બિચારાનું પરભવમાં શું થશે? આનું નામ જ ભાવ અનુકંપા. પિતાનાં સગાંનેહીઓ પણ જે ધર્મભાવનાથી રહિત હોય તે તેમના ઉપર અનુકંપા લાવીને તેમને પણ ધમ પમાડ જોઈએ. સમકિતી આત્માની તો એવી જ ભાવના હોય કે મારા સમાગમમાં આવનાર દરેક આત્મા ધર્મ પામી જાય તે કેવું સારું? દ્રવ્ય અનુકંપા કરતાં ભાવ અનકંપા શ્રેષ્ઠ છે. સમકિતીને દુઃખી પ્રત્યે અનુકંપા હાય જ. અને પોતાની શક્તિ પ્રમાણે દુખીના દુઃખ મટાડવા માટે પ્રયત્ન કરે. જિન શાસનમાં દ્રવ્ય અનુકંપાનું સ્થાન પણ મહત્વનું છે. દુઃખીને જોઈને જેનું દિલ દવે નહિ એ તે નિષ્ફર હૃદયને માનવી કહેવાય. એ નિષ્ફર હદયવાળા મનુષ્ય સમ્યગ્ગદર્શન રૂપ ભાવ ધર્મને પામી શકતાં નથી.
ભગવાનના વચન ઉપર યથાર્થ શ્રદ્ધા કરવી તે પણ સમ્યક્ત્વનું લક્ષણ છે. આચારાંગ