________________
કહે છે ભાઈ! તારે વળી કૃષ્ણની સામે શી ફરિયાદ કરવાની છે? બ્રહ્માજી કૃષ્ણને કહે છે કે મૃત્યુલેકમાંથી મૃત્યુલોકના માનવીને પક્ષ લઈને શ્રદ્ધાનંદ વકીલ તમારી સામે ફરિ યાદ કરવા માટે આવ્યાં છે? તે હે કૃષ્ણ! તમે કઈ વકીલ તૈયાર રાખે છે કે નહિ? કૃષ્ણ કહે છે.” મારે કઈ વકીલ નથી. મારે વકીલ હું પોતે જ છું. એમને જે ફરિયાદ કરવી હોય તે ખુશીથી કરે. હું તેને ન્યાય કરવા તૈયાર છું.
શ્રદ્ધાનંદ કહે છે હે કૃષ્ણ! આપના મુખના જ શબ્દ છે. કુરૂક્ષેત્રના યુદ્ધમાં અજુનને ઉપદેશ આપતાં આપ બોલ્યાં છે કે “હે અર્જુન! જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે હું જન્મ લઈશ. તે અત્યારે આ પૃથ્વી પર પાપના ભાર વધી રહ્યા છે. આપના વચનનું પાલન કરવા આપ હજુ સુધી કેમ જન્મ લેતાં નથી?
ત્યારે શ્રી કૃષ્ણ કહે છે. મેં કહ્યું હતું તે વાત બરાબર છે. પણ મેં એમ કહ્યું હતું કે “જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધશે ત્યારે પવિત્ર દેવકી માતા જેવી માતા અને વસુદેવ જેવા પિતા હશે તે હું જન્મ લઈશ.” બેલે, શ્રદ્ધાનંદ, વસુદેવ પિતા અને દેવકી માતા મૃત્યુ લેકમાં છે? તે હું જન્મ લેવા તૈયાર છું. પણ જે એવા પવિત્ર માતા-પિતા ન હોય તો કોને ત્યાં જન્મ લઉં! બંધુઓ! વિચાર કરે. મહાન પુરૂષને જન્મ દેતાં પહેલાં એના માતા-પિતાને પણ મહાન બનવું પડે છે. પુત્રોના જીવનનું ઘડતર કરતાં પહેલા માતા-પિતાએ પિતાનું જીવન ચરિત્રમય બનાવવું પડે છે.
કૃષ્ણ કહે છે-હું તમારી પૃથ્વી ઉપર કેવી રીતે જન્મ લઉં? હું ન આવ્યો પણ મેં મારા સાથીદારને પહેલાં જેવા મોકલ્યા કે પૃથ્વી ઉપર કેવું તંત્ર ચાલે છે તેની તપાસ કરી આવે. તે તેમને તમારી પ્રજાએ ગોળીબાર કરીને ઉડાવી દીધાં. એ હતા મેહનદાસ કરમચંદ ગાંધી. એમણે આપણું દેશને માટે કેટલાં કષ્ટ સહન કર્યા! દેશની કેટલી સેવા કરી! છતાં તમારી પ્રજા આવા રત્નને સાચવી ન શકી. ત્યાર પછી તે શ્રદ્ધાનંદ! મેં મારા પાંચ પાંડવોને મોકલ્યા. તેમને પણ તમે સાચવી શક્યા નહિ. - ધર્મરાજા સમાન અબ્દુલગફારખાનને મેકલ્યા. અબ્દુલગફારખાન એક પઠાણ હતાં. પિતે હિંસક કોમમાં જન્મેલા હોવા છતાં જેની રગેરગમાં અહિંસાની તજલી હતી, તેઓ મહાન ચારિત્રવાન અને નીતિજ્ઞ હતાં. એવા ધર્મરાજા સમાન અબ્દુલગફારખાનને મોકલ્યા. ત્યાર પછી અર્જુન સમાન મહાન બુદ્ધિશાળી અને પ્રભાવશાળી પંડિત જવાહરલાલ નહેરૂને મોકલ્યા. એ જવાહરલાલ પણ દેશનું જવાહર હતું. સાચા કોહીનુર હતા. ભીમ જેવા બહાદુર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને મોકલ્યાં. ભીમ મહાન સાહસિક વીર હતું તેમ વલ્લભભાઈ પણ મહાન સાહસિક હતાં. ગમે તેવી મુશ્કેલીમાં પણ તેઓ ગભરાતા નહિ. દુઃખ સહન કરીને તેમનું શરીર વજ જેવું બની ગયું હતું. એટલે વલ્લભભાઈને બધા લોખંડી પુરૂષ કહેતાં. એવા વલ્લભભાઈ પણ ચાલ્યા ગયા.