________________
૨૮૭
સૂત્રમાં કહ્યું છે કે “ તમેવ સજ્જ' નિલંજે હું નિબેહિ વે” તે જ સાચું અને નિશ'ક છે કે જે ભગવાન જીનેશ્વર દેવે પ્રરૂપેલું છે. ભગવાનના વચન ઉપર જો શ્રદ્ધા હાય તે જીવ દુઃખમાં પણુ કોઈ બીજાને દોષ નહિ દેતાં સમતાભાવમાં ટકી રહે છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! જીવ સ્વકૃતકને વેઢે છે કે પરકૃત કર્મીને વેદે છે? ત્યારે ભગવાન કહે છે કે હે ગૌતમ! જીવ સ્વકૃત કમને વેઢે છે પણ પરકૃત કને વેઢતે નથી. ભગવાનના એકાદ વચન ઉપર જો સ.પૂ` શ્રદ્ધા હોય તા જીવ ગમે તેવા દુઃખાને પણ સમભાવથી વેદી શકે છે.
આ દુનિયામાં દરેક જીવા સુખને જ ઈચ્છે છે. પણ શાશ્વત સુખ કોને કહેવાય તે સમજતા નથી. અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના અંશ માત્ર પ્રયત્ન પણ કરતા નથી. સંપૂર્ણ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટેના અમેાઘ ઉપાય ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ખત્રીસમા અધ્યયનમાં બતાવ્યા છે.
'' नाणस्स सव्वरस पगासणाए, अन्नाण मोहस्स विवज्जणाए ।
રામ્સ ટ્રોલર્સ ચ સવળ, હાત વસ્તું સમુવે મોવવું. ॥ ” ઉ. અ. ૩૨-૨
સમ્યગ્જ્ઞાનના સંપૂર્ણ પ્રકાશથી અજ્ઞાન અને મેાહુના સંપૂર્ણ નાશથી અને રાગ– દ્વેષના સંપૂર્ણ ક્ષયથી છત્ર સંપૂર્ણ અને શાશ્વત સુખ મેળવી શકે છે. રાગ અને દ્વેષને સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા લેાકાલેાક પ્રકાશક બની જાય છે. રાગ અનેદ્વેષમાં પણ રાગના ક્ષય થાય ત્યાં દ્વેષને ક્ષય તે સ્હેજે થઈ જાય છે. કારણ કે રાગમાં જ દ્વેષની જડ રહેલી છે. ખાદ્ઘદૃષ્ટિથી જોનારને તેા રાગ કરતાં દ્વેષ ભયંકર લાગે છે. પણ તાત્વિક દૃષ્ટિથી જોનારને રાગ અતિ ભયંકર લાગે છે, જો કે દ્વેષ પણ ભયંકર તા છે જ, છતાં રાગની અપેક્ષાએ દ્વેષ ભેાળીયેા છે. ઘેાડીવાર ભભૂકે અને પછી શાંત થઈ જાય. પણ રાગ તે મેલે અને મુત્સદ્દી છે. ખીજી રીતે જોઈએ તેા દ્વેષ એ દાવાનળ છે અને રાગ વડવાનળ છે. ગમે તેવી ભય'કર આગ લાગી હોય તેા પણ જો તેના ઉપર પાણી છાંટવામાં આવે તે તે શાંત થઈ જાય છે. પણુ વડવાનળ તા પાણીને પણ ખાળી નાંખનારો છે. વડવાનળ એક પ્રકારના અગ્નિ જ છે અને દરિયામાં ઉત્પન્ન થાય છે એ અપેક્ષાએ દ્વેષ કરતાં રાગ ભયંકર છે. બંધુઓ! રાગ ઉંદર જેવા છે. ઉંદર કરડતા જાય અને ફૂંક મારતા જાય એટલે માણસને ખબર પડે નહિ. એમાં મીઠાશ લાગે છે પણ એ મીઠાશ તા અંતે રિમાવી રિબાવીને મારનારી છે.
દ્વેષ કરતાં રાગનું ક્ષેત્ર પણ માટુ' છે. દ્વેષ ચેતન વસ્તુ ઉપર જ થાય છે જ્યારે રાગ ચેતન–અચેતન દરેક વસ્તુ ઉપર થાય છે. દા. ત. કોઈ ચીકણી વસ્તુ ઉપર તમાર પગ આવી જાય અને પગ લપસી જાય તેા પણ એ ચીકણી વસ્તુ ઉપર આપણને દ્વેષ