________________
૧૧
પ્રેમ માનથા લાગ્યા, બકરાં, હરણ, પાડા આદિ નિર્દોષ મૂ`ગા પ્રાણીઓને યજ્ઞમાં ડામવા લાગ્યા, ત્યારે એ હિંસાનુ નિવારણ કરવા માટે મહાવીર સ્વામીના જન્મ થયા. તે જ રીતે જ્યારે દુષ્ટોના ઉપદ્રવ વધ્યા ત્યારે એ દુષ્ટાનું દમન કરવા માટે કૃષ્ણવાસુદેવને જન્મ થયેા. શ્રી કૃષ્ણે છ દુષ્ટા ઉપર વિજય મેળવ્યેા હતા. (૧) કાળીનાગ (૨) કંસ (૩) જરાસંઘ (૪) દુર્ગંધન (૫) કાળયવન (૬) નરકાસુર.
કાળીનાગ એ ભય’કર હતા. એને કાઇ વશ કરી શકતું ન હતું, પણ કૃષ્ણ તા રમતાં રમતાં એની પીઠ ઉપર ચઢી ગયા. એક હાથમાં બંસરી છે. બંસરી બજાવતાં મજાવતાં ખીજે હાથે એનુ મસ્તક છેઢી નાંખ્યું. એનું મસ્તક છેદી નાંખ્યું ત્યાં બીજુ મસ્તક તૈયાર થઈ ગયું. ખીજું છેયું ત્યાં ત્રીજું બનાવ્યું. એ રીતે જેમ જેમ કૃષ્ણુ કાળીનાગનાં મસ્તક છેદ્યતાં ગયાં તેમ તેમ નવા મસ્તકેા બનતાં ગયાં. એમ કરતાં એક હજાર મસ્તક મનાવ્યા. અને કૃષ્ણે કાળીનાગનાં હજાર મસ્તકેાને એક હાથે છેદી નાંખ્યા. અને દુષ્ટ કાળી નાગનો સહાર કર્યાં.
બીજો દુષ્ટ કંસ :–એ મહાન પાપી અને અભિમાની હતા. કંસ કૃષ્ણના મામેા હતા. એના વિષયમાં ગઈ કાલે કહેવાયુ છે. એ માનતા હતા કે દુનિયામાં મારા જેવા કાઈ પરાક્રમી છે જ નહિ, પણ કહેવત છે ને કે “શેરને માથે સવાશેર ” એ કહેવત કૃષ્ણે સાર્થક કરી. એક દિવસ કૃષ્ણે કંસના અભિમાનના ચૂરેચૂરા કરી નાંખ્યા, અને એની સારી મસ્તી ધૂળમાં મિલાવી દીધી. જ્યારે કસના વધ થયા ત્યારે જીવયશા ધમધમ કરતી એના પિતા જરાસંઘ પાસે આવીને કહેવા લાગી. અહા પિતાજી ! આપ તા પ્રતિવાસુદેવ છે, આપનાં એઠાં કૃષ્ણે મને રડાપા આપ્યા. જો તમે શક્તિશાળી હા તા કૃષ્ણના નાશ કરો. જેથી મારા આત્માને શાંતિ વળે. ત્યારે અભિમાની જરાસંઘ કૃષ્ણની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એ યુદ્ધમાં કૃષ્ણે જરાસંઘનો વધ કર્યાં. જીવયશા પેતે વિધવા થઈ અને એની માતાને પણ રડાપેા અપાવ્યેા. એટલે ત્રીજો જરાસંઘને વધ કર્યાં. ચાથા દુષ્ટ દુર્યોધન જેણે ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા હતાં તેના વધ કર્યાં. તેમજ પાંચમા નરકાસુર અને છઠ્ઠો કાળયવન આ છ પાપી પુરૂષાના જન્મ થયે ત્યારે તેના નાશ કરવા માટે આ પ્રતાપી પુરૂષના જન્મ થયા હતા.
દેવાનુપ્રિયા ! કૃષ્ણે જેમ છ દુષ્ટો ઉપર વિજય મેળવ્યા તેમ જીવને પણ છ દુષ્ટો ઉપર વિજય મેળવવાના છે. આત્માની સામે પણ છ દુષ્ટો ઉભા છે, તેના નાશ કરવા માટે આત્મા એ શ્રીકૃષ્ણ જ છે. એ છ દુષ્ટો કયા છે તે તમે જાણેા છે ? કામ-ક્રોધમદ્ય–મત્સર-ઈર્ષ્યા અને તૃષ્ણા. તમે પણ આ છ દુષ્ટો ઉપર વિજય મેળવા. તમારી સામે પણ કાળી નાગ ફુંફાડા મારે છે. તમે એને જોઈ શકે છે ? હું તમારી બધાની પાસે એ કાળીનાગ જોઉં છું. એલે... એ કાળી નાગ કાણુ હશે ? તમારી તૃષ્ણા એ કાળી નાગણી સમાન છે.