________________
આહ ! નાગદેવ! તમારે ખુશીથી મને કરડવું હતું. મેં પૂવે તમારી સાથે વેર બાંધ્યા હશે તે તમે મને કરડ્યા અને મને અફસોસ નથી. પણ એક વાર મારા ભાઈને મને ભેગી થવા દેવી હતી ને? મારે ભાઈ શું જાણશે કે બહેન ભાઈ માટે કેટલું સૂરતી હતી ! અરે રે બાળપણમાં મારા મા-બાપ ગયા અને અમારી કઈ ખબર લેનાર ન રહ્યું. અમે દુઃખમાં મોટા થયા. મારા સંતાનની મા હું જીવતી છું તે પણ કઈ ખબર લેતું નથી તે મારા મુવા પછી તે એની ખબર કેણ લેશે? આ મારા બાળકો પણ ન માયા થઈ જશે? અમે પૂર્વે એવા શું કર્મો કર્યા હશે કે અમારે માથે
ખની ઝડી વરસવામાં બાકી ન રહી. એમ કલ્પાંત કરતી બેનડી ઝાડેથી નીચે ઉતરી ગઈ. અને સૂર્યના સામે મુખ રાખી હાથ જોડી કહે છે હે સૂર્યદેવ! મને તે નાગ કરડે છે એટલે હમણાં મારા પ્રાણદેવ ઉડી જશે. પણ મારા ભાઈને તમે આટલે સંદેશ આપજે કે તારી બહેન હાથમાં રાખડી લઈને આવી હતી. અને ઝાડે ચઢીને તારી રાહ જોઈ રહી હતી. તેમાં એને કાળો નાગ કરડે. બહેને વાટ જોવામાં બાકી રાખી નથી. હજુ ઝાડને પણ કહેશે અને આગળ શું કરૂણ કહાણી બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન..........નં. ૩૫ શ્રાવણ વદ ૫ ને શુક્રવાર તા. ૨૧-૮-૭૦
અનંતજ્ઞાની મહાન પુરૂષોએ જગતના જીના ઉદ્ધારને માટે કરૂણાભરી દષ્ટિથી સિદ્ધાંતની પ્રરૂપણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત મહાન પુરૂષે વીર વાણીની બંસરી વગાડી તમને જગાડે છે કે હે આત્માઓ ! જાગો. અનાદિકાળથી દ્રવ્યનિદ્રામાં ઉંઘતા જીવને જગાડવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. પર્યુષણ પર્વમાં આપણે શું કરવું જોઈએ તેને હવે તમે નિર્ણય કરી લેજો.
જ્ઞાની ભગવંતોએ ધર્મનું મૂળ સમ્યગદર્શન કર્યું છે. દાન-શિયળ–તપ આદિ ક્રિયાઓ સમ્યક્ત્વ સહિત હોય તે તે શુદ્ધ ક્રિયા છે. અને સમ્યકત્વ સહિતની શુદ્ધ ક્રિયાથી નિરા થાય છે. અને તેવી ક્રિયા જ જીવને મોક્ષના ફળ અપાવનાર છે.
એક રહિત સબ શૂન્ય વ્યર્થ છે, નેત્ર હિન કે વ્યર્થ પ્રકાશ, - વષ વિના ભૂમિમેં બેયા, બીજ વ્યર્થ પાતા હૈ નાશ.