________________
૨૯૭
તે કયારેક કેવી મહાદુઃખની પિક ! આજના તમારા વિચિત્ર સંસ્કારી તંત્ર. પરદેશેની અવનવી હીલચાલ વગેરેમાં પણ ચાર દિવસ સુખ તો પાંચમે દિવસે દુઃખ. પરાધીનપણે, અનિચ્છાએ પણ સુખમાંથી દુઃખમાં જવાનું. એ જે આપની નજર સામે રહે તે સંસાર તમને કે લાગે ! પછી એવી ઘટનાઓમાં આધ્યાન ને રૌદ્રધ્યાન શા માટે થાય! સતી સીતાને વનવાસ જવાને પ્રસંગ આવ્યો તો પણ તેમણે પોતાના ભાવ કેવી રીતે ન બગાડ્યા! અને શુદ્ધ રહ્યાં:
સતી સીતાજીના વિચારે –
સીતાજીને રામના આદેશથી વનવાસ જવાને પ્રસંગ આવ્યો ત્યારે તેમણે હાયવોય ન કરી. મન ન બગાડયું. કેમ! તે સમજતા હતા કે પતિવ્રતા સ્ત્રીને પતિની આજ્ઞા તે જ ધર્મ છે. જેમ કરિયાત માણસને પગાર અને બેનસ લેતાં આવડે તે સાથે કામ કરતાં પણ આવડવું જોઈએ. એમ શુભ કર્મને માલ ખાતાં આવડે છે તે અશુભ કર્મના દુઃખ વેઠતાં પણ આવડવું જોઈએ. વળી તે વિચારે છે કે તે આત્મા ! તું એકલા પુણ્યના જ પુંજવાળે નથી કે જેથી તને એકલું સુખ જ મળે ! પણ આત્મ ખજાનામાં પાપના પણ ગંજ ભર્યા છે તેથી દુઃખ તે આવે. જે સમયે દુઃખ આવે ત્યારે હે આત્મા! તારો પાપને ઉદય છે એમ નિશ્ચિત માની હસતા મુખે તેને વધાવી લેવું. વળી વન વાસને દુઃખનું કારણ નહીં માનતા પિતાનાં પાપ કર્મ ભગવાઈ જશે માટે પાપનાં ક્ષય કરવાનું નિમિત્ત માનવું. દુઃખ આવવાથી અને તેમાં સમભાવ રાખવાથી તે કર્મકચરો સાફ થવાનું છે, તો પછી એમાં નારાજ શા માટે થવું?
મહાન સુખમાં પણ સીતાજીની તવદૃષ્ટિ.” છેલે સીતાજીની જ્યારે અગ્નિપરીક્ષા કરી અને તેમાં તેમના સતીત્વના પ્રભાવે અગ્નિ પાણી બની ગયું અને સીતાજીનું સતીત્વ પ્રગટ થયું. પછી સીતાજીને. ત્યારે ખૂબ માન-સન્માનથી મહેલમાં રહેવાને પ્રસંગ આવ્ય, કુશ અને લવ જેવા વિનયી પુત્રની સેવા લેવાનો સમય પ્રાપ્ત થયે અને રાજ્યસુખ ભોગવવાને સમય આવ્યો ત્યારે પણ સીતાજીમાં આનંદની દૃષ્ટિ ન આવી પણ તત્ત્વ દષ્ટિ આવી કે આ પણ કર્મના ખેલ છે. ત્રણ ત્રણ વાર કમેં મને ઠગી છે. રામ જેવા પવિત્ર પતિ તે મળ્યા પણ વનવાસમાં મેકલી. ત્યાં પણ પતિની શીતળ છત્ર છાયા મળી છતાં પણ કમેં રાવણ પાસે હરણ કરાવ્યું. ત્યાંથી છૂટીને અયોધ્યામાં આવી. રાજ્યમહેલમાં આનંદથી માનભેર રહેવાનું મળ્યું. પરંતુ કમે ફરીને પાછી એકાએક વગડામાં મોકલી. આમ કર્મની વારંવાર ઠગાઈ એ જોઈ, તે હવે પાછી શા માટે ઠગાવા જાઉં! હવે તે કર્મને નાશ કરવા માટે ચારિત્ર જ લઉં અને તેમણે ચારિત્ર લીધું, ચાસ્ત્રિનું પાલન કરીને સીતાજી દેવલોકમાં ગયા.