________________
સંસારમાં હતા ત્યારે ખૂબ બળવાન હતા. ભાભીએ મહેણું માર્યું હતું તેથી પિતાનું બળ બતાવવા તેણે કઠાના ઝાડને એક મુઠ્ઠીથી જડમૂળથી ઉખાડી નાખેલું. આ મુનિને ગબડી પડેલાં જેઈને જીવયશા મજાક ઉડાવતાં કહેવા લાગી. અહો! કોઠાના ઝાડને મુઠ્ઠીથી ઉખાડી નાંખનાર દિયરીયા! આ તમારું બળ કયાં ગયું કે ગાયના શીંગડા અડવાથી આમ ગબડી પડ્યા.
ગમે તેમ તેય મુનિ છમસ્થ હતાં. તેમણે ગાયને એક આંગળી ઉપર ધીમે રહીને ઉંચકી અને ત્રણ ફેરા ફેરવીને તેને દુઃખ ન થાય તે રીતે હળવે રહીને નીચે મૂકી દીધી. અને કહ્યું, દેખ હું નિબળ નથી પણ અમે સાધુ શકિતને અજમાશ ન કરીએ. ૩ ઈંચની લૂલી કાળો કેર કરે છે. ૩ ઇંચની લૂલી ૩ ફૂટના માનવીને જીવતે જલાવી દે છે માટે જ એક કવિએ કહ્યું છે કે –
ભૂલીને વશ રાખો, ભાઈ લુલીને વશ રાખે.” જ્ઞાની કહે છે આ જીભ મીઠી ભાષા બેલવા માટે મળી છે. એનાથી એવી મધુર ને પ્રિય ભાષા બોલે કે માણસ શેકમાં ડૂબેલે હોય તે આનંદમાં આવી જાય. પણ જ્યાં આનંદનાં ઝરણાં વહેતાં હોય ત્યાં આનંદ શેકમાં ફેરવાઈ જાય તેવી ભાષા ન બોલશે.
છવયશાના વચનથી મુનિ બેલી ગયા. જૈન મુનિઓ કોઈ દિવસ કઈ જીવને દુઃખ થાય તેવી ભાષા બોલતા નથી. ભવિષ્યમાં આમ બનશે એમ કહેતાં નથી. પણ જે બોલી જાય છે તે પ્રમાણે બન્યા વિના રહેતું નથી, મુનિ કહે છે તે છવયશા! તું આટલું બધું અભિમાન શા માટે કરે છે? જે ફૂલ ખીલે છે તે કરમાવવાને માટે જ ખીલે છે. સૂર્ય અસ્ત થવા માટે ઉદય પામે છે. તું તારા સૌભાગ્યના ચૂડા ઉપર આટલું અભિમાન કરી રહી છે તે, ખંડિત થવાનું છે. તારું સૌભાગ્યતિલક ભૂંસાઈ જવાને સમય હવે નજીકમાં આવતે જાય છે. તું જેનું માથું ઓળી રહી છે એ જ દેવકી તારા પતિને મારનારની માતા બનશે. હું તને ક્રોધમાં આવીને શાપ નથી આપતે પણ ભવિષ્યમાં જે બનવાનું છે તે જ કહું છું. મારે તને કહેવાને ઉદેશ એ જ છે કે તું અભિમાનમાં પડી ગઈ છે, તો હવે તારૂં અભિમાન છેડી સાવધાન બન. આ પ્રમાણે કહીને મુનિ ચાલ્યા ગયા.
મુનિના વચને સાંભળી છવયશાનું મુખ ફિકકું પડી ગયું. એનું હૈયું ધ્રુજવા લાગ્યું. આ જીવ શાનું મુખ જોઈને કંસ પૂછે છેઃ આજે તું આટલી બધી ચિંતાતુર કેમ બની ગઈ છે? આજે તે ઘરઘરમાં એવું બની ગયું છે કે માતા કરતાં પત્નીની મહત્તા વધારે છે. તમે બહારથી આવ્યાં. એક બાજુ તમારા શ્રીમતીજી માંદા થઈને સૂતા છે, બીજી તરફ માતા પલંગમાં માંદી થઈને સૂતી છે. હવે તમારું ચિત્ત કેની તરફ