________________
२०४
સાથે કંસના લગ્ન કરવામાં આવ્યા હતા. કંસ જેવા ઉદ્ધતાઈ અને ઉન્માદથી ભરેલા હતા તેવી જ તેની પત્ની જીવયશા પણ ઉન્માદી અને ઉદ્ધૃત હતી.. કંસે રાજ્યના માલિક અનવા માટે પેાતાના પિતા ઉગ્રસેન રાજાને કેદમાં પૂર્યાં હતા, અને રાજ્યના માલિક ખની પ્રજા ઉપર તે અત્યંત જુલમ ગુજારતા હતા. પેાતાના મોટાભાઇના આવા અત્યાચાર જોઈ નાના ભાઈ તા સંસારથી વિરક્ત થઈ ને સાધુ બની ગયા હતા. આ કંસને પેાતાના સસરા જરાસંધના રાજ્યના અને પેાતાના મૂળ પરાક્રમના નશે। હતા. તે અભિમાનમાં ચકચૂર બની કોઈના દુઃખની પરવા કરતા ન હતા. પણ જ્ઞાની તા કહે છે કે રાજા રાવણનું પણ અભિમાન ટકયું નથી. કોઈનું અભિમાન ટકયુ' નથી અને ટકવાનું પણ નથી.
यौवनं धन संपत्तिः प्रभुत्व म विवेकता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥
જ્ઞાની કહે છે જેની પાસે યૌવન, ધનસ'ત્તિ, પ્રભુત્વ અને અવિવેક એ ચારમાંથી એક જ હાય તા પણ ઘાર અનથ સર્જાય છે તે જ્યાં ચારેય એકઠાં મળે ત્યાં કેવા અનથ થઈ જાય! કંસમાં ચારે ય અવગુણા ભરેલાં હતાં. એના અત્યાચારથી પ્રજા ખૂબ પીડાતી હતી. ત્રાસ ત્રાસ વ્યાપી ગયા હતા. પણ દુષ્ટ કસને કોઈની પરવા ન હતી.
એક દિવસ યાતિષીઓને ખેલાવીને કંસ પૂછે છે અહે। આ સંસારમાં મારી ખરાખરી કરી શકે તેવા બળવાન, પરાક્રમી કાઇ રાજા છે? કંસના મયુક્ત વચન સાંભળી જ્યાતિષીએ માથું ધુણાવવા લાગ્યા. મનમાં વિચાર કરવા લાગ્યાં: અહે ! અભિમાનમાં ચકચૂર બનીને આ કેવાં શબ્દો ખેલી રહ્યો છે. અહા ! અભિમાન ! તું મનુષ્યના હૃદયમાં પ્રવેશીને ન કરે તેટલું ઓછું છે. તું મનુષ્યની કામળતા, સજ્જનતા આદિના નાશ કરનાર છે. વિનયને દેશવટો દેનાર છે. અને તુ' જ સૉંસારમાં ભમાવનાર છે. જ્યાતિષીએ કઈ ક જવાબ આપે તે પહેલાં જ કસ કહે છે, તમે કેમ કંઈ જ ખેલતાં નથી! હું કેવા પ્રભાવશાળી છું કે મારા જોષ જોતાં પણ તમે મૂંઝાઈ ગયા લાગેા છે ?
કસ અને જ્યાતિષીએ :
જ્યાતિષી કહે છે સાહેબ! આપના શું વખાણુ કરીએ ? આપ તે એવા પરાક્રમી ને બળવાન છે કે તમે પહેલે જ ધડાકે ધર્મના નાશ કર્યાં છે. ન્યાય નીતિને તે નેવે ચઢાવી દીધાં છે. તમારી હાકે પ્રજા ધ્રુજે છે. તમે તમારા પૂજ્ય પિતાજી ઉગ્રસેન રાજાને કેદમાં પૂરી દીધાં છે. તમારા જેવા પરાક્રમી કાણુ ? જ્યાતિષીઓના વચન સાંભળી કંસ હરખાવા લાગ્યા. અભિમાનના નશામાં ચકચૂર બનેલા કંસને ખબર નથી પડતી કે
આ મારી પ્રશંસા થાય છે કે નિંદ્યા? હજી આગળ પૂછવા લાગ્યું કે આ તે મારામાં જે છે તે તમે કહ્યું, પણ હું તમને પૂછું છું કે મારા જેવા પરાક્રમી કોઈ રાજકુમાર