________________
આકર્ષાશે? તમારી માતા તરફ કે પત્ની તરફ? તમે પહેલાં કેની ખબર લેશે? બેલે તે ખરા! (સભા - શ્રીમતીજી. (હસાહસ) - કંસ જીવયશાને ઉદાસીનતાનું કારણ પૂછે છે ત્યારે જીવયશાએ મુનિ પધાર્યા પછી બનેલી સઘળી હકીકત કહી. આ સાંભળી કંસ ભયભીત બની ગયો. અહો ! જોષીનાં વચન અને મુનિનાં વચન મળતાં જ આવે છે. જ્યોતિષીના વચન ખોટા પડે પણ ત્રણ કાળમાં મુનિનાં વચન મિથ્યા નહિ થાય. કંસ ભયભીત બની ગયે. શું આમ બનશે? અંતરમાં ભય છે પણ એની પત્નીને કહે છે તું એને ડર ન રાખીશ. અત્યારે તે મારા જે કઈ બળવાન હોય એવું દેખાતું નથી. બીજું, જ્યારે દેવકીના લગ્ન થશે ત્યારે હું જોઈ લઈશ. વખત જતાં દેવકી મોટી થઈ અને તેના લગ્ન વસુદેવ સાથે કરવામાં આવ્યા. લગ્નવિધિ પત્યા બાદ જાનને રોકી છે. આ સમયે કંસે પોતાના બનેવી વસુદેવને કપટથી જુગાર રમવા બેસાડ્યા. વસુદેવને રમવાનાં ભાવ ન હતાં. પણ સાળાના અતિ આગ્રહથી રમવા બેઠા. આજે તમે પણ લગ્નમાં જાય છે ત્યારે જુગાર રમે છે તે સાચી વાત છે? બંધુઓ! જુગાર સાત વ્યસને માંહેનું એક વ્યસન છે.
द्युतं च मांसं च सुरा च वेश्या । पापार्द्धि चोरी परदार सेवा ॥ एतानि सप्तानि व्यसनानि लोके, घोरातिघोरं नरके पतन्ति ॥” ધર્મરાજા જેવા સત્યનિષ્ઠ પુરૂષ જુગાર રમ્યા તે કેટલે અનર્થ થઈ ગયે ! તેમાં ધર્મરાજાને જુગાર રમવાના ભાવ ન હતા. કૌરએ એમને કપટથી રમવા બેસાડયા. અને તે રમ્યા. અને તે રમ્યા તે એવું રમ્યા કે સતી દ્રૌપદીને પણ હોડમાં મૂકી દીધી. એને કારણે મોટું મહાભારત સર્જાઈ ગયું. અહીં પણ કેસે કપટથી વસુદેવને જુગાર રમવા બેસાડ્યા. રમતાં પહેલાં જ કંસે વસુદેવની સાથે એવી શરત કરી કે જે હું હારી જાઉં તે મારું રાજ્ય તમને સેંપી દઉં. અને જો તમે હારી જાય તે મારી બહેન દેવકીની સાત સૂવાવડ મારે ત્યાં જ થવી જોઈએ. વસુદેવના મનમાં કપટ ન હતું. તેમણે એ જ વિચાર કર્યો કે દેવકી એના ભાઈને ઘેર સૂવાવડ કરે તેમાં મને વાંધો છે? આ તે તેનું પિયર છે એટલે વચનથી બંધાઈ ગયા. સાથે મનમાં એ વિચાર આવ્યું કે આને એવી ખબર કયાંથી પડી કે દેવકીને સાત પુત્રો થવાનાં છે! કંસના કપટને એ જાણી શક્યા નહિ. વચનેથી બંધાઈ ગયા. પરિણામે તેઓ જુગારમાં હારી ગયા.
વખત જતાં દેવકીની સૂવાવડને પ્રસંગ આવ્યું. કંસને ઘેર દેવકી આવે છે. દેવકીને જે સંતાન જન્મે તેને તરત જ મારી નાંખવું એ કંસને ઈરાદે છે. દેવકીની સૂવાવડના સમયે હરણગમેવી દેવતાઓ તૈયાર જ હોય છે. દેવકીને પુત્ર જન્મતાંની સાથે તે દેવ એને ઉપાડીને લઈ જત અને મરેલી પુત્રીને લાવીને મૂકી દેતે. આ રીતે જ છે વખત દેવકીની સૂવાવડમાં બન્યું. આ દેવકીના પહેલાં છ પુત્રો કયાં ઉછર્યા હતાં તે તે તમે જાણે છે ને ?.