________________
સા દૂર કરીને સારી રીતે રાજ્ય ચલાવીને રાજ્યમાં શાંતિ સ્થાપે છે. દરેક ઉત્સીિ અને અવસર્પિણી કાળમાં બાર બાર ચક્રવર્તિનો જન્મ થાય છે.
(૩) કર્મપુરૂષ -વાસુદેવ કર્મપુરૂષ કહેવાય છે. વાસુદેવ ત્રણ ખંડના ઘણી હોય છે.
દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણમાં નવ નવ વાસુદેવને જન્મ થાય છે. તેની અદ્ધિ ચક્રવતિથી અડધી હોય છે. તેમના સમયમાં જે વિષમતાઓ આવે છે તેને દૂર કરીને શાંતિની સ્થાપના કરે છે.
આજનો દિવસ કર્મવીર પુરૂષની જન્મ જયંતિ દિન છે. કૃષ્ણના પિતા કોણ હતા :
કૃષ્ણ વાસુદેવના પિતાનું નામ વસુદેવ હતું. તે વસુદેવ પણ કેવા હતા? તેઓ વસુદેવ કેમ બન્યા? એ વસુદેવ નદણનાં ત્રીજા ભવમાં ખૂબ બિહામણા રૂપવાળા હતા. એનું નાક નળીયા જેવું, કાન સૂપડાં જેવા, હેઠ ગોદડાં જેવાં. આવું એનું રૂપ હતું. મા-બાપ નાનપણમાં મૂકીને મરી ગયાં હતાં એટલે મામાને ઘેર તે ઉછર્યા. આ વસુદેવને આત્મા યુવાન થતાં એને પરણવાને કોડ જા. પણ આ બિહામણને કોણ પરણાવે ? મામીને કહે છે: મામી! મારે પરણવું છે. ત્યારે મામી કહે છે ભાઈ! આવા બિહામણું રૂપવાળા એવા તને કોણ કન્યા આપે? ત્યારે કહે છે કે આપણા ક્ષત્રીય કુળમાં તે મામા-ફઈના વરે છે, તે તમારે સાત દિકરીઓ છે. તેમાંથી એકને મારી સાથે પરણાવે. મામી કહે છે તારા મામાને પૂછી જે. મામાને વાત કરે છે ત્યારે મામા કહે છે મારી સાતેય પુત્રીઓને તું પૂછી જે, કે હું તમને કોઈને ગમું છું ! બળાત્કારે મારાથી કેાઈને તારી સાથે પરણવાય નહિ. પણ જે હા પાડે તેને તારી સાથે પરણવીશ. એટલે આ તો ઊપડયો. મામાની સાત પુત્રીઓ પાસે જઈને કહે છેઃ બેલો! સાતમાંથી હું કોઈને ગમું છું? મારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર છે? ત્યારે સાતેય કુંવરીઓ કહે છે...ઓ કદરૂપા! હાંડલાના બુંદા જેવા! તને બેલતાં શરમ નથી આવતી? આવા કુબડા સાથે કોણ પરણે? એમ કહી સાતે ય પુત્રીઓ એના ઉપર થૂકી, એનું અપમાન કર્યું. આ રીતે પિતાનું ઘોર અપમાન થવાથી એને જીવન અકારું લાગ્યું. અને આપઘાત કરવા તૈયાર છે. મામાનું ઘર છોડીને ગામ બહાર જઈ એક ઝાડ ઉપર ચઢી આપઘાત કરવા જાય છે ત્યાં એક સંત પસાર થાય છે. આમ આને આપઘાત કરતે ઈ સંત કહે છે ભાઈ ! તું શા માટે આવું ઉત્તમ માનવજીવન હારી જાય છે? આમ ઝાડ કે પહાડ ઉપરથી પડીને મરી જવાથી કંઈ સ્વર્ગ કે મેક્ષ નહિ મળે.
સંત એને ઉપદેશ આપે છે. માનવ જીવનની મહત્તા સમજાવે છે. તેથી તે