________________
બંધુઓ! પર્યુષણ પર્વ નજીકમાં આવે છે. જીવનના સુધારા માટે આ પર્વમાં શું કરવું તેને વિચાર કરી લેજે. અઠાઈધરના દિવસથી આપણી ગાડી ઉપડશે. માટે કોને કને કયા કલાસની ટિકિટ લેવી છે તેને નિર્ણય કરી લેજે. સમય થઈ ગયું છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં....૩૭
જન્માષ્ટમી
શ્રાવણ વદ ૮ ને સેમવાર તા. ૨૪-૮-૭૦
અનંત કરૂણાસાગર ભગવાન મહાવીર સ્વામી જેમનું શાસન વર્તમાનમાં વિદ્યમાન છે તેમણે જીવના કલ્યાણને અર્થે અને જેને તારવાના ઉમદા હેતુથી વીતરાગ વાણીની પ્રરૂપણા કરી. પૂર્વે તેઓની “જે હવે મુજ શક્તિ ઈતિ, તે સવી જીવ કરૂં શાસનરસી”ની ઉત્કૃષ્ટ ભાવનાથી સર્વ જીવોને કર્મ મુક્ત થઈને સુખી બનાવવાની ભાવનામાં તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. જેનાથી તેઓને તીર્થંકર પદ પ્રાપ્ત થયું અને ચારિત્ર લઈને કેવળજ્ઞાન-કેવળદર્શનમાં કાલેકનાં સર્વે ભાવ જાણ્યા અને જોયા. સંસારી જીને કર્મથી રીબાતાં જોયાં અને હૈયામાં કરૂણું પ્રગટી, તેથી ઉપદેશ આપ્યું. “ભવ્ય છે, અનાત્કિાબથી તમે ચાર ગતિ, વીસ દંડક, રાશી લાખ જીવનમાં આધિ-વ્યાધી, ઉપાધી-જન્મ-જરા-મૃત્યુરૂપ વેદનાથી પિલાઈ રહ્યા છે તેમાંથી બચે. અને શાશ્વત સુખને મેળવવા પુરૂષાર્થ કરે. જ્ઞાનીઓએ આપણને આ સુંદર ઉપદેશ આપે છે. અહિં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનને અધિકાર ચાલી રહ્યો છે. જેમને ભવબનને ત્રાસ લાગે છે એવા ભૂરુ પુરોહિતના બે પુત્રે સંયમના પથિક બનવા માટે તત્પર બન્યાં છે. “બંને બાલુડાને થયેલી મેક્ષની ઈચ્છા”
ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसु जे यावि दिव्वा - मोक्खाभिक खी अभिजाय सट्टा, तात उवागम्मइम उमंउयाहु
ઉ. . ૧૪ ગાથા ૬