________________
૨પ૪
તેટલું તેલ નાંખવામાં આવે પણ તે કદી પાણી સાથે ભળશે નહિ પણ પાણીની સપાટી ઉપર તરતું જ રહે છે. તેમ જે સાધકનું મન સાધનાથી સધાઈ ગયું છે તે સંસારની વચ્ચે રહે છતાં પણ સંસારના ભાવથી રંગાઈ જતું નથી.
આ પુત્રને સમાગમ થયા પછી એમને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવમાં કરેલા સુકૃત્યને નજરે જોવે છે. અને પૂર્વે આ જીવે કેવાં કષ્ટ સહન કર્યા છે આ બધું જેને પ્રત્યક્ષ દેખાય છે એ સંસારમાં રાચે નહિ. એમના મનની પવિત્ર ભૂમિમાં સંયમનું બીજ વવાઈ ગયું. હવે એ માતા-પિતા ગમે તેટલું એમને સમજાવે પણ હવે એ સંસારમાં શિકાય તેમ નથી. મૃગાપુત્રને પણ સંતને જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એની માતાને કહ્યું કે હે માતા! મારે દીક્ષા લેવી છે, ત્યારે માતાએ કહ્યું મારા લાડીલા દિકરા! “તુદોડ્ડશો તુમ પુત્તા, કુમારી સુમન્નિશો”તું તે સુકોમળ છે. સુખમાં જ ઉછરેલે છે અને સુખમાં જ ડૂબેલે છે. કેઈ દિવસ પગે ચાલ્યું નથી. તું સંયમ માર્ગના ઉગ્ર પરિષહેને કેવી રીતે સહન કરી શકીશ? ત્યારે મૃગાપુત્ર કહે છે હે માતા ! મેં પૂર્વભવમાં રી રૌ નરકતી ઘેર યાતનાઓ સહન કરી છે તેને હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. નરકમાં જેનું પેટ મોટું હેય અને મેટું સાંકડું હોય એવી કુંભમાં ઉત્પન્ન થયે. બહાર નીકળવા બરાડા પાડતે હતું ત્યારે પરમાધામીઓએ તીક્ષણ ચીપીયા વડે મને બહાર કાઢ. મારા શરીરના ચૂરેચૂરા કરી નાંખ્યા. એ તે કહ્યાં ન જાય એવા કષ્ટો મેં સહન કર્યા છે. હવે ફરીને મારે -એવા દુઃખ વેઠવાં નથી.
નરકના દુઃખનું વર્ણન વાંચતા અને સાંભળતાં આપણું હૈયું કંપી જાય છે. બંધુઓ! આજે તમને અને મને ભલે જાતિસ્મરણ જ્ઞાન થયું નથી. નરક્ત દુબેને આપણે પ્રત્યક્ષ જોયા નથી પણ કઈ માણસ ભયંકર રોગમાં ઘેરાઈ ગયે હેય છે. એની કારમી વેદનાએ તે પ્રત્યક્ષ જોઈએ છીએ ને? એની વેદના જોઈને પણ આપણને થવું જોઈએ કે આ જીવે કેવા અશુભ કર્મો કર્યા છે. તેથી અસહ્ય વેદના ભેગવી રહ્યો છે. જે હું એવા કર્મો કરીશ તે મારે પણ એવી વેદના ભેગવવી પડશે. તમે સમજે તે આ પ્રત્યક્ષ નરક જ છે. મૃગાપુત્રએ માતાને બરાબર જવાબ આપી દીધું. અહીં પણ આ પુત્રને એના માતા-પિતા પ્રશ્નો કરશે ત્યારે તે કેવા જવાબ આપશે તે વાત આગળ આવશે. અત્યારે તે બંને પક્ષ પિત પિતાનામાં મજબુત છે. પુત્રને માતા-પિતા ખુશ રાખીને સંસારમાં રાખવા ઈચ્છે છે.
અહીંયા રક્ષાબંધનનો દિવસ આવી ગયે અને ભાઈ ન પહોંચી શકો એટલે નણંદ મહેણું માર્યું. એટલે બહેનને ખૂબ આઘાત લાગે. રાખડી લઈને ગામને પાદર પહેરી સઈ. પ્રભુને પ્રાર્થના કરીને બોલે છે.