________________
મારે આપની પાસેથી જ્ઞાન મેળવવું છે. મુનિ કહે છે. અત્યારે જ્ઞાન લેવાને સમય નથી. તમે જલદી બહાર નીકળી જાવ. ત્યારે સાધ્વીજી કહે છે આપ પણ અવસ્થાવાન છે. હું પણ વૃદ્ધ છું માટે કંઈ વાંધો નહિ. આ૫ મને જ્ઞાન આપો. સંતે ના પાડે છે પણ સાધ્વીજી બહાર જતાં નથી ત્યારે સાધુ કહે છે તમે ભગવાનના નિયમને ભંગ કરે છે. આ ઠીક થતું નથી. જો તમે પાછા નહિ ફરે તે અમે બધા સ્થાનકની બહાર નીકળી જઈશું. મુનિઓને આ દઢ નિશ્ચય જોઈને દેવ ખુશ થયે. ધન્ય છે મારા વીતરાગના સંતેને! કેવા દઢ નિશ્ચયી છે. પ્રાણના ભેગે પણ પિતાના નિયમને ભંગ કરતા નથી. દેવે આ સંતની આજ્ઞામાં વિચરતા વિદ્વાન સાવીને એની રાણીને ભેટો કરાવી આપે અને રાણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
બંધુઓ! તમે દીક્ષા ન લઈ શકે તે ખેર! પણ જે લે તેને તે તમે પ્રોત્સાહન આપજે. આજે એક ભાઈ સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. એમને એ ભાવના થઈ કે હું મા ખમણ કરી શકું તેમ નથી. દીક્ષા લઈ શકું તેમ નથી. પણ બ્રહ્મચર્ય તે લઈ શકું છું. બ્રહ્મચર્ય એ મહાન તપ છે. બાર વ્રતમાં બ્રહ્મચર્યવ્રત મહાન વ્રત છે. બ્રહ્મચારી એ ભગવાન સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
“देव दाणव गन्धव्वा, जक्ख रक्खस किन्नरा । वम्भधारि नमसंति, दुक्करं जे करेन्ति ते ॥"
ઉ. સૂ. અ. ૧૬. ગાથા ૧૬. બ્રહ્મચર્ય વ્રત એ મહાન દુષ્કર છે. જે મુનિ સિંહની ગુફામાં ચાતુર્માસ કરીને આવ્યા, જે ભયંકર સર્પના રાફડા પાસે ચાતુર્માસ કરીને આવ્યા તેને ગુરૂદેવે એક જ વખત કહ્યું કે “દુક્કર”. પણ જે મુનિ વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરીને આવ્યા તેમને કહ્યું-દુક્કર, દુક્કર અને દુક્કર. આમ શા માટે કહ્યું હશે? શું એ શિષ્ય ગુરૂને વહાલ હતે? ના, એની સાધના દુષ્કર હતી. કારણ કે જ્યાં ભારેભાર વિષ ભર્યા હોય એવી વેશ્યાના આવાસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું હેલ નથી, પિતે બ્રહ્મચર્યનું પાલન કર્યું એટલું જ નહિ પણ એ વેશ્યાને પણ ધર્મ પમાડી દીધું. અને શ્રાવિકા બનાવી. આ કંઈ જેવી તેવી વાત નથી.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં બ્રહ્મચર્યને બત્રીસ ઉપમાઓ આપવામાં આવી છે. જેમ વસ્ત્રોમાં જુગલીયાનું વસ્ત્ર શ્રેષ્ઠ છે, સર્વ પર્વતમાં મેરૂ પર્વત શ્રેષ્ઠ છે, સર્વ નદીઓમાં 'ગંગા નદી શ્રેષ્ઠ છે, સર્વ હાથીઓમાં અરાવત હાથી શ્રેષ્ઠ છે. સર્વ ઔષધમાં સંજીવની શ્રેષ્ઠ છે ગ્રામાં કામધેનુ ગાય, રત્નોમાં ચિંતામણી રત્ન, વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે તેવી જ રીતે ભગવંતે કહ્યું છે કે –