________________
"याणाण से, अभयप्पयाण', सच्चेसु वा अणवज्ज वयंति । तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्तें ॥"
સૂ. અ. ૬, ગાથા ૨૪. સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, સર્વ સમાં અનવદ્ય સત્ય છે તેવી જ રીતે સર્વ તપમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. બ્રહ્મચર્ય સાગર સમાન છે અને બીજા વ્રત નદીઓ સમાન છે. આવું મહાન વ્રત પ્રાણલાલભાઈ દોશી અને અ.સૌ. શાન્તાબહેન, બીજા ધરમચંદભાઈ બાવીશી અને અ. સૌ. શાન્તાબહેન આ બે ભાઈઓએ અંગીકાર કર્યું. આજે ત્રીજા ન્યાલચંદભાઈ અને તેમના ધર્મપત્ની અ. સ. ઈન્દુમતીબેન સજોડે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. બંધુઓ ! તમે આ વ્રત લેવામાં શરમ ના રાખશે. સભામાં લેવાથી બીજાને પ્રેરણું મળે છે. એક માણસ ઉપર રંગની પીચકારી છંટાતી હોય ત્યારે આજુબાજુમાં બેઠેલાને પણ તેના છાંટા ઉડે છે, તમે સભામાં જાધવ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેતા જોઈને બીજા ભાઈઓને પણ ભાવના થાય તે તે પણ તૈયાર થઈ જાય છે. એ જાવજીવ પ્રતિજ્ઞા લઈ શકે તેમ ન હોય તે ચાર મહિના, છ મહિના કે મહિનાની પણ પ્રતિજ્ઞા લે છે.
અંધુઓ ! અમારી ગાડી ચાલુ થઈ છે. જે ગાડીને એક એંજીન હોય તે તે અટકી જાય પણ આ ગાડીને તે બે એંજીન છે. વિજયાબાઈ સ્વામીને આજે ત્રીસ ઉપવાસ છે, તે સૌથી આગળ છે. વચમાં અમારા ભાઈ ને બહેને છે. પાછળ ઈન્દીરાબાઈ મહાસતીજી, લાભુબાઈ મહાસતીજી છે. હવે જેને આ ગાડીમાં જોડાવું હોય તે ટીકીટ લેવા માંડજે. વધુ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.....૩૬
શીયળને પ્રભાવ
શ્રાવણું વદ ૭ ને રવિવાર તા. ૨૩-૮-૭૦
અનંત જ્ઞાની મહાપુરૂષોએ ધર્મના ચાર પ્રકાર બતાવ્યા છે. તે દાન, શીયળ, તપ અને ભાવ. આ ચાર મેક્ષ માના ભવ્ય દરવાજા છે. જેમ તમારે વ્યાખ્યાન હેલમાં દાખલ થવું હોય તે તમારે કઈને કઈ દરવાજામાં તે પ્રવેશ કરે જ પડશે. તે