________________
પર
વેપારમાં કેટલુ લીન બને છે! જડની લીનતામાં ખાવા-પીવાનું પણ ભૂલી જવાય છે. અને એ જ માણસ પ્રભુનું નામ લેવા બેસે ત્યારે તદ્દન દીન બનીને પ્રભુનું નામ જપતા હાય છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે આવા જીવાની મુક્તિ કયાંથી થાય? જેમાં લીન અનવાનું છે તેમાં દીન બને છે અને જેમાં દીન ખનવાનુ છે તેમાં લીન અન્યા છે. મહાનપુરૂષા સ્વસ્વરૂપમાં લીન બનીને કેવળજ્ઞાન પામી ગયાં. અને જેઓ પર સ્વરૂપમાં લીન અન્યા તે ચાર ગતિમાં રખડયા. હવે તમે નિણ ય કરી લેજો કે અમારે લીનતા શેમાં કેળવવી ? મન અશુભ ધ્યાનમાં સ્હેજે જોડાઇ જાય છે. તેને શુભ ધ્યાનમાં જોડવા માટે પ્રયત્ન કરવા પડે છે. માટે જો તમે એને શુભ પ્રવૃત્તિમાં નહીં જોડા તો એ અશુભમાં જોડાઈ જશે. કારણ કે અનાદિ કાળના અવળા અધ્યાસ છે. એ અવળા અધ્યાસને તેાડવા માટે શુભ પ્રવૃત્તિમાં જોડવાના અભ્યાસ કરવા કારણ કે અશુભ વિચારોમાં પ્રવૃત્ત થયેલું મન એ તા કમ બાંધવાનું કારખાતુ છે. જેમ કોઈ ફેકટરી અથવા કારખાનુ હોય તેમાં મશીના ઘણાં હાય છે, એ મશીનામાં કેટલાય નાના જીવેા પીલાઈ જાય છે. મશીનને સાફ કરનાર કારીગર પણ જે ઉપયાગ ન રાખે, કપડાં સારીને ન ચાલે, તેા મશીન એને પણ ઝપાટામાં લઈ લે છે. એ એમ વિચાર નહિ કરે કે આ મને ચલાવનાર કારીગર છે. અગર આ ફેકટરી કે કારખાનાંના માલીક છે. મશીન એનુ કામ કર્યાં જ કરે છે તેમ મન પણ એનુ કામ કર્યાં કરે છે. શુભમાં જોડાય તા કમ તાડે છે અને અશુભમાં જોડાય તેા કમ આંધ્યા જ કરે છે. માટે મનને નવરું પડવા દેવું જ નહિ. નવરુ' પડેલું મન શેતાનનું ઘર છે. અથવા તા પ્રતિ સમયે નવા ખંધાતા કેમ નું કારખાનું કહેવાય.
કોઈ એક વણિક ગૃહસ્થે મંત્રવિદ્યા વડે એક યક્ષને વશ કર્યાં. એના મંત્રની વિદ્યા વડે એ યક્ષ વિણકને આધીન થયા. એટલે એણે કહ્યું કે તે મને મત્રવિદ્યા દ્વારા વશ કર્યાં છે એટલે મારે તારૂ કામ કરવુ' પડે પણ હુ એ શરત કરૂ છુ... કે મને નિર ંતર કંઈક ને કંઈક કામ ખતાવતા રહેજો, ત્યાં સુધી તમારા વિકાસ છે. અને કામ નહિ બતાવી શકે તે દિવસે તમારા વિનાશ છે. તમારે મને તાખામાં રાખવા હાય તે આ શરતનુ ખૂબ ધ્યાન રાખો.
આ વણિક શેઠે વિચાર કર્યાં કે મારે ઘેર કામના કયાં દુકાળ છે? મારે મેટા વેપાર છે. જમીન પણ ઘણી છે માટે અને કંઈ ને કંઈ કામ બતાવ્યા કરીશ. એણે તે યક્ષની શરત કબૂલ કરી. અને યક્ષને કંઈક ને કાંઈક કામે લગાડી દે છે. ઘડીકમાં કહું કે તું અહીં કૂવા ખેાદીને પાણી કાઢ અને ઘડીકમાં કહે કે તું મારે માટે સુંદર મહેલ બનાવી દે. કયારેક કહે કે તું ખેતરમાં વાવણી કરી આવ. તે ઘડીકમાં કહે છે કે અમુક દેશમાંથી હીરામાણેક મેાતી આદિ ઝવેરાત લઈ આવ. યક્ષ તે એક પ્રકારના દેવ છે. એટલી એની દૈવીક શક્તિના પ્રભાવથી શેઠ જેટલું કામ ખતાવે તેટલું આંખના પલકારામાં