________________
૨૫૭ . - ઉસી જાનિ સભ્યત્વ વિના હૈ, જપ, તપ, કષ્ટ, ક્રિયા બેકાર,
કભી ન ઉત્તમ ફલ દેતી હૈ, મિલતા કભી ન મુક્તિ પ્રકાશ.” એકડે કર્યા વિના ગમે તેટલા મીંડા કરવામાં આવે તે તે એકડા વિનાના મીડાની કઈ કિંમત નથી. વરસાદ વિના જમીનમાં વાવેલા બીજ નકામા જાય છે. અને જેમ કેઈ આંધળા માણસની સામે ગમે તે ટયુબ લાઈટને પ્રકાશ કરવામાં આવે તે તે વ્યર્થ છે. તેવી જ રીતે મનુષ્ય ગમે તેટલી ક્રિયા કરે પણ સમ્યકત્વ વિનાની કરણી કરવામાં આવે તે પણ તેનું જોઈએ તેટલું ફળ મળતું નથી. અજ્ઞાનપણે તપ આદિ કરવાથી પુણ્ય બંધાય છે પણ કર્મોની નિર્જરા થતી નથી. માટે આ મનુષ્ય જન્મમાં જે સમ્યગ્રદર્શન રૂપી એકડે આવી જાય તો આપણે મનુષ્ય જન્મ સફળ છે.
સમ્યગદર્શન એ મનુષ્યની દિવ્ય આંખ છે. અને મિથ્યાત્વ એ એક પ્રકારને અંધાપ છે. માટે સમ્યગદર્શનના અભાવમાં મિથ્યાદષ્ટિ આત્મા ગમે તે બાહ્યત્યાગ કરે, ઉગ્રમાં ઉગ્ર તપ કરે, અરે! દીક્ષા લઈ લે છતાં પણ તે કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવી શકતો નથી. એ જ પ્રમાણે બંધુઓ! મિથ્યાદષ્ટિ તે જન્માંધ કરતાં પણ ભયંકર અંધ છે. અંધ માણસ તે પદાર્થોને દેખતે નથી પણ મિથ્યાદષ્ટિ તે અર્થનો અનર્થરૂપે જ માને છે. કારણ કે એની દષ્ટિ જ અવળી છે. જે માણસની આંખમાં તિમિર રેગ હેય તે આકાશમાં એક જ ચંદ્ર હોય છે તો પણ તે બે ચંદ્ર દેખે છે. મૃગજળમાં જળ નહિ હોવા છતાં હરણની દૃષ્ટિમાં દેષ હોવાથી તેમાં જળને દેખે છે અને તરસ છીપાવવાની આશાથી તેની પાછળ દોડે છે. હવે તમે જ વિચાર કરે કે એ હરણ ગમે તેટલે વખત મૃગજળની પાછળ દોડયા કરે તો પણ શું એની તરસ છીપવાની ખરી ? ત્યાં તમે પણ કહેશે કે મૃગજળથી કોઈ દિવસ તરસ છીપે જ નહિ. એ તે પાણી નહિ પણ પાણીને આભાસ જ છે.
બંધુઓહવે હું પણ તમને પૂછું છું કે આ સંસારમાં તમે જે સુખને સુખ માનીને બેસી ગયા છે તે શું સાચું સુખ છે ! જ્ઞાનીની દૃષ્ટિમાં તે સુખ નહિ પણ સુખાભાસ છે. સંસારનાં સુખ મૃગજળ જેવાં જ છે. છતાં અજ્ઞાન દશાને કારણે તમે એ સુખની પાછળ પાગલ બનીને આંધળી દેટ લગાવી રહ્યાં છે. હરણયું તે બિચારું તિર્યંચ પ્રાણી છે. પણ તમે તે મનુષ્ય છે. સમજુ ને વિવેકી છે ને? તે પણ તમે કેમ સમજતા નથી. આનું મુખ્ય કારણ એ જ છે કે હજુ આત્માની દૃષ્ટિ સમ્યક થઈ નથી. સંસારના સુખે બધા જ ક્ષણિક છે. જેમ વાદળમાં ઘણી વખત એવી આકૃતિઓ દેખાય છે કે જાણે આ કઈ નગર વસી ગયું હોય તેવું દેખાય છે. પણ જ્યાં વાદળ વિખરાઈ ગયાં ત્યાં બધો ખેલ ખતમ થઈ જાય છે. નાના બાળકે વરસાદ પડે ત્યારે રેતાનાં ઘર બનાવે છે. પણ એ કાંઈ સાચા ઘર નથી તે જ રીતે તમે માનેલાં કલ્પિત
શા ૩૩