________________
ન થાય ત્યારે આ રીતે મનથી પણ ધર્મ થઈ શકે છે. ગમે તેવા અશુભ કર્મોદયના કાળમાં પણ મન આ ધ્યાનમાં ન પડી જાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર છે.
મિથ્યાત્વી જીવે ડગલે ને પગલે આધ્યાન કરતા હોય છે. જ્યારે સમકિતી આત્મા ઉપર ગમે તેટલાં વિપત્તિનાં વાદળે ઉપરાઉપરી તૂટી પડતાં હોય તેવા સમયે પણ તે જીવ જિનવાણીનું આલંબન અંગીકાર કરે છે. ઉપરાઉપરી દુઃખો પડતાં હોય ત્યારે કર્મોના વિપાક સંબંધી ચિંતવણું કરવી એ પણ એક પ્રકારનું ધર્મધ્યાન છે. કર્મના વિપાકની ચિંતવન કરવાથી મન આર્તધ્યાનથી બચી જાય છે. જે મનને સાધી લેતાં આવડે તે સિદ્ધિ હાથમાં છે. પહેલાનાં વખતમાં લેક સુવર્ણસિદ્ધિ માટે કાચાપારાને સાધતા હતા. તેમાં કાચ પાર સધાય એટલે સુવર્ણસિદ્ધિ સાધી શકાય. તેમ મન સધાઈ જાય તે આપણા માટે મોક્ષ દૂર નથી. જેણે મનને સાધી લીધું તેને મોક્ષ મેળવો સહેલ છે. પણ સૌથી પ્રથમ મનને સાધી લેવું એ કંઈ સહેલી વાત નથી. આજે ઘણાં કહે છે કે - “મન ચંગા તે કથટીમેં ગંગા” મગર મન લફંગા તો ફિર કિધર ગંગા હૈ”? મન દુષ્ટ બને તે કયાંય ગંગા નથી માટે મનને શુદ્ધ બનાવે.
આજે ઘણાં માણસે પ્રશ્ન કરતા હોય છે કે અમે ભગવાનના નામની માળા ગણીએ છીએ. સામાયિક કરીએ છીએ પણ અમારું મન સ્થિર રહેતું નથી. તો એનું કારણ શું? દેવાનુપ્રિય! હું તમને પ્રશ્ન પૂછું છું કે માળા ગણતાં અને સામાયિક કરતાં તમારું મન બહાર ભટકવા જાય છે પણ નેટના બંડલ ગણતાં તમારું મન બીજે કયાંય ભટકવા જાય છે ખરું? (ત્યાં તે એકાગ્રતા હોય. બહાર કયાંથી જાય-હસાહસ) જ્યારે નોટોના બંડલ ગણતાં તમારું મન બહાર જતું નથી અને ભગવાનના નામની માળા ગણતાં તમારું મન બહાર જાય છે. તેનું કારણ એક જ છે કે તમે નાણામાં સાર માન્યો છે. અને ભગવાનનું નામ અસાર માન્યું છે. અમારી બહેને ઘણી વખત આનુપૂર્વી ગણતાં ઝોલાં ખાતી હોય છે. પણ એને રોટલી બનાવતાં કઈ દિવસ ઉંઘ આવે છે? ના. ત્યાં તો આંખનું મટકું પણું ને મારે. અહીં જ સમજાય છે કે જેમાં જીવને રસ હોય છે તેમાં તેનું મન ચેટે છે. નાણાં એકઠા કરવામાં તમને જેટલે રસ છે તેટલો જ રસ ધર્મપ્રવૃત્તિમાં લાગે તે મન તેમાં એંટી જાય. તમે તે “વ્યાપારમાં લીન અને પ્રભુ સ્મરણમાં દીન છે”
વેપારમાં જીવ એટલે બધો લીન બની જાય છે કે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં એ સમયે એનું મન પરેવાતું નથી. દુકાનમાં ફૂલ ઘરાકી હેય. ધંધે તેજમાં હોય તે સમયે જમવાને વખત થઈ ગયા હોય. ઘરેથી જમવા માટે બોલાવતાં હોય પણ તમે કહેવડાવી દે કે હમણાં મને ઘરાક સિવાય બીજા કોઈ સાથે બેસવાને પણ ટાઈમ નથી. માટે દુકાને જ થાળી મોકલી આપજે. નવરાશ મળશે ત્યારે જમી લઈશ. હમણાં વેપારની સીઝન છે એટલે વહેલું મોડું થાય તે ખાવા માટે મારી રાહ ન જોશે. બેલે! તમારું મન