________________
કે આ પૈસા. તું ન જાય તે હું જાતે જ લઈ આવું. એમ કહી શેઠ જાતે બહેનને માટે બે જોડી કપડાં, બે ભાણેજે માટે બબ્બે જોડી કપડાં, ભાણેજ માટે સોનાની સાંકળી અને ભાણેજી માટે પગની ઝાંઝરી લઈ આવ્યા. અને કહે છે બેટા ! આ લઈને તું જલ્દી તારી બહેનને ગામ પહોંચી જા. રક્ષાબંધનને દિવસ નજીક આવે છે. છેક કહે છે બાપુજી! તમે આ કપડાં અને દાગીના લઈ આવ્યા છે પણ હું કરજમાંથી મુક્ત કેવી રીતે થઈશ? મારી પાસે તે બાર રૂપિયા પણ રોકડા છે નહિ. શેઠ કહે છે દિકરા! હું તને બક્ષીસ આપું છું. મારે આના પૈસા લેવાના નથી. બાપુ! તમે આટલું બધું આપે છે. તમારા ઉપકારને બદલે હું કયારે વાળી શકીશ? શેઠને ઉપકાર માનતે આ ભાઈ બહેનને માટે કપડા અને દાગીના લઈ રવાના થાય છે. તે સમયે વાહને ન હતાં. પગપાળા ચાલવું પડતું હતું. આ તરફ શ્રાવણ સુદ પુનમ-રક્ષાબંધનને દિવસ આવી ગયા. બહેન ભાઈની રાહ જોઈ રહી છે. રક્ષાબંધનના દિવસે નણંદ કહે છે કે... મોટા ઉપાડે કાગળ લખ્યું હતું જે તારે ભાઈ આવ્યો ! કયાંય ભટકતે હશે. નણંદી ! તમે મારા ભાઈને એવું ન કહે. જરૂર મારો ભાઈ આવશે. મને વિશ્વાસ છે. આમ કહી બહેન તે હાથમાં રાખડી લઈને ગામના પાદરમાં ગઈ. જરૂર આ દિશામાંથી જ મારે ભાઈ આવશે. એમ રાહ જોતી ઉભી છે. એને ખૂબ અધીરાઈ આવશે અને બહેન ઝાડ ઉપર ચઢશે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૩૪
શ્રાવણ વદ ૪ ને ગુરુવાર, તા. ૨૦-૮-૭૦
અનંત જ્ઞાની મહાપુરૂષોએ જગતના જીના આત્મ કલ્યાણ માટે પવિત્ર દિવ્ય વાણીની ગંગા વહાવી. વીરની વાણીમાં અલૌકિક સામર્થ્ય રહેલું છે. એના પ્રભાવથી અનંત છે સંસાર રૂપી સમુદ્રને તરી ગયાં છે અહીંયા ભૃગુપુરોહિતના બંને બાળકોને નિજ સ્વરૂપની પિછાણ થયા પછી એમને બીજી કઈ પ્રવૃત્તિમાં આનંદ આવતું નથી.
નિજરૂપને જાણ્યા પછી, કંઈ જાણવાનું ના રહે,
ને આત્મસુખ માણ્યા પછી, કંઈ માણવાનું ના રહે. સમ્યક્ત્વને પામેલે જીવ ભલે એ સંસારમાં ખૂએલ હેય, સંસારના અનેક કાર્યો શા, ૩૨