________________
શાળામાં બે ઘડી, આર વી જે ભાવપૂર્વક સ્થિરતાપૂર્વક આવીને બેસે ને તે જ કઈક કરી જાય. પણ આ પૌષધશાળામાં બે ઘડી બેસતાં પણ કીડીઓ કરડે છે અને તે કેની સગાઈ થઈ અને કોનાં લગ્ન થયા, કેણે કેટલે કરિયાવર કર્યો એ બધું જાણવામાં જ આનંદ આવે છે. દશ શ્રાવકોએ અગિયાર પડિમાએ મારી પડિમાધારી બન્યા હતાં. છેલ્લે સંથારે કયો હતો. સંસારી જીવનથી નિવૃત્તિ લઈને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરતા હતાં. અસંયમમાંથી નિવૃત્તિ મેળવી સંયમમાં પ્રવૃત્તિ કરતા હતા.
અંધુઓ! તમે પણ જેન કુળમાં જન્મ્યા છે. તેમાં આ રાજકોટ જેવા શહેરમાં ત્યાં કાયમ સતેની ઉપસ્થિતિ હોય છે. ૩૬૦ દિન તમને જિનવાણને લાભ મળે છે તે આ શ્રાવકો કેટલા ધર્મિષ્ઠ હોવા જોઈએ. હવે આત્માની આરાધનાનું અનુપમ પર્વ રૂમઝૂમ કરતાં નજીક આવે છે. પણ હજુ મારા શ્રાવકોના હૈયામાં ઝણઝણાટી થઈ નથી. બ્રાહ્મણના બે પુત્રને હૈયામાં ઝણઝણાટી થઈ છે.
पियपुत्तगा दोन्नि वि माहणस्स, सकम्मसीलस्स पुरोहियस्स। सरितु पाराणिय तत्थ जाई, तहा सुचिण्णं तव संजमं च ॥
ઉ. સૂ. ૧૪ અ. ગાથા. ૫ આ બે કુમારો ભગુ પુરોહિત અને યશાભાર્યાને અતિપ્રિય હતાં. એ બે બાળકોને એક જ વખતના સંતના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એ જ્ઞાનના પ્રભાવથી તેમણે પૂર્વભવમાં કરેલાં તપ અને સંયમનું જ્ઞાન થતાં બંનેને સંસાર ઉપરથી વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયે. આ ભૂગુ પુરોહિત પણ કઈ સામાન્ય ન હતું. એ ખૂબ વિચારશીલ અને કર્મનિષ્ઠ હતે. વેદાંતને જાણકાર હતે. ભૂગુ પુરોહિત એના વેદ પુરાણમાં દઢ છે. જ્યારે એના બે પુત્રો પોતાના સંયમમાં દૃઢ છે, જેને કોઈ પણ કાર્ય હેજે થઈ શકે છે. તેની બહુ વિશષતા નથી. પણ જે કસેટીમાં મજબૂત રહે છે તેની જ વિશેષતા છે. કંઈક માણસોએ અંતરાય તેડી હોય તે માસખમણ જે તપ પણ સહેલાઈથી કરી શકે છે. જ્યારે કંઈકને અઠ્ઠમમાં પણ લથડીયાં આવે છે. ઉલ્ટી થાય છે છતાં મકકમતા કેળવે છે. તેઓ કર્મની ઉદીરણ કરે છે. ગજસુકુમાર જેવા સામેથી કર્મની ઉદીરણા કરવા સ્મશાનમાં ગયાં. ભગવાન મહાવીર આર્ય દેશમાં વિચર્યા હતા તે ઘર ઉપસર્ગો ન આવત. પણ તેઓ કર્મની ઉદીરણું કરી થોડા સમયમાં કામ કાઢી ગયા. તે જે બહેને એ માસખમણ કરવાની ભાવનાથી તપશ્ચર્યાની શરૂઆત કરી છે તેમને ધન્ય છે. હવે સેળભથ્થાને સમય આવી રહ્યો છે. બે દિવસ બાકી છે. સેળભથ્થાની ઝડી વરસાવજે. આ અમૂલ્ય અવસર ફરી ફરીને નહિ મળે. પછી ઓરતે રહી જશે.
બેસવું હોય તે બેસી જાજે, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તે ચેતી જજે, ગાડી ઉપડી જાય છે, .