________________
સ
સમજનારા સમજી જાજો, ગાડી ઉપડી જાય છે. રાજકોટ શહેરથી ગાડી ઉપડી, મુક્તિનગર લઈ જાય છે. મારા જેવા રહી ગયા તે પાછળથી પસ્તાય છે.
આ અમારી આત્માની મુસાફરીની ગાડી ઉપડી જાય છે. અમે તેને શકી ાખી છે. એ ગાડીમાં બેસવાની ટિકીટ પૌષધશાળામાં, ખીજડાશેરીના ઉપાશ્રયમાં મેઘાણી શેરીમાં અને માંડવી ચાકમાં બધે મળે છે. તમારે જ્યાંથી લેવી ડાય ત્યાંથી લઈ લેશે પણ ગાડીમાં બેસી જશે. ગાડી ઉપડી જશે પછી પસ્તાવા થશે. જીએ ! આટલા બધાં સતીજીઓ બેઠાં છે તેમાં આપણે વિજયાબાઇ સ્વામીના ગુણ ગાઈએ છીએ. શા માટે ! એમણે મહાન તપ કર્યાં છે.
આપણે રક્ષામ'ધનની વાત ચાલે છે. ઘણાં ભાઈ એએ યથાશક્તિ બ્રહ્મચર્ય, ઉપવાસ, આયંબીલ વિગેરેની પ્રતિજ્ઞા લઈને અમારી રાખડી બાંધી છે. હવે આ તપસ્વીનું બહુમાન તપ–ત્યાગથી જ કરવાનું હાય, તેની તપશ્ચર્યામાં ખીજો કોઈ આરંભ–સમારંભ કે આંખર હાય નહિ માટે સામાયિક ન કરતા હાય તેમણે સામાયિક કરવી, લીલેતરીઓના ત્યાગ, રાત્રિભાજનના ત્યાગ, કંદમૂળના ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને અને તેનાથી અટ્ટમ-છઠ્ઠ આદિ તપ કરો, જેને કરવુ' હાય તેને શનિવાર સુધીમાં કરી લેજો અને અમારી રાખડી ધાવી લેજો.
આ બહેને એના ભાઈને પત્ર લખ્યા અને નણંદે મહેણુ. માયુ" કે તારો રખડતા ભિખારી ભાઈ શુ' લાવશે! બહેનને આ શબ્દો ખૂખ લાગી ગયા. પણ અંતરમાં આશા છે કે પત્ર વાંચીને મારી માડી જાયા વીર જરૂર આવશે અને સાસુ-નણુંદના કારમા મહેણાં ભાંગશે. ભાઈને બહેનનો પત્ર પહોંચે છે. પત્ર વાંચી ભાઇની આંખમાંથી ખેર ખેર જેવાં આંસુ સરી પડયાં. અહે! મારી બહેન માલપણુની દુઃખયારી છે અને હજુ પણ દુઃખ જ રહ્યું? ભાઈ-મહેનના અથાગ સ્નેહ છે. બહેનના મહેણા ભાંગવા જવુ' છે પણ પાસે પૈસા નથી. એ જોડી કપડાં પણ કયાંથી લાવે ! કારણ કે ભાઈ ને નાકરી મળી હતી. પણ શેઠ ખાવા, પીવાનુ, કપડાં અને મહિને પાંચ રૂપિયાના પગાર હતા. ભાઈને પણ એમ કે મને ખાવા પીવાનુ સારી રીતે મળે છે. કપડાં પણ મળે છે. શેઠ પણ સારા છે. હવે વધુ પૈસાની શી જરૂર ! કોના માટે ભેગું કરવુ છે! પણ બહેનના પત્ર આવતાં ઉદાસ યઈ ગયા. રડવા લાગ્યા. આને રડતા જોઈને શેડ પૂછે છે. દિકરા ! શા માટે રડે છે? તને શું દુઃખ છે ? જુએ, હતા નાકર પણ શેઠની ભાષામાં કેટલી મિઠાશ છે? મીઠા શબ્દો સાંભળી પણ માણસનું અડધું દુઃખ દૂર થઈ જાય. શેઠના આ છેકરા કહે છે આપુ ! મારી બેનના કાગળ આવ્યે છે, એમ કહી આગળ તે એર્લી ન શકયો. શેઠને પત્ર વાંચવા આપ્યા, મહેનને પત્ર લખતાં આંખમાંથી કેટલા આંસુ પડયા હશે કે પત્રમાં આંસુના ટપકાં પડી ગયાં છે. પત્ર વાંચીને શેઠનું હૈયું પીગળી ગયું. આ છેશને કહે છે બેટા !