________________
દેખે છે. બંધુઓ ! આ સંસારનું સ્વરૂપ આવું છે. અહીંથી એટલે મનુષ્ય પર્યાયમાંથી એને વ્યય થયે. દેવપર્યાયમાં દેવપણે એને ઉત્પાદુ થયે. અને દ્રવ્યરૂપે આત્મતત્વ નિત્ય રહ્યું. આ ત્રિપદી દરેક પદાર્થમાં ઘટાવી શકાય છે. આપણે પણ આ સ્વરૂપને સમજીએ તે સંસારના પદાર્થો આવે કે જાય, મળે કે ન મળે તે આપણને હર્ષ કે શક ન થાય.
આપણું આયુષ્ય આપે છે. ટૂંકી જિંદગીમાં જે સાધના થાય તે કરી લે. આગળના રાજા-મહારાજાઓ અને શ્રાવકો માથામાં એક સફેદ વાળ દેખાય કે સંસાર ત્યાગી સાધુ બની જતા હતાં. આજે તે પંચાવન વર્ષની ઉંમર થાય એટલે સરકાર પણ નેકરીમાંથી રીટાયર્ડ કરી તમને ધર્મધ્યાન કરવાની તક આપે છે. પણ અનાદિકાળથી જીવ પરમાં જ રમણના કરતો આવ્યો છે. દિકરો કહે બાપુજી! તમે અમારે માટે ઘણું કર્યું છે. હવે તે અમારે તમારી સેવા કરવાનો સમય આવ્યો છે. હવે તમે નિરાંતે ધર્મધ્યાન કરે. તમે હવે દુકાને આવશે નહિ. હું બધું સંભાળી લઈશ. પણ આ સંસારરસિક છવડાને સંસારની રસિકતા છોડવી કેમ ગમે? એ તે કહી દેશે કે તું આજકાલને છોકરો શું સમજે? મારા વિના દુકાને અંધારા થઈ જાય. જ્ઞાનીઓ કહે છે ભાઈ! પાછલી જિંદગીમાં ધર્મધ્યાન કરવાનો અવસર મળે છે તે પરની પંચાતમાં ન પડતાં તારા આત્માનું સુધારી લે,
આગળનાં શ્રાવકે કેવા હતાં! જરા સિદ્ધાંતમાં દષ્ટિ ને ખબર પડે. ઉપાસક દશાંગ સૂત્રને પાઠ છે. એ શ્રાવકે પિતાની જિંદગીના છેલ્લા સાડા પાંચ વર્ષો બાકી રહેતા ત્યારે પૌષધશાળામાં જ રહેતા. પિતાનું સમગ્ર કુટુંબ ભેગું કરી બધાની સમક્ષ પિતાના જ્યેષ્ઠ પુત્રને બધે વહીવટ સોંપી દેતા. રાજાઓ પણ જેમની સલાહ લેતા હતાં એવાં એ શ્રાવકે બુદ્ધિમાન હતા. ઘરમાં પણ સર્વના ચક્ષુ સમાન હતાં. ગામનાં દરેક માણસેને વિશ્વાસભૂત હતાં. આવા ડાહ્યાં ને વિચક્ષણ શ્રાવકોએ ભગવાનની વાણું સાંભળી. પિતે સર્વવિરતિ બનવાને શક્તિમાન ન હતાં. તેથી બાર વ્રત અંગીકાર કરી પૌષધશાળામાં રહી આત્માનું ચિંતન કરતા અને આત્માને પિષતા. પિતાનું જીવન સાર્થક કરી લેતાં. પિતાના ઘરનાં માણસોને કહી દેતાં કે હવે સંસારના એક પણ કાર્યમાં મને પૂછશે નહિ. તમે પૂછવા આવશે તે પણ હું તમને સલાહ આપીશ નહિ. સંસારમાં રહેવા છતાં સાધુ જેવું જીવન ગાળીશ. કેઈના લગ્નની કંકોત્રી આવે કે મરણની કાળોત્રી આવે મારે કોઈની સાથે લેવા દેવા નથી.
માસ રાજકોટના રત્ન જેવા શ્રાવકે! તમે પણ તમારા ઘરમાં આવી પૌષધશાળા રાખી હશે ને ! અને તમારામાંથી કઈ શ્રાવકે પાછલી ઉંમરે આ પ્રમાણે હેતા હશે ને ? નાનાઅરે! તમારા ઘરની પૌષધશાળાની વાત બાજુમાં મૂકે. આ પૌષક